પતિના અન્ય યુવતી સાથે હતા આડાસંબંધ, પત્ની પાસેથી દહેજ માટે રૂપિયા માગ્યા…

પતિના અન્ય યુવતી સાથે હતા આડાસંબંધ, પત્ની પાસેથી દહેજ માટે રૂપિયા માગ્યા…

આ બનાવ સામે આવ્યો છે અમદાવાદમાં જ્યા એક પતિએ તેની પત્નીને દગો આપીને બધીજ હદો વટાવી દીધી. પતિના અન્ય યુવતી સાથે આડા સંબંધો હતા જે વાતની જાણ પિરીણાતાને ઝઈ જતા તેણે સાસુને આ વાતની જાણ કરી જોકે બાદમાં પતિ તે યુવતીને ઘરે જ લઈને આવ્યો અને સાથેજ રહેવા લાગી હતી. જેથી પરિણીતા ન તો કોઈને કહી શકે કે ન તો સહી શકે તેવી સ્થિતીમાં મુકાઈ ગઈ હતી.

વાત માત્ર આટલેથી નથી અટકતી પરંતુ પતિ તેની પત્ની પર તેના પિયરથી રૂપિયા લઈને આવવા માટે દબાણ કરતો હતો. જેથી કંટાળીને પત્નીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. 2001માં પરિણીતાના લગ્ન થયા હતા અને લગ્નના થોડાક વર્ષો બાદ સાસરિયાઓએ તેને ત્રાસ આપવાનું શરૂ કર્યું.

પતિને ધંધામા રૂપિયાની જરૂર હતી તો પરિણીતાના સાસરિયાઓ તેને રૂપિયા લાવવા દબાણ કરતા પતિ દારૂ પી ને પરિણીતાને ત્રાસ પણ આપતો હતો જેના કારણે પરિણીતા કંટાળી ગઈ હતી. ત્યારે એવા સમયે તેને એ વાતની જાણ થઈ કે તેના પતિના અન્ય યુવતી સાથે આડા સંબંધો છે. જ્યારે પત્નીએ આ વીશએ પુછ્યું તો તેને માર માર્યો હતો.

ઉલ્લેખનીય છે કે પતિ તેની પત્નીને રૂપિયા લાવીને આપવા ત્રાસ આપતો સાથેજ તેને છૂટાછેડા આપવાનું કહીને પણ ત્રાસ આપતો હતો. જેથી મહિલા કંટાળી ગઈ હતી. પરિણામે તેણે આ સમગ્ર મામલે તેના પતિ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે પણ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પતિ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.