પતિ પત્ની ઔર વો નો એક ખૌફનાક કિસ્સો સામે આવ્યો, પત્નીએ પતિની પ્રેમિકાનું અપહરણ કરી ઢોર માર માર્યો, ગુપ્તાંગમાં લાલ મરચું નાખી દીઘું…

રાજકોટ શહેરમાં પતિ પત્ની ઔર વો નો એક ખૌફનાક કિસ્સો સામે આવ્યો છે. પત્ની પોતાના પતિને તેની પ્રેમિકા સાથે જોઈ જતા પત્ની અને તેના સાથી મિત્રોએ ચખાડ્યો પતિની પ્રેમિકાને મેથીપાક. તો સાથે જ પતિની પ્રેમિકાનું અપહરણ કરી તેને ઢોરમાર મારી તેના ગુપ્તાંગમાં મરચું ભરી દીધુ હોવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે સમગ્ર મામલે પ્રેમિકાને સારવાર માટે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. તેમજ ઘટનાની જાણ લોધીકા પોલીસને થતા લોધિકા પોલીસ ના કે. કે. જાડેજા સહિતની ટીમ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી.
આપણા સમાજમાં અવારનવાર લગ્નેતર સંબંધો ને લગતાં કિસ્સાઓ સામે આવતા રહે છે. ત્યારે રાજકોટ શહેરમાં વધુ એક લગ્નેતર સંબંધો સાથે જોડાયેલો એક કિસ્સો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના પારેવડી ચોક ખાતે મોહસીન અને તેની પ્રેમિકા સાયકલ ન ખરીદી કરવા માટે સાયકલ સ્ટોર્સ પર આવ્યા હતા.
મોહસીન અને તેની પ્રેમિકા સાયકલ ખરીદવા ગયા ત્યાં જ પકડાઈ ગયા
મોહસીન અને તેની પ્રેમિકા જે જગ્યાએ સાયકલ સ્ટોર્સ પર ખરીદી કરી રહ્યા હતા જોગાનુજોગ તે જ સમયે મોહસીનની પત્ની પણ ત્યાં આવી પહોંચી હતી. પોતાની પત્ની ને જોતા જ મોહસીન ના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.
તો બીજી તરફ પત્નીને ગુસ્સો આવી જતા તેને પોતાના પતિની પ્રેમિકાને દરગાહમાં લઈ જઈ ઢોર માર માર્યો હતો. ઢોર માર માર્યા બાદ તેણે પોતાના સંપર્ક માં રહેલ એક વ્યક્તિનો સંપર્ક સાધ્યો હતો. જે બાદ તે વ્યક્તિ રીક્ષા લઇ આવી પહોંચ્યો હતો.
મોહસીનની પ્રેમિકાનું અપહરણ કરી તેને અવધ રોડ પાસે લઈ ગયા
ત્યારબાદ મોહસીનની પત્ની એ મોહસીનની પ્રેમિકાનું અપહરણ કરી તેને અવધ રોડ પાસે લઈ ગયા હતા. ત્યાં લઈ જઈ વાયરથી તેના હાથ બાંધી દીધા હતા. તેમજ ત્યારબાદ તેને વધુ માર મારી તેના ગુપ્તાંગમાં મરચુ ભરી દીધું હતું. ત્યારબાદ તેને રઝળતી મૂકી ત્યાંથી મોહસીન ની પત્ની અને તેના બે સાથીદારો નાસી ગયા હતાં.
જાગૃત નાગરિકે પોલીસ અને 108ને જાણ કરી
રઝળતી હાલતમાં યુવતીને જોતા જાગૃત નાગરિકે પોલીસ અને 108ને જાણ કરતા તાત્કાલિક અસરથી 108ની ટીમ દ્વારા પીડિતા ને રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ લોધિકા પોલીસ પણ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. તેમજ સમગ્ર મામલે જરૂર જણાતા મામલતદાર સમક્ષ મહિલાએ ડીડી પણ નોંધાવ્યું હતું.