ખબર છે કેળું કેમ સીધું હોતું નથી? આ રહ્યું કારણ, જાણીને થશે આશ્વર્ય

ખબર છે કેળું કેમ સીધું હોતું નથી? આ રહ્યું કારણ, જાણીને થશે આશ્વર્ય

કેળા એનર્જીથી ભરપૂર એક ફળ છે, જે લગભગ દરેક સીઝનમાં મળે છે. કેળા એટલા સસ્તા પણ હોય છે કે દરેક કોઇ તેને ખરીદી શકે છે. પરંતુ તમે ક્યારેય તેની બનાવટ પર ધ્યાન આપ્યું છે? અને શું ક્યારેય તમારા મનમાં આ પ્રશ્ન થયો છે કે તે વાંકુ કેમ હોય છે? શું કેળું સીધું ન હોઇ શકે? જોકે તેની પાછળ વૈજ્ઞાનિક કારણ છે અને અમે આ જાણકારી આપી રહ્યા છીએ.

એટલા માટે હોય છે ત્રાંસુ? શરૂઆતમાં જ્યારે કોઇપણ ઝાડ પર કેળાનું ફળ લાગે છે તો તે ગુચ્છામાં હોય છે. એક કળી જેવું હોય છે, જેમાંથી દરેક પત્તાની નીચે કેળાનો એક ગુચ્છો હોય છે. સામાન્ય રીતે દેસી ભાષમાં તેને ગૈલ કહેવામાં આવે છે.

આ પ્રકારે શરૂઆતમં કેળા જમીન તરફ વધે છે, એટલે કે સીધું હોય છે. પરંતુ સાઇસન્સમાં એક પ્રવૃત્તિ હોય છે, જેને કહેવામાં આવે છે Negative Geotropism. તેનો અર્થ છે, તે ઝાડ જે સૂરજ તરફ આગળ વધે છે.

પોતાની આ પ્રવૃત્તિના લીધે કેળા પછી ઉપરની તરફ વધવા લાગે છે, જેના લીધે કેળાનો આકાર વાંકો થઇ થઇ જાય છે. સૂરજમુખી પણ એ પ્રકારનો છોડ છે, જેમાં નેગેટિવ જિયોટ્રોપિઝ્મ (Negative Geotropism) ની પ્રવૃત્તિ થાય છે.

તમારામાંથી ઘણા લોકોને જ કદાચ જ ખબર હશે કે સૂરજમુખીનું ફૂલ હંમેશા સૂરજ ઉગવાની દિશામાં હોય છે અને સાંજ ઢળતા ઢળતાં જેમ જેમ સૂરજ પોતાની દિશા બદલે છે, સૂરજમુખીનું ફૂલ પણ દિશા બદલે છે. તેના લીધે આ ફૂલનું નામ સૂરજમુખી છે, એટલે કે સૂરજની તરફ મુખ.

કેળાની બોટનિકલ હિસ્ટ્રી કેળાના બોટનિકલ હિસ્ટ્રીના અનુસાર કેળાનું ઝાડ સૌથી પહેલાં રેનફોરેસ્ટના મધ્યમાં પેદા થાય છે. ત્યાં સૂરજની રોશી ખૂબ ઓછી પહોંચી છે. એટલા માટે કેળાને વિકસિત થવા માટે ઝાડને પોતાને તે માહોલ મુજબ ઢાળી લીધું. એટલા માટે જ્યારે જ્યારે સૂરજનો પ્રકાશ આવે, કેળા સૂરજ તરફ આગળ વધવા લાગ્યા. આ પહેલાં જમીન તરફ, પછી આકાશ તરફ મોટું થવાના કારણે કેળાનો આકાર વાંકો થઇ ગયો.

જૂનો છે ઇતિહાસ કેળાના ઝાડ અને કેળાને ધાર્મિક દ્વષ્ટિએ એકદમ પવિત્ર ફળ ગણવામાં આવે છે. ચાણક્યના અર્થશાસ્ત્રમાં પણ કેળાના ઝાડનો ઉલ્લેખ છે. અજંતા-ઇલોરાની કલાકૃતિઓમાં પણ કેળાના ફોટા મળે છે. એટલા માટે કેળાનો ઇતિહાસ ખૂબ જૂનો છે. માનવામાં આવે છે કે કેળા સૌથી પહેલાં લગભગ 4000 વર્ષ પહેલાં મલેશિયામાં ઉગ્યું હતું અને પછી આ દુનિયામાં ફેલાઇ ગયું. આજે સ્થિતિ એવી છે કે દુનિયાના લગભગ 51 ટકા નાસ્તામાં જ ખાવામાં આવે છે.

ravi vaghani

Related articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *