ગણપતિ અને નવરાત્રીમાં લાઉડસ્પીકર પર મર્યાદા હોય તો મસ્જિદના સ્પીકર પર કેમ નહીં? હાઇકોર્ટમાં લેવાયો આ નિર્ણય…

ગણપતિ અને નવરાત્રીમાં લાઉડસ્પીકર પર મર્યાદા હોય તો મસ્જિદના સ્પીકર પર કેમ નહીં? હાઇકોર્ટમાં લેવાયો આ નિર્ણય…

ગુજરાત હાઈકોર્ટમાં એક જાહેરહિતની અરજી કરવામાં આવી છે. જેમાં રાજ્યમાં મસ્જિદ પર વાગતા લાઉડસ્પીકર પર પ્રતિબંધની માંગ કરવામાં આવી છે. આ મામલે ચીફ જસ્ટિસ અરવિંદકુમાર અને જસ્ટિસ એ.જે.શાસ્ત્રીની ખંડપીઠે રાજ્ય સરકારે એક નોટિસ ફટકારી છે. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે હળવાશમાં એ ટકોર કરી હતી કે, લગ્ન દરમિયાન જે લાઉડ સ્પીકર વાગે છે એનું શું!

સુનાવણી દરમિયાન અરજદારના વકીલને ચીફ જસ્ટિસે એવો સવાલ કર્યો કે, મસ્જિદ પરના લાઉન્ડસ્પીકર કેવી રીતે ધ્વની પ્રદુષણ કરે છે? કાયદામાં કેટલાક ડેસિબલની પરમિશન નક્કી કરવામાં આવી છે એ જણાવો. આ મામલે વકીલે એવું કહ્યું કે, લાઉડ સ્પીકર માટે 80 ડેસિબલની મર્યાદા નક્કી કરાઈ છે. જોકે, મસ્જિદમાં અજાન દરમિયાન નક્કી કરેલા ડિસેબલ કરતા વધારે છે. જેઓ ઈસ્લામમાં માનતા નથી તેઓ શા માટે ધ્વની પ્રદુષણ કરતો આવો અવાજ સાંભળે?કાયદા અનુસાર ધ્વની પ્રદુષણના કાયદાની જોગવાઈનો ભંગ કરતા હોય એના પર પ્રતિબંધ જાહેર કરી દેવા જોઈએ. કારણ કે, વ્યક્તિને બંધારણે આપેલા મૂળભૂત હકોનું પણ હનન કરે છે.

અરજદારે એ વાતનો ઉલ્લેખ કર્યો કે, ગણપતિ અને નવરાત્રિમાં લાઉડસ્પીકર માટે મર્યાદા હોય તો મસ્જિદના લાઉડસ્પીકર માટે કેમ નહીં? કોઈ પણ લાઉડસ્પીકર વગાડવા માટે સ્થાનિક તંત્ર પાસે મંજૂરી અનિવાર્ય છે. પણ મસ્જિદ પરના લાઉડસ્પીકર માટે આવી કોઈ પ્રકારની મંજૂરી લેવાતી નથી. ગુજરાત હાઈકોર્ટે આ મામલે રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે. જેની સુનાવણી આગામી તા.10 માર્ચે થશે. આ દરમિયાન જસ્ટિસે અરજદારના વકીલને એવી ટકોર કરી કે, લગ્ન વગેરેમાં જે નોઈસ પોલ્યુશન થાય છે એનું શું?

આ મુદ્દે વકીલે એવી રજૂઆત કરી કે, લગ્ન સિમિત સમય માટે અને જીવનમાં એક વખત થાય ત્યારે બેન્ડવાજા વાગે છે. પણ મસ્જિદમાં તો પાંચ વખત નમાજ અદા કરવામાં આવે છે આ ઉપરાંત વકીલ તરફથી શૈક્ષણિક સંસ્થાઓમાં બુરખા પર પ્રતિબંધની માંગ મુદ્દે પણ અરજી કરી છે. આવી અરજી કરેલી હોવાથી જીવને જોખમ હોવાની રજૂઆત સાથે પોલીસ પ્રોટેક્શન માંગ્યું છે.જોકે, આ કેસમાં કોર્ટે કોઈ પ્રકારનો ચૂકાદો જાહેર કર્યો નથી. એટલે હજું સુનાવણી બાદ આખો મામલો સ્પષ્ટ થશે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.