જો પેટ માં થાય આવો દુખાવો તો મહિલાઓ ચેતી જજો,ગર્ભાશય માં હોઈ શકે છે સોજા,જાણી લો કામ ની માહિતી….

જો પેટ માં થાય આવો દુખાવો તો મહિલાઓ ચેતી જજો,ગર્ભાશય માં હોઈ શકે છે સોજા,જાણી લો કામ ની માહિતી….

સામાન્ય લાગતો પેટનો દુઃખાવો થઇ શકે છે ગર્ભાશયમાં સોજો, જાણો તેના વિષે સંપૂર્ણ માહિતી.જો પેટમાં થાય છે આવો દુઃખાવો, તો સમજો કે ગર્ભાશયમાં છે સોજો. આજના વર્તમાન સમયમાં ખાવા પીવાને લઈને ઘણી બીમારીઓ થઈ રહી છે હેલ્દી આહાર ન મળે તો વ્યક્તિ નબળો પડી જાય છે અને બહારના ખાવાથી પેટના દુખાવાની ફરિયાદ પહેલા થાય છે.

હંમેશા લોકોને પેટના દુઃખાવાની સમસ્યા રહે છે. ઘણી વખત આ દુઃખાવા ઋતુ ફેરફાર અને ખોટુ ખાવા પીવાને કારણે થાય છે. પરંતુ ઘણી વખત આ દુઃખાવા પાછળનું કારણ ગંભીર રોગ પણ હોઈ શકે છે. પરંતુ જાણકારીના અભાવે આપણે તેને સમજી શકતા નથી.

ગર્ભાશયનો સોજો મહિલાઓને થનારો એક એવો રોગ છે જે માસિક ચક્ર બંધ થવાથી અથવા ઓછો થવાથી, વધુ પડતા સહવાસથી, ઈજા થવાથી, પ્રદર કાળમાં ઠંડી ચડવાથી અથવા ઠંડા પાણીથી નહાવાધોવાથી અથવા ઠંડી વસ્તુઓ ખાવાથી, ગર્ભાશયમાં તીવ્ર ઔષધીઓનો સ્થાનીય પ્રયોગ, ગુપ્તરોગ, ઉપદેશ તથા પ્રસવકાળમાં બેદરકારીને કારણે આ રોગ થાય છે. આધુનિક ડોક્ટરો આ રોગનું કારણ સોજા ઉત્પન્ન કરનાર જીવાણુઓને માને છે.

મહિલાઓમાં ઘણી વખત પેટમાં દુઃખાવો ગર્ભાશયમાં સોજાને કારણે પણ થાય છે. જયારે પણ ઋતુમાં ફેરફાર આવે છે તો ગર્ભાશયમાં સોજો આવી જાય છે. તેવા સમયે મહિલાઓને અતિશય પેટમાં દુઃખાવો, તાવ, માથાનો દુઃખાવો અને કમરના દુઃખાવાનો સામનો કરવો પડે છે. સમય પહેલા આ સમસ્યાની સારવાર ન કરવાથી તે કેન્સર જેવી મોટી બીમારીનું કારણ પણ બની શકે છે. જેણે ગર્ભાશય ફાઈબ્રોએડ કહે છે. આજે અમે તમને ગર્ભાશયનો સોજો ઓછો કરવા માટે થોડા નુસ્ખા જણાવી રહ્યા છીએ.

શું છે ગર્ભાશય ફાઈબ્રોએડ: ફાઈબ્રોએડ એક નોન-કેન્સર ટ્યુમર છે, જે ગર્ભાશયની માંસપેશીઓના પડ ઉપર વધે છે. તેને ગર્ભાશય ફાઈબ્રોએડના નામથી પણ ઓળખવામાં આવે છે. ફાઈબ્રોએડ લીસી માંસપેશીઓ અને રેસાદાર ઉત્તકોનું વિસ્તૃત રૂપ છે. ફાઈબ્રોએડનો આકાર અલગ અલગ હોઈ શકે છે, તે સફરજનના બીજથી લઈને તરબૂચ જેટલું હોઈ શકે છે. લગભગ 20 ટકા મહિલાઓને સંપૂર્ણ જીવનમાં ફાઈબ્રોએડ ક્યારેક ક્યારેક જરૂર પ્રભાવિત કરે છે.

30 થી 50 વર્ષની વચ્ચેની મહિલાઓને ફાઈબ્રોએડ થવાની શક્યતા સૌથી વધુ રહે છે. સામાન્ય વજન વાળી મહિલાઓની સરખામણીમાં વધુ વજન અને મેદસ્વીપણું ધરાવતી મહિલાઓમાં ફાઈબ્રોએડ થવાનું જોખમ વધુ રહે છે.પરંતુ યોગ્ય ચિકિત્સા વ્યવસ્થાના અભાવે આ રોગ જૂનો થઈ જાય છે. ગર્ભાશયના જૂના સોજામાં તાવ આવતો નથી. પણ પેઢુ પર ભાર લાગ્યા કરે છે. થોડું થોડું માથું દુઃખે છે. તથા સોજાના સ્થાને ઉપરથી ફૂલેલું દેખાય છે. સોજો જેટલો વધુ જૂનો થાય તેટલું જ દરદમાં કમી લાગે છે અને પેઢુ કડક થતું જાય છે. રોગિણીને અજીરણ થઈ જાય છે. માસિક અનિયમિત થઈ જાય છે તથા પીડિત સ્ત્રી દુર્બળ અને કમજોર થઈ જાય છે.

