વધેલી દાળ, ભાત કે રોટલી જો Fridge માં મૂકી રાખવાની આદત હોય તો ચેતી જજો, જાણો ક્યાં સુધી રહે છે સુરક્ષિત

વધેલી દાળ, ભાત કે રોટલી જો Fridge માં મૂકી રાખવાની આદત હોય તો ચેતી જજો, જાણો ક્યાં સુધી રહે છે સુરક્ષિત

ફ્રિજમાં રાખેલું ભોજન લાંબા સમય બાદ ખાવાથી અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે. આવામાં આપણે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ફ્રિજમાં રાખેલું ભોજન જેટલું બને તેટલું જલદી , ફરીથી ગરમ કરીને આરોગી લેવું જોઈએ. જેના કરાણે આપણા સ્વાસ્થ્યને તે કોઈ નુકસાન પહોંચાડી ન શકે.

જો ભોજનમાં દાળ વધી હોય અને તેને ખરાબ થવાથી બચવા માટે ફ્રિજમાં રાખેલી હોય તો તેનું સેવન 2 દિવસની અંદર કરી નાખો. 2 દિવસ બાદ ફ્રિજમાં રાખેલી દાળ ખાવાથી તે પેટમાં ગેસ પેદા કરે છે.

ભાતનું આટલા સમયમાં કરી લો સેવન ફ્રિજમાં રાંધેલા ભાત રાખી મૂક્યા હોય તો તેનું 2 દિવસની અંદર સેવન કરી લેવું જોઈએ. ફ્રિજમાં રાખેલા ભાત ખાતા પહેલા તેને થોડીવાર માટે રૂમના તાપમાન પર રાખો. ત્યારબાદ ભાત સારી રીતે ગરમ કર્યા બાદ જ ખાઓ.

કાચા શાકભાજી અને રાંધેલો ખોરાક અલગ અલગ રાખવા કાચા શાકભાજી અને રાંધેલો ખોરાક અલગ અલગ રાખવા

કાપેલા ફળો કેટલા સમયમાં ખાઈ લેવા કાપેલા ફળો જેમ કે સફરજનને કાપ્યા બાદ જલદી ખાવાની કોશિશ કરવી જોઈએ. આમ ન કરવાથી તેમાં ઓક્સીડાઈજેશન થવા લાગે છે અને ઉપરનું પડ કાળું પડવા લાગે છે. જો કે તેમાં કોઈ ખાસ નુકસાન નથી. આમ છતાં સફરજનને કાપ્યા બાદ 4 કલાકની અંદર ખાઈ લેવું જોઈએ. ધ્યાન આપવા જેવી વાત એ છે કે કોઈ પણ ફળને કાપ્યા બાદ 6થી 8 કલાક બાદ ક્યારેય ન ખાવું જોઈએ.

ઘઉની રોટલી 12 કલાકમાં ખાઈ લો જો તમે ઘઉની રોટલી ફ્રિજમાં રાખતા હોવ તો તેને 12થી 14 કલાકની અંદર જરૂર ખાઈ લો. આમ નહીં કરો તો તેની પૌષ્ટિકતા ખતમ થઈ જશે. આ સાથે જ તમારા માટે પેટના દુ:ખાવાનું કારણ બની શકે છે.

ravi vaghani

Related articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *