13 વર્ષમાં ગુજરાતનું આ શહેર ગરમીની ભઠ્ઠીમાં શેકાશે, અને મુંબઈ સમુદ્રમાં ગરકાવ થશે…

13 વર્ષમાં ગુજરાતનું આ શહેર ગરમીની ભઠ્ઠીમાં શેકાશે, અને મુંબઈ સમુદ્રમાં ગરકાવ થશે…

ક્લાઈમેન્ટ ચેન્જની અસરના પગલે આવનારા વર્ષોમાં ગરમીનો આકરો મિજાજ જોવા મળશે. વધુ પડતી વસ્તી ધરાવતા ભારત દેશના ગીચ શહેરોમાં એની માઠી અસર જોવા મળી શકે છે. જોકે, ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનમાં કોઈ ઘટાડો નહીં થાય તો સુરક્ષિત જીવનની આશા ધૂંધળી બની શકે છે. ક્લાઈમેન્ટ ચેન્જની અસરને કારણે વર્ષ 2035 સુધીમાં ગુજરાતનું મહાનગર અમદાવાદમાં આગ ઝરતી ગરમીનું મોટું અને ગંભીર સંકટ ઊભું થશે.

એનો અર્થ એ થયો કે, શહેરની વિશાળ પ્રજા ભઠ્ઠીમાં શેકાતી હોય એવો અનુભવ થશે. શહેરમાં આગની માફક શેકાતા હોય એવું હવામાન અનુભવાશે. આ ઉપરાંત વર્ષ 2035 એટલે કે 13 વર્ષમાં મુંબઈના 27 મિલિયન લોકો પર વિનાશકારી પૂર તથા સમુદ્રની સપાટીમાં વધારો થશે. આ જોખમ દિવસે દિવસ બમણું થઈ રહ્યું છે. આવું UNની ઈન્ટરગવર્નમેન્ટલ પેન ઓન ક્લાઈમેન્ટ ચેન્જ તરફથી પ્રકાશિત છઠ્ઠા મુલ્યાંકન અહેવાલમાં જાહેર કરાયું છે. આ અહેવાલમાં 67 દેશમાંથી આશરે 270 લેખકો તરફથી યોગદાન આપવામાં આવ્યું છે. ક્લાઈમેન્ટ ચેન્જ અંગે વ્યાપક પ્રમાણમાં સંશોધન કરવામાં આવ્યું છે. આ પહેલા ઓગસ્ટ 2021માં સંસ્થા તરફથી ક્લાઈમેન્ટ ચેન્જ મામલે ચિંતા વ્યક્ત કરતો અહેવાલ રજૂ કરાયો હતો.

આગામી 20 વર્ષમાં વૈશ્વિક તાપમાનમાં કુલ 15 સે.નો વધારો થવાના એંઘાણ રૂપી ચેતવણી અપાઈ છે. આ વર્તમાન અહેવાલમાં શહેરો અને ખાસ કરીને દરિયા કિનારાના વિસ્તારો પર અસર, જોખમો અંગે માહિતી જાહેર કરી દેવામાં આવી છે. અહેવાલ એટલા માટે મહત્વનો છે કે તે માનવજાત અને ઈકોસિસ્ટમ પર બદલી રહેલા વાતાવરણની સીધી અસર જોવા મળી રહી છે. આ અંગેના જોખમો દરેક વ્યક્તિ પર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વધી રહ્યા છે. તેમ ચાંદની સિંહે (ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ફોર હુમન સેટલમેન્ટ ખાતે સિનિયર રિસર્ચ કન્સલ્ટન્ટ) જણાવ્યું હતું.

આ મુદ્દાઓ વિશે થઈ ચર્ચા વિચારણા

આ અહેવાલ પ્રમાણે દુનિયાની 40 ટકા વસ્તી પર સતત બદલી રહેલા વાતાવરણની માઠી અસર ઊભી થાય છે. ગ્લોબલ વોર્મિંગના લીધે ગ્રીનલેન્ડના બરફથી લઈ સમુદ્રની કોરલ રીફ સુધી બધે જ મોટું રીસ્ક ઊભું થયું છે. IPCC તરફથી આ પહેલા કરવામાં આવેલ મૂલ્યાંકનની તુલનામાં બદલાવ એક હદથી વધારે છે. ગ્રીનહાઉસ ગેસના ઓછા ઉત્સર્જનની પરિસ્થિતિમાં પણ આવનારા 2100 વર્ષ સુધીમાં આખી દુનિયાનું તાપમાન 1.6 સે. વધશે, આજે જે કૃષિ જમીન છે તે પૈકી 8 ટકા જમીન પોતાની ફળદ્વુપતા ગુમાવશે.

IPCCના અહેવાલ પ્રમાણે આપણા દેશમાં 1-4 ડિગ્રી સે. તાપમાન વધવાથી ચોખાના ઉત્પાદનમાં 10થી 30 ટકા, મકાઈના ઉત્પાદનમાં 25થી 70 ટકા સુધી ઉત્પાદન ઘટી શકે છે. કૃષિ ઉત્પાદન ભારત સહિત સમગ્ર એશિયા, આફ્રિકા, મધ્ય તથા દક્ષિણ અમેરિકા અને આર્કટીક વિસ્તારમાં એકાએક ઘટી જશે. જેની અસર બીજા નાના વિસ્તાર પર થશે. વર્ષ 2035 સુધીમાં ભયજનક પૂર અને સમુદ્રની સપાટી વધવાના રીસ્ક સાથે ક્લાઈમેટ ચેન્જની આશરે 2.7 કરોડ લોકોને સીધી રીતે અસર થઈ શકે છે. જોકે, આ અસર માઠી હોવાનું જાણવા મળ્યું છે.

ખાસ કરીને મુંબઈ, ગોવા, ઓડીશા જેવા સમુદ્ર કિનારા વિસ્તારના તળ સ્તરમાં વધારો થવાના સંજોગોમાં પૂર તથા સમુદ્રી તોફાનનું જોખમ છે. વર્ષ 2050 સુધીમાં દેશની આશરે 3.5 કરોડ વસ્તી આ પ્રકારના ભારે પૂરનો સામનો કરશે. તો બીજી બાજું અમદાવાદમાં અસહ્ય ગરમીને કારણે 1.1 કરોડ લોકોને સીધી અસર થશે. આજુબાજુના અન્ય કોઈપણ વિસ્તારોની તુલનામાં અમદાવાદ શહેરનું તાપમાન જીવન જીવવા માટે વધારે જોખમી બની શકે છે.

દેશમાં જો કાર્બનના ઉત્સર્જનમાં હાલમાં ઘટાડો નહીં કરવામાં આવશે તો ઉત્તર તથા સમુદ્ર કિનારાના વિસ્તારોમાં મોટી મુશ્કેલી ઊભી શકે છે. કે ભારત 7,500 કિમી વિશાળ દરિયા કિનારો ધરાવે છે. અમદાવાદ અને મુંબઈ ઉપરાંત ચેન્નઈ, લખનઉ, પટના તથા ભુવનેશ્વરમાં જેવા મહાનગરમાં તાપમાન જરૂરિયાત કરતા વધારે વધવા લાગશે. આ શહેરોમાં ગરમી તથા લૂ નું જોખમ મંડરાઈ રહ્યુ છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.