સુરત પોલીસનો આ વિડીયો લોકોએ જોયો હોત તો કદાચ ગ્રીષ્મા આજે જીવીત હોત! જુઓ વિડીયો…

ગ્રીષ્મા સાથે જે ઘટના બની ત્યાર પછી અનેક લોકોએ વીડિયો જોઈને પોતાની રીતે ગ્રીષ્માને બચાવવા માટેના મંતવ્યો રજૂ કર્યા. ખરેખર જો કોઈ વ્યક્તિએ સુરત પોલીસને તાત્કાલિક ફોન કર્યો હોત તો આજે ગ્રીષ્મા જીવતી હોત. હાલમાં જ સુરત પોલીસનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ઍટલે પોલીસે બનાવ્યો છે કે, ગ્રીષ્મા સાથે જે ઘટના બની એ બીજી કોઈ દીકરી સાથે ન બને ગ્રીષ્માનો જીવ ચાલ્યો ગયો પણ ખરેખર આ વીડિયો ખૂબ જ સરહાનીય છે.
આહત્યારો ફેનિલ ગ્રીષ્મા જ્યાં રહેતી હતી તે સોસાયટીની બહાર બે રેમ્બો ચપ્પુ લઈને ફરી રહ્યો હતો. ગ્રીષ્માના કાકાના પેટમાં ચપ્પુ હુલાવ્યું અને પછી ગ્રીષ્માને પકડી લીધી હતી. આ સમગ્ર ઘટના દરમિયાન જો કોઈએ પણ પોલીસને ફોન કરી દીધો હોત તો કદાચ ગ્રીષ્મા આજે આપણી વચ્ચે હયાત હોત.
જ્યારે લોકોએ પોલીસને જાણ કરી ત્યાર બાદ માત્ર 5 જ મિનીટમાં જમાદાર ત્યાં પહોંચી ગયા હતા, પરંતુ તે પહેલાં તો ગ્રીષ્માની હત્યા થઈ ચૂકી હતી. લોકોએ જયારે ફેનિલને સોસાયટી બહાર ચપ્પુ સાથે જોયો ત્યારે જ ફોન કર્યો હોત તો કદાચ ગ્રીષ્મા બચી ગઈ હોત. આ ઘટનાને કારણે હવે ભવિષ્યમાં કોઈ બહેન, દીકરી કે શહેરના નાગરિકો સાથે કોઈ અપ્રિય ઘટના નહીં બને તે માટે સુરત પોલીસે એક સકારાત્મક પહેલ હાથ ધરી છે.
સુરત પોલીસે એક વીડિયો બનાવ્યો છે, જે હાલમાંસોશિયલ મીડિયામાં ટ્રેન્ડ કરી રહ્યો છે. આ વીડિયોમાં અલગ-અલગ ઈમરજન્સી સ્થિતિમાં ફસાયેલા લોકોને બચાવવા માટે 100 નંબર પર ફોન કરવામાં આવે છે અને પોલીસ તરત જ દોડી જઈ તે લોકોને મુશ્કેલીમાંથી ઉગારે છે.
આ વીડિયોમાં પોલીસ મેસેજ આપે છે કે ‘બચ્ચા બચ્ચા જાનતા હૈ એક ફોન દૂર હું મૈં, તું ક્યોં હોંસલા હારતા હૈ.’ આ વીડિયોના માધ્યમથી પોલીસ શહેરના નાગરિકોને મેસેજ આપે છે કે તેઓ 100 નંબર પર ડાયલ કરી પોલીસની મદદ મેળવે. પોલીસ માત્ર 5થી 8 મિનીટમાં જ રિસ્પોન્સ કરશે. ઘટનાસ્થળે પહોંચી તમને કોઈ પણ મુશ્કેલીમાંથી બચાશે.ખરેખર આ વિડીયો દરેક વ્યક્તિ માટે પ્રેરણાદાયી બન્યો છે.
Bachha Bachha janta hai
Ek phone dur hu mai
Tu kyu hosla khota hai!
In case of any emergencies,dial 100 and we assure you an unparalleled response time of under 8 minutes.#SuratCityPolice is always ready to serve you – any day, any time.#SuratCityTrafficPolice #SuratPCR #Dial100 pic.twitter.com/rsutnHt2e6— Surat City Police (@CP_SuratCity) February 21, 2022