હાર્દિક પટેલનું એલાન, આ તારીખ સુધીમાં પાટીદારો સામેના કેસ પાછા નહીં ખેચાય તો…

પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસને પાછા ખેંચવા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે ધમકી ઉચ્ચારી છે. હવે તેમણે એક નવી રણનીતિ તૈયાર કરીને પત્રકાર પરિષદ યોજી હતી. હાર્દિક પટેલે એવું કહ્યું કે, લાંબા સમય બાદ સરકાર સમક્ષ વાત કરવા પહોંચ્યો છું. સરાકને મારી વિનંતી કે ચેતવણી જે સમજવું હોય એ કોઈ નેતા કે આગેવાન તરીકે નહીં પણ સમાજના આંદોલનકારી તરીકે હું એ કહેવા માંગુ છું કે,આ આંદોલન માત્ર પાટીદાર સમાજનું ન હતું.
તમામ સમાજના લોકોને આંદોલનના લાભ મળ્યા છે. માર્ચ 2017 પછી આનંદીબેન પટેલે કેસ પાછા ખેંચવા માટે કહ્યું હતું. પણ કેસ પાછા ખેંચવા સમાજના અગ્રણીઓ સાથે વાતચીત પણ કરી હતી. આનંદીબેન પટેલે કુલ 140 કેસ પાછા ખેંચ્યા હતા. રાજ્યમાં વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા બાદ પાટીદારો સામે કેસ પાછા ખેંચાયા નથી.
હજું પણ ચારથી પાંચ પાટીદીરો સામે કેસ ચાલું છે. ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા બાદ સમાજ આગેવાન નરેશ પટેલ સહિતના આગેવાનોએ રજૂઆત કરી હતી. હવે અમે કેસ પાછા ખેંચવા માટે આવેદનપત્ર આપીશુ. ધારાસભ્યો અને સાંસદ સભ્યો પાસેથી સમર્થન માંગીશું. જો તેઓ નહીં આપે તો એમના ઘરની બહાર ધરણા કરીશું. ભાજપ સરકાર સાથે વાર્તાલાપ કરવાનો હવે કોઈ અર્થ નથી.
હાર્દિકે કહ્યું કે, મારા કુલ 32 કેસ છે. આ સરકાર સીધી આંગળીએ કોઈ ઘી નહીં કાઢે. મૃત્યુ પામેલા યુવાનોના પરિવારને પણ સાથે રાખીશું. તા.23 માર્ચ સુધીમાં કોઈ નિર્ણય નહીં લેવાય તો અગાઉ જેવું આંદોલન ફરીથી થશે. પદ્માવતી ફિલ્મ વખતે જે કેસ થયા હતા ત્યારે પ્રદીપસિંહ સત્તા પર