ઓમીક્રોન વાયરસના જો આ લક્ષણો દેખાય તરત જ ખાઓ આ ફૂડ આઈટમ…

ઓમીક્રોન વાયરસના જો આ લક્ષણો દેખાય તરત જ ખાઓ આ ફૂડ આઈટમ…

ખાટા ફળો ખાવા ટાર્ટની હાજરી હોવાથી ગળવામાં મુશ્કેલ. ઝાડા અને ઉલટીની સમસ્યામાં ઈલેક્ટ્રોલાઈટ ડ્રીંક ફાયદાકારક. પ્રોટીનથી ભરપુર દહીં ખાવાના લીધે પણ ગળામાં ખુબ રાહત. ઓમીક્રોનના વધી રહેલા કેસની વચ્ચે તમામ લોકો સાફ સફાઈનું ખુબ ધ્યાન રાખી રહ્યા છે. તાજેતરમાં ફ્લુની સીઝન પણ હોવાથી મોટાભાગના લોકોને શરદી તથા ગળાના દુખાવાથી હેરાન પરેશાન છે.

ત્યારે કેટલાક ખોરાક લેવાથી ગળામાં રાહતની સાથેસાથે પોષણ પણ મળી રહેશે. ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના સંક્રમણનો આંકડો 1.14 લાખ પર પહોંચ્યો છે. જયારે ઓમીક્રોન વેરીઅન્ટના કેસ 3 હજાર કેસ મળેલા છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સંક્રમણથી બચવા માટે એકમાત્ર ઉપાય રસીકરણનો છે. કોરોનાથી સંક્રમિત લોકોની એક સામાન્ય ફરિયાદ છે કે તેઓને ભૂખ લગતી નથી અહીં સંક્રમણના લીધે થતી તકલીફો ઘટાડવા કેટલીક ફૂડ આઈટમના નામ આપવામાં આવ્યા છે.

દહીં:દહીં ખુબ ઠંડી પ્રકૃતિનું હોવાથી તે ખાવાથી ગળાને ખુબ રાહત મળે છે. ઉપરાંત તે પ્રોટીનથી ભરપુર હોવાથી નબળાઈ પણ ઓછી કરે છે. ઉપરાંત દહીંમાં ગ્રોનોલા નાખીને પણ ખાઈ શકાય છે. પોટેશિયમની જરૂર પડે તો દહીંમાં એક કેળું કાપીને નાખી શકાય છે. કેળાના નાના નાના ટુકડા કરવા જેથી તેને ખાવામાં સરળતા રહે.

સૂપ: ગળાને રાહત આપવા માટે અને પોષક તત્વોના શરીરમાં વધારા માટે સૂપનું સેવન કરવું જોઈએ. ખાસ કરીને અત્યારે ચાલી રહેલી ગુલાબી ઠંડીમાં સુપનું સેવન ખુબ લાભદાયી બને છે. તમને વધારે ભૂખ લગતી હોય તો સૂપમાં શક્બજીને કાપીને પણ નાખી શકાય છે.

લીલા – પાંદડાવાળા શાકભાજી: શિયાળામાં આવતા પાંદડાવાળા શાકભાજીનું સેવન કરવાથી પણ ખુબ ફાયદો થાય છે. પાલખ, કોબીજ, સરસો, મેથીની ભાજી, મૂળાની ભાજી વગેરેનું સેવન કરવું જોઇએ. લીલા શાકભાજી ઉપરાંત આ ઋતુમાં મળતા ફાળો ખાવાથી પણ સ્વાસ્થ્ય સારું થાય છે.

પ્રોટીન શેક અને ઈલેક્ટ્રોલાઈટ ડ્રીંક: સ્મુધીની સરખામણીમાં પ્રોટીન શેક કોરોનાના દર્દીઓને પીવામાં થોડાક આસન હોય છે. જે કોરોનાના દર્દીઓમાં ઝાડા અને ઉલટીની સમસ્યા હોય તે દર્દીઓને ઈલેક્ટ્રોલાઈટ ડ્રીંકનું સેવન કરવાનું કહેવામાં આવે છે. જે લોકોને ઈલેક્ટ્રોલાઈટ ડ્રીંક ન ભાવતા હોય તેઓ ફક્ત ઈલેક્ટ્રોલાઈટ પાઉડર પણ લઇ શકે છે. ઈલેક્ટ્રોલાઈટ ડ્રીંકના લીધે શરીરમાં સોડીયમની માત્રા જળવાઈ રહે છે.

શું ખાટા ફળો ખાવા જોઇએ?: ડોક્ટરોના જણાવ્યા અનુસાર કોરોના સામે રક્ષણ આપવામાં વિટામીન C ખુબ મદદરૂપ છે પરંતુ જે વ્યક્તિઓને ગળાની સમસ્યા સર્જાઈ હોય તે તમામ લોકોએ ખાટા ફાળો ન ખાવા જોઇએ. કારણકે તેમાં ટાર્ટની હાજરી હોય છે જેથી તેને ગળવામાં ખુબ મુશ્કેલી પડે છે.

GujaratPress

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *