લાલબત્તી સમાન કિસ્સો, સાવકા પિતાએ જ ગુપ્ત ભાગે સ્પર્શ કરી કહ્યું…

ગ્રામ્યનાં વિવેકાનંદનગર વિસ્તારમાં 19 વર્ષીય યુવતી સાથે શારિરીક છેડતીની ઘટના બની છે. જેમાં આરોપી અન્ય કોઈ નહીં પરંતુ તેનાં સાવકા પિતા છે. તેવામાં આ મામલે ગુનો નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે. વડોદરામાં રહેતી 19 વર્ષીય યુવતીએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. જેમાં યુવતી હાલ વડોદરામાં સાવકી માતા સાથે રહે છે. યુવતીનાં સગા માતા-પિતાનાં 11 વર્ષ પહેલા છુટાછેડા થયા હતા. જે બાદ બન્નેએ બીજા લગ્ન કર્યા હતા. માતાપિતાનાં છુટાછેડા બાદ યુવતી પોતાની નાની બહેન સાથે પિતા અને સાવકી માતા સાથે ઘોડાસરમાં રહેતી હતી. તે 4 વર્ષ પહેલા પરિવાર સાથે વડોદરા રહેવા જતી રહી હતી.
એક વર્ષ પહેલા યુવતી તેની સગી માતા સાથે સંપર્કમાં આવી હતી અને વિવેકાનંદનગરમાં તે માતાને મળવા માટે જતી હતી. આશરે દોઢ મહિનાં પહેલા યુવતી માતાનાં ઘરે રહેવા આવી હતી તે સમયે 10 દિવસ સુધી સાવકા પિતાએ તેને સારી રીતે રાખી હતી. જે બાદ યુવતી એકલી હોય તે સમયે હેવાન સાવકા પિતા શારિરીક અડપલાં કરતા હતા. યુવતીની મરજી વિરુધ્ધ તેનાં છાતીના ભાગે અને ગુપ્ત ભાગે સાવકા પિતા સ્પર્શ કરતા હતા. આ વાત કોઈને કહીશ તો તારા પિતાને અને બહેનને મારી નાખીશ તેવી ધમકી આપતો હતો.
થોડા સમય બાદ, યુવતીનાં સગા પિતા અને સાવકી માતા વડોદરાથી તેને લેવા આવતા તે વડોદરા પરત જતી રહી હતી અને તેણે માતા-પિતાને વાત કરતા તેઓએ આ મામલે ફરિયાદ નોંધાવવાનુ જણાવતા અંતે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે, પુરા રાજ્યમાં હાલ સગીરા કે યુવતીઓ સાથે બળાત્કાર જેવી અનેક ઘટનાઓ બની રહી છે. ત્યારે પોલીસ પણ આરોપીઓને કડક સજા મળે એ માટે પ્રયાસ કરી રહી છે.
આખરે આ બધું ક્યાં સુધી?? આજે તો સાવકા પિતાએ જ હદ કરી…