કેમ આવે છે ગર્ભાશયમાં સોજો

બદલાતી ઋતુ છે જવાબદાર

વધુ દવાઓના સેવનથી

વધુ કસરત કરવાથી

ભૂખ લાગે ત્યારે વધુ ખાવાથી

ફીટ અને વધુ ટાઈટ કપડા પહેવાથી

પ્રસુતિ દરમિયાન સાવચેતી ન રાખવાથી

વધુ યૌન સંબંધ બાંધવાથી

●ગર્ભાશયમાં સોજાના લક્ષણો

પેટની માંસપેશીઓમાં નબળાઈ

પેટમાં દુઃખાવો, ગેસ અને કબજીયાત થવા

પીઠમાં દુઃખાવો, તાવ

પ્રાઈવેટ પાર્ટમાં ખંજવાળ કે બળતરા

બીમારી દરમિયાન ઠંડી લાગવી

યૌન સંબંધ દરમિયાન પીડા

બીમારી દરમિયાન અસહ્ય પીડા

સતત પેશાબ આવવો

લુઝ મોશન, ઉલટી

ગર્ભાશયના સોજાને દુર કરવાના ઉપાય: સુંઠ અને લીમડાના પાંદડાને ઉકાળીને ઉકાળો બનાવીને પીવાથી આ ઠીક થાય છે. તે ઉપરાંત તેને રોજ પ્રાઈવેટ પાર્ટ પર લગાવવાથી ગર્ભાશય માંથી સોજો દુર થાય છે.

ગર્ભાશયના સોજાને દુર કરવા માટે હળદર પણ ઘણી અસરકારક છે. દુધમાં હળદર ભેળવીને પીવાથી ગર્ભાશયનો સોજો દુર થાય છે.

એરંડિયાના પાંદડાને પાણીમાં ઉકાળીને ગાળી લો. તેમાં રૂ પલાળીને મોઢાની અંદર રાખો. 3-4 દિવસ આમ કરવાથી પેટમાં રહેલા તમામ જીવાણું મરી જશે અને સોજાની સમસ્યા દુર થઇ જશે.

આમ તો બદામ ઘણા રોગ દુર કરે છે. પરંતુ ગર્ભાશયના સોજા દુર કરવા માટે પણ બદામ ઘણી અસરકારક છે. રાત્રે બદામને દૂધ સાથે પલાળી દો. સવારે ઉઠીને બદામ સહીત દૂધ પી લો. સોજામાંથી છુટકારો મળશે.

સારી ડાયટ લગભગ તમામ બીમારીઓનો કાળ છે. લીલા પાંદડા અને તાજા શાકભાજી અને ફળના સેવનથી પણ ગર્ભાશયના સોજા માંથી રાહત મળે છે.

રોગગ્રસ્ત મહિલાએ વધુ પરિશ્રમ અને સહવાસથી બચવું જોઈએ તથા સુપાચ્ય અને પૌષ્ટિક ભોજન લેવું જોઈએ.સૂકાયેલા આંબળાને કૂટીવાટી ચૂરણ બનાવી તેમાંથી ૩ ગ્રામ ચૂરણ સવાર-સાંજ પાણી થોડા દિવસો સુધી લેવાથી લાભ થાય છે.પાકેલા ખરેલા બોરને સૂકવી ચૂરણ બનાવી રાખો. દરરોજ ૩ ગ્રામ ચૂરણ ખાંડ અને મધ મેળવી સવાર-સાંજ લો, ફાયદો થશે.

૩ ગ્રામ નાગકેસર દરરોજ મઠા સાથે લો.
ગુલાબના ફૂલોને છાંયડામાં સૂકવી ઝીણું ચૂરણ બનાવો. તેમાંથી ૩ ગ્રામ ચૂરણ સવારના ગાયના દૂધ સાથે લો.

એક ગ્રામ મુલેઠીના ચૂરણને પાણી સાથે સવાર-સાંજ લો.

ફટકડીને પાણીમાં મેળવી જનનેદ્રિયોને સાફ કરો. લીમડાના પાનને પાણીમાં ઉકાળી આ પાણીને ગાળી જનનેદ્રિયો ધોવાથી લાભ થાય છે.

તલને વાટી ચૂરણ બનાવો. દસ ગ્રામ ચૂરણ મધ મેળવી ખાવાથી ઘણો જ લાભ થાય છે.

તાજા આંબળાનો રસ કાઢી ૧૦ મિ.લી. માત્રામાં મધ મેળવી લેવાથી લાભ થાય છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.