સુરતમાં ગ્રીષ્મા હ’ત્યા કેસમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી ઘરે પહોંચ્યા, કહી આ મોટી વાત…

સુરતમાં ગ્રીષ્મા હ’ત્યા કેસમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી ઘરે પહોંચ્યા, કહી આ મોટી વાત…

સુરતના પાસોદરામાં ગઈકાલે થયેલી હત્યાએ આખા ગુજરાતને હચમચાવી નાખ્યું છે. સોશિયલ મીડિયામાં તો યુવક અને રાજ્યની કાયદો-વ્યવસ્થા સામે લોકો નો રોષ ફાટી નીકળ્યો છે.જણાવી દઈએ કે ગઈકાલે સુરતમાં એકતરફી પ્રેમમાં યુવકે એક યુવતી ની જાહેરમાં ગળું કાપીને હત્યા કરી હતી. આ ઘટના ના ભયાનક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ ગુર્જાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સામે પણ લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો.

લોકો પૂછી રહ્યા હતા કે આખરે ગૃહરાજ્યમંત્રી નું શહેર પણ સુરક્ષીત નથી. આ વચ્ચે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પીડિત પરિવાર ના ઘરે પહોચ્યા હતા.જ્યાં તેમણે પરિવારને સહાનુભૂતિ આપી હતી અને દીકરીને ન્યાય મળે તેની ખાતરી પણ આપી હતી.હર્ષ સંઘવીએ કહ્યું કે આ કેસમાં પોલીસ ઝડપથી ચાર્જશીટ ફાઇલ કરવા કામ કરી રહી છે.રીપોર્ટસ આપી જાય પછી મજબૂત પૂરાવાઓ ભેગા કરીને પોલીસ ઝડપથી ચાર્જશીટ ફાઇલ કરશે.

હર્ષ સંઘવી એ એમ પણ કહ્યું હતું કે પોલીસ આરોપીઓને એ પ્રકારની સજા કરાવે કે દાખલો બની શકે.એવો ન્યાય મળશે કે બીજા કોઈ યુવક આવું કૃત્ય ન કરી શકે. આ કેસમાં એમ પણ જાણવા મળ્યું છે કે હત્યા કરનાર યુવક ઘણા સમયથી યુવતી ને પરેશાન કરતો હતો.યુવતી કે પરિવાર દ્વારા આ અંગે પોલીસમાં કોઈ ફરિયાદ થઇ હતી કે નહી તે પણ તપાસ કરીશું. હર્ષ સંઘવીએ કહ્યું કે રાજ્યની કોઇપણ દીકરીએ કોઈપણ વ્યક્તિ તેની પાછળ પડીને હેરાન કરતો હોય તો પોલીસનો સંપર્ક કરવો જરૂરી છે. આ ઉપરાંત ફરિયાદ કરનારની માહિતી પણ ગુપ્ત રહેશે તેવી પણ ખાતરી આપી છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.