દીકરી આવું કરે તો પિતાની મિલકતમાં નહીં મળે હિસ્સો, જાણો દીકરીના અધિકાર…

દીકરી આવું કરે તો પિતાની મિલકતમાં નહીં મળે હિસ્સો, જાણો દીકરીના અધિકાર…

વર્ષ 2005માં હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ 1956માં બદલાવ કરવામાં આવ્યો હતો. દીકરીઓને પૈતૃક સંપત્તિમાં સમાન હિસ્સો મેળવવાનો કાયદાકીય અધિકાર આપવામાં આવ્યો હતો. તમે વિચારી રહ્યા હશો કે અમે આજે આ વિષય પર વાત શા માટે કરી રહ્યા છીએ. વાત જાણે એમ છે કે, હાલમાં જ સુપ્રીમ કોર્ટે દીકરીઓના સંપત્તિમાં અધિકારને લઈને એક નવો નિર્ણય સંભળાવ્યો છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જે દીકરી પોતાના પિતા સાથે સંબંધ રાખવા ના માગતી હોય, તે દીકરીનો પોતાના પિતાની ધન-સંપત્તિ પર કોઈ અધિકાર નથી. સંબંધ ના રાખવા પર દીકરી પોતાના શિક્ષણ અને લગ્ન માટે પણ પોતાના પિતા પાસેથી કોઈપણ પ્રકારની માગ ના કરી શકે. સુપ્રીમ કોર્ટે એક પરીણિત યુગલના છૂટાછેડાની સુનાવણી દરમિયાન આ નિર્ણય સંભળાવ્યો હતો.

એક પતિ-પત્નીના છૂટાછેડાના મામલામાં સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતા કેન્દ્રમાં પતિ-પત્ની અને પિતા-પુત્રીના સંબંધો સુધારવા માટે પ્રયત્ન કર્યો હતો, પરંતુ વાત ના બની. દીકરી જન્મથી જ તેની માતા સાથે રહેતી હતી અને હવે તે 20 વર્ષની થઈ ગઈ છે, પરંતુ આ ઉંમરમાં તેણે પોતાના પિતાને જોવાનો પણ ઈન્કાર કરી દીધો હતો. જસ્ટિસ એમએમ સુંદરેશ અને જસ્ટિસ સંજય કિશન કૌલની બેન્ચે નિર્ણયમાં કહ્યું કે, દીકરી 20 વર્ષની છે અને પોતાના નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે. જો તે પિતાની સાથે સંબંધ રાખવા માગતી ના હોય તો તે પોતાના પિતાના કોઈપણ પૈસાની હકદાર નથી. શિક્ષણ અને લગ્ન માટે પણ પૈસા માગી ના શકે.

બેન્ચે કહ્યું કે, પત્નીની પાસે વ્યાવહારિકરીતે કોઈપણ પ્રકારના પૈસા અને સાધન નથી. તે પોતાના ભાઈની સાથે રહે છે, જે તેનો અને તેની દીકરીનો ખર્ચો ઉઠાવે છે. આથી, પતિ પોતાની પત્ની માટે સ્થાયી ભથ્થુ આપવા માટે જવાબદાર છે. વર્તમાનમાં 8000 રૂપિયા દર મહિને પતિ પોતાની પત્નીને ભથ્થા તરીકે આપશે અથવા તો પછી પોતાની પત્નીની એક નક્કી કરેલી રકમ 10 લાખ રૂપિયા પણ આપી શકે છે. ત્યારબાદ કોર્ટે કહ્યું કે, જો માતા ઈચ્છે તો તે પોતાની દીકરીની મદદ કરી શકે છે. જો તે દીકરીનું સમર્થન કરે તો તે પતિ તરફથી મળતા રૂપિયા પોતાની દીકરીને આપી શકે છે.

હવે વાત કરીએ પૈતૃક સંપત્તિ પર દીકરીના અધિકારની તો, ઈન્ડિયન લૉ અનુસાર એક પિતા પોતાની દીકરી સાથે સંબંધો ના તોડી શકે. પણ હાં, એક દીકરી પોતાના પિતા સાથે સંબંધો તોડી શકે છે. ઘણીવાર એવુ બને કે પિતા પોતાની દીકરીની જવાબદારી ના લે, એવામાં પિતા પર CrPCની સેક્શન 125 અંતર્ગત કાર્યવાહી કરી શકાય છે. જો પિતા પોતાની દીકરી સાથે સંબંધો તોડે તો પણ તેણે પોતાની દીકરીને આર્થિક સહાય આપવી પડે અને દીકરીનો પિતાની સંપત્તિ પર પૂરો અધિકાર છે.

કયા આધાર પર માનવામાં આવશે કે દીકરી અને પિતાના સંબંધો તૂટી ગયા છે?

કોર્ટમાં પિતા અને દીકરી બંને તરફથી સંબંધો તોડવાનું સ્ટેટમેન્ટ રેકોર્ડ હોવુ જરૂરી છે.
પિતા લેખિત અથવા મૌખિકરીતે કહી દે કે દીકરી સંબંધ રાખવા નથી માગતી.
દીકરી પણ કોર્ટમાં સ્વીકાર કરી લે કે તે પોતાના પિતા સાથે કોઈપણ પ્રકારના સંબંધો રાખવા નથી માગતી.

કઈ પરિસ્થિતિઓમાં દીકરીનો પિતાની સંપત્તિ પર નથી રહેતો અધિકાર?

માત્ર બે જ પરિસ્થિતિઓમાં દીકરીનો પોતાના પિતાની સંપત્તિ અને પૈસા પર અધિકાર નથી રહેતો.

પહેલું જ્યારે પિતાએ પોતાની વારસાઈમાં દીકરીને જગ્યા ના આપી હોય અને પોતાની બધી જ સંપત્તિ દીકરા, વહુ, પૌત્ર, દોહિત્રી, મિત્રો, કોઈ સંસ્થા અથવા ટ્રસ્ટના નામે કરી દીધી હોય.
બીજું, જ્યારે કોર્ટમાં એ વાતનો રેકોર્ડ હોય કે દીકરી અને પિતાના સંબંધ તૂટી ગયા છે.
જો પિતાનું મોત વારસાઈ લખ્યા વિના થઈ જાય તો તેવી પરિસ્થિતિમાં દીકરો અને દીકરીનો પિતાની સંપત્તિ પર સમાન અધિકાર રહેશે. અહીં ધ્યાન આપવા લાયક બાબત એ છે કે, દીકરીનો જન્મ કોઈપણ તારીખ અને વર્ષમાં થયો હોય તેનાથી કોઈ ફરક નથી પડતો, તે પોતાના પિતાની સંપત્તિ પર દાવો કરી શકે છે, પરંતુ શરત માત્ર એટલી છે કે, તેના પિતા 9 સપ્ટેમ્બર, 2005ના રોજ જીવિત હોવા જોઈએ. જો પિતાનું મૃત્યુ આ તારીખ કરતા પહેલા થઈ ગયુ હોય તો દીકરીનો પૈતૃક સંપત્તિ પર કોઈ અધિકાર નહીં રહેશે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275