પતિ મેકઅપ કરીને સ્ત્રી જેવું વર્તન કરતો, બાળક માટે ત્રાસ આપી કર્યુ ન કરવાનું કામ…

ઋત્વીજ સોની, અમદાવાદ: શહેરમાં લગ્નના ત્રણ મહિના બાદ જ પરિણીતાને પતિ, સાસુ સસરા, જેઠ જેઠાણી અને નણંદ દ્વારા ઘરની નાની બાબતોને લઈને હેરાન પરેશાન કરવામાં આવતી હતી. પરિણીતાને ઘરમાં હિન્દીમાં નહિ ગુજરાતીમાં જ વાત કરવાની, સંતાનમાં વંશજ એટલે કે છોકરો જોઈએ છે અને દહેજ ને લઈને પરિણીતાને માનસિક ત્રાસ આપતા અંતે પરિણીતા એ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.
બાપુનગર વિસ્તારમાં રહેતી પરિણીતાના લગ્ન વર્ષ 2013માં શાહીબાગમાં રહેતા એક યુવક સાથે થયા હતા. લગ્ન સમયે પરિણીતાના પિતા તેને સોના ચાંદીનાં દાગીના પણ દહેજ પેટે આપ્યા હતા. પરંતુ લગ્નના ત્રણેક માસ બાદ તેના સાસરિયાંએ તેને ત્રાસ આપવાનુ શરૂ કરી દીધું હતું. પરિણીતા ઘરમાં હિન્દીમાં વાત કરે તો તેને ગુજરાતીમાં વાત કરવા માટે દબાણ કરતા હતા. જો આ બાબતની જાણ તે તેના પતિ ને કરે તો તે પરિણીતા સાથે ઝઘડો કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપતો હતો.
પરિણીતાને સારા દિવસો જતા અમારે સંતાનમાં વંશજ એટલે કે, છોકરો જોઈએ છે તેમ કહીને હેરાન પરેશાન કરતા હતા. જોકે પરિણીતાએ છોકરીને જન્મ આપતા તેના સાસરીમાંથી કોઈ ખબર અંતર પૂછવા માટે આવ્યા ના હતા. બાદમાં દહેજ પેટે રૂપિયા 50 હજાર આપતા તેઓ પરિણીતાને લઇ ગયા હતા. પરિણીતા સાસરે ગઈ ત્યારે તેને જાણ થઈ હતી કે, તેના પતિએ 17 તોલા સોનું વેચી દઇને જુગાર રમી લીધો હતો.
જ્યારે અમારે દીકરી જોઈતી નથી તેમ કહીને પરિણીતાને માર મારતા તે તેના માતા પિતાને ત્યાં આવી ગઈ હતી. પરંતુ તેને પરત કોઈ તેડી ના જતા અંતે મહિલા એ પોલીસ ને જાણ કરતા પોલીસ એ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.