પીંજરામાં રહેલ સાવજ સાથે યુવકને મસ્તી કરવી ભારે પડી, શખ્સે હાથ પીંજરામાં નાખ્યો તો, જુઓ આ હચમચાવી દેનાર વિડીયો…

મિત્રો આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે સિંહએ જંગલનો રાજા છે અને તેને સૌથી ખતરનાક પ્રાણી પણ માનવામાં આવે છે. જો સિંહ કોઈનું શિકાર કરવાનું વિચારી લે તો તે તેનો શિકાર કરી ને જ રહે છે. એટલું જ નહી આપણે સૌ કોઈએ સિંહને પીંજરામાં જોયો જ હશે, પીંજરા માંથી પણ સિંહ એટલો જ ખતરનાક હોય છે, એવામાં હાલ આ વિડીયો સામે આવ્યો છે જેમાં શખ્સ સિંહની સાથે મજાક કરવી ભારે પડે છે.
વાયરલ થઈ રહેલો આ વિડીયો આફ્રિકાના એક ઝૂનો છે. આમ તો આપણે જાણીએ જ છીએ કે જયારે પણ આપણે ઝૂ કે બીજા કોઈ ચિડીયાઘર જેવામાં પ્રાણી જોવા માટે જતા હોઈએ છીએ, પણ ઘણા લોકો હોય છે જે વિડીયો બનાવા માટે આવા પ્રાણી કે પશુ સાથે મસ્તી કરતા હોય છે, ક્યારેક આવી મસ્તી અતિ ભારે પડી જતી હોય છે. એવામાં આવો જ વિડીયો સામે આવ્યો છે.
વિડીયોમાં જોઈ શકાય છે કે એક શખ્સ સિંહના પીંજરા પાસે ઉભેલો હોય છે જયારે સિંહ તેની સામે પીંજરા માંથી જોય રહ્યો હોય છે, એવામાં આ શખ્સ પીંજરાની જાળી માંથી પોતાનો હાથ નાખે છે એક બે વખત તે સિંહને હેરાન કરવામાં સફળ રહે છે પણ સિંહે અચાનક જ શખ્સનો હાથ મોઢા દ્વારા જકડી લીધો હતો અને એટલો મજબુતીથી પકડી લીધો હતો કે શખ્સે પોતાનું પૂરું બળ લગાડ્યું હોવા છતાં સિંહ તેનો હાથ છોડી રહ્યો ન હતો.
Show off bring disgrace
The lion at Jamaica Zoo ripped his finger off. pic.twitter.com/Ae2FRQHunk
— Ms blunt from shi born 🇯🇲 “PRJEFE” (@OneciaG) May 21, 2022
જે પછી માંડ માંડ શખ્સે પોતાનો હાથ છોડાવ્યો હતો, આ ઘટનાનો વિડીયો લોકો ઉતારી રહ્યા છે. તમને જણાવી દઈએ કે વાયરલ થઈ રહેલો આ વિડીયો ટ્વીટરના માધ્યમથી @OneciaG નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો જે હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે. સિંહ સાથે મજાક કરવી યુવકને એટલી ભારે પડી કે સિંહે યુવકની એક આંગળી ચાવી ગયો હતો.