પતિની લાશ પાસે જ પ્રેમી સાથે આખી રાત બાંધ્યા સંબંધ અને પછી શું કર્યું જાણો…

પતિની લાશ પાસે જ પ્રેમી સાથે આખી રાત બાંધ્યા સંબંધ અને પછી શું કર્યું જાણો…

ભારતીય સંસ્કૃતિમાં પતિ પત્નીના સંબંધને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. ઘણી બધી પૂજા, હવન, યજ્ઞ અને વિધિ વગર પતિ પત્નીના સંબંધમાં પણ બંધાતુ નથી, આ ધાર્મિક અનુષ્ઠાન એટલા માટે જરૂરી હોય છે કેમ કે આપણાં દેશમાં પતિ પત્નીના સંબંધને ખૂબ મહત્વ આપવામાં આવે છે. આપણાં દેશમાં વધારે પડતાં લોકો આ સંબંધને ખૂબ પવિત્રતાથી નિભાવે છે પણ આ દેશમાં અમુક લોકો એવા પણ છે જે પોતાના અમુક કામથી આ પવિત્ર સંબંધને પણ કલંકિત કરે છે. આવી જ એક ઘટના મધ્યપ્રદેશના રાજગઢથી સામે આવી છે. ચાલો તમને જણાવી દઈએ શું છે આખી બાબત.

રાજગઢના એસપી પ્રદીપ શર્માએ જણાવ્યું કે 21 જાન્યુઆરીની રાત્રે સુથલિયા પોલીસ સ્ટેશનના બેરિયાખેડી ગામમાં 30 વર્ષીય રામ દિનેશ મીણાની હત્યા કરવામાં આવી હતી. કોઈએ ઘરમાં ઘૂસીને દિનેશને માર માર્યો હતો. ઘટના સમયે દિનેશની પત્ની જ્યોતિ ઘરમાં હાજર હતી. પરિવારજનોની જાણ પર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પત્ની જ્યોતિએ પોલીસને જણાવ્યું હતું કે પતિની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી જ્યારે તે નજીકમાં સૂતી હતી અને તે જાગી પણ ન હતી. પત્નીની વાત સાંભળીને પોલીસની શંકા વધુ ઘેરી બની. તપાસ દરમિયાન પોલીસને ઘરમાંથી તૂટેલો મોબાઈલ મળી આવ્યો હતો. પોલીસે મોબાઈલ રિપેર માટે મોકલી આપ્યો હતો.

જ્યારે પોલીસે આ મોબાઈલની તપાસ કરી તો તે આશ્ચર્યચકિત થઈ ગઈ. આ મોબાઈલમાંથી જ્યોતિનું રહસ્ય ખુલ્યું હતું. ચાલો તમને આગળ જણાવીએ કે આ મોબાઈલમાંથી શું રહસ્ય બહાર આવ્યું-

વાત એમ છે કે બાળકોની માતા જ્યોતિને પોતાની દુકાન પર આવનાર એક કસ્ટમર સાથે પ્રેમ થઈ જાય છે. પ્રેમ પણ એવો થાય છે કે જ્યારે પતિ એ તેના પ્રેમમાં નડતર બન્યો ત્યારે એક રાત્રે કસ્ટમરને ઘરે બોલાવે છે અને પતિનું મર્ડર કરાવી દે છે. આ મહિલા પર પ્રેમ અને સેકસનું ભૂત એટલું બધુ વધી ગયું હોય છે કે તે કહું કર્યા પછી પતિની લાશ પાસે જ કસ્ટમર સાથે આખી રાત સેકસ કરે છે.

સવારે, મહિલાએ તેના પતિની અજાણ્યા બદમાશો દ્વારા હત્યા કરવામાં આવી હોવાની વાર્તા સંભળાવી. પરંતુ પોલીસે 24 કલાકમાં જ મહિલાના મોબાઈલ દ્વારા હત્યાના આ રહસ્યનો પર્દાફાશ કર્યો હતો. આગળ, અમે તમને જણાવીશું કે જ્યોતિ અને તેના ગ્રાહકની પ્રેમ કહાની કેવી રીતે શરૂ થઈ અને તેના પતિને તેની જાણ કેવી રીતે થઈ-

પોલીસ પૂછપરછમાં 25 વર્ષની જ્યોતિએ જણાવ્યું કે તેની કરિયાણાની દુકાન છે. પતિ દિનેશની સાથે તે પણ દુકાનમાં બેસતી. ગામમાં રહેતો ચેન સિંહ લોઢા નામનો યુવક તેનો ગ્રાહક હતો. ચેન સિંહ જ્યોતિની કરિયાણાની દુકાને સામાન લેવા આવતો હતો. આ દરમિયાન જ્યોતિ નામની મહિલા બે બાળકો સાથે ચેન સિંહના પ્રેમમાં પડી ગઈ હતી.

બંનેમાં શારીરિક સંબંધ બની જાય છે. ચેન સિંહએ જ્યોતિને એક મોબાઈલ ગિફ્ટ આપ્યો હતો. પછી રાત્રે ફોન પર બંનેની વાતો થવા લાગે છે. દિનેશને જ્યારે જ્યોતિની ચેન સિંહ સાથે વાત કરવાની ખબર પડે છે તો તે મોબાઈલ તોડી નાખે છે. આ તૂટેલો ફોન પોલીસને મળે છે, પણ થોડા દિવસ પછી ચેન સિંહ તેને બીજો એક મોબાઈલ અપાવે છે. અફેરની વાત ખબર પડતાં દિનેશ અને જ્યોતિ વચ્ચે ઝઘડો થાય છે.

અંતે, જ્યોતિએ તેના બોયફ્રેન્ડ ચેન સિંગ સાથે મળીને તેના પતિને રસ્તેથી હટાવવા અને તેને મારી નાખવાની યોજના બનાવી. પોલીસે મહિલા અને તેના ગ્રાહક પ્રેમી ચેન સિંહની ધરપકડ કરીને જેલમાં મોકલી દીધા છે.પ્રેમ અને સેક્સમાં અંધ બનેલી મહિલાએ પોતાના બે માસૂમ બાળકો વિશે વિચાર પણ ન કર્યો. તેના પિતાની હત્યા કરવામાં આવી હતી અને માતા હત્યાના આરોપમાં જેલ પહોંચી હતી.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.