પતિ અને જેઠની હ’ત્યા બાબતે ધરપકડ, સાસુ સસરા થઈ ગયા ગાયબ, પોલીસ…

પતિ અને જેઠની હ’ત્યા બાબતે ધરપકડ, સાસુ સસરા થઈ ગયા ગાયબ, પોલીસ…

આણંદના બોરસદમાં એક જાણીતા વેપારીના પરિવારના ઘરની મહિલનું શંકાસ્પદ મોત થયું હતું. જે મામલે પોલીસે તપાસ હાથ ધરી અને ત્રણ દિવસ બાદ પતિ તેમજ સાસરિયાઓ સામે પોલીસે પછી હત્યાનો ગુનો નોંધીને કેસની તપાસ હાથ ધરી હતી.હાલ આ કેસમાં પોલીસે પરિણીતાના પતિ અને જેઠને ઝડપી પાડ્યો છે.બંનેના કોરોના ટેસ્ટ કરાવ્યા તો પતિ પોઝિટીવ આવ્યો.

જ્યારે જેઠને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો અ તેના 7 દિવસના રિમાન્ડ પણ મંજૂર થયા છે.સાસરિયાઓ પરિણીતાને છેલ્લા 10 વર્ષથી ત્રાસ આપતા હતા. બનાવના દિવસે પતિએ આવેશમાં આવીને પત્નીનું ગળું દબાવીને તેની હત્યા કરી નાખી હતી. જેથી આ મામલે પરિણીકતાના ભાઈએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી હતી.

આ કેસમાં પતિ અને જેઠની ધરપક કર્યા બાદ પતિનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે જેથી તેને હોસ્પિટલ લઈ જવામાં આયો છે. જ્યારે બીજી તરફ સાસુ સસરા સહિતના 5 આરોપીઓ હજુ પણ આ કેસમાં ફરાર છે. જેમની પોલીસ તપાસ કરી રહી છે.હત્યારો પતિ આણંદના બોરસદમાં ખમણનો વેપાર કરતો હતો. છેલ્લા કેટલાય સમયથી તે તેની પત્નીને હેરાન કરતો હતો સાથેજ સાસરિયાઓ પણ પત્નીને હેરાન કરતા હતા.

ઉલ્લેખનીય છે કે પતિએ યુવતીના ઘરે એવું જણાવ્યું હતું કે તમારી બેન બાથરૂમમાં પડી ગઈ છે જેથી જલ્દી ઘરે આવો. જોકે ઘરે આવકા પરિવારે યુવતીનો મૃતદેહ જોયો જેથી સમગ્ર મામલે યુવતીના ભાઈએ પોલીસને જાણ કરી તો હત્યાનો ખુલાસો થયો છે. જેથી આ સમગ્ર કેસમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી આરંભી છે અને ફરાર આરોપીઓ પોલીસ શોધી રહી છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275