દીકરીના આ સમાચાર સાંભળીને માતા-પિતાના ના પગ નીચેથી જમીન સરકી ગઈ…

દીકરીના આ સમાચાર સાંભળીને માતા-પિતાના ના પગ નીચેથી જમીન સરકી ગઈ…

બધા જ માતા-પિતા તેમના બાળકોનું ખુબ જ ધ્યાન રાખતા હોય છે અને જે સમયે આ માતા-પિતા તેમની દીકરીને મોટી કરીને તેના લગ્ન કરાવીને તેને પારકા ઘરે વરાવતા હોય છે એ સમયે આખો પરિવાર દીકરીની વિદાયમાં રડતો હોય છે.

આજે એક એવા જ કિસ્સા વિષે જાણીએ જેમાં આ પરિવારની દીકરીના લગ્ન હતા અને દીકરીના લગ્નમાં આખો પરિવાર ખુબ જ ખુશ હતો.આ કિસ્સો કર્ણાટકના કોલાર શહેરના શ્રીનિવાસપુરની છે અને અહીંયા ૨૬ વર્ષની ચૈત્રાના શુક્રવારે લગ્ન હતા.

તેના લગ્નની બધી જ તૈયારીઓ પણ થઇ ગઈ હતી અને પછી કન્યા વરરાજા સાથે સ્ટેજ પર બેસી હતી. એવામાં રિસેપ્શન વખતે જ અચાનક કન્યા પડી ગઈ અને તેની તબિયત બગડી જતા આખો પરિવાર ખુબ જ ટેંશનમાં આવી ગયો હતો.

તો આ દીકરીના માતા-પિતા અને સબંધીઓ તેને હોસ્પિટલમાં લઇ ગયા હતા. આ દીકરીની તબિયત વધારે ખરાબ હોવાથી ડોક્ટરોએ તેને બેંગ્લોર રીફર કરી હતી. જ્યાં સબંધીઓ લઈને ગયા તો ત્યાં ડોક્ટરોએ તેને બ્રેઈન ડેડ જાહેર કર્યા હતા.

ચૈત્રાના આ સમાચાર સાંભળીને માતા-પિતાના ના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. બધા જ સબંધીઓ અને પરિવારના લોકો ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા હતા.તેમની ખુશીઓ પળમાં વિખેરાઈ ગઈ હતી,

દીકરીનું બ્રેઇનડેડ થઇ જતા માતા-પિતાએ એવું નક્કી કર્યું કે, તેઓ તેમની દીકરીના અંગદાન કરશે અને સમાજમાં ઉદાહરણ બેસાડશે. ચૈત્રના માતા-પિતાએ તેમના આ ઉમદા કામની પ્રશંશા કરી હતી, આ દીકરીના અંગદાન કરીને બીજા લોકોને નવું જીવનદાન આપ્યું હતું. માતા-પિતાએ દીકરીના અંગોનુદાન કરીને મહાન નિર્ણય લઈને બીજા લોકોને નવું જીવનદાન આપ્યું છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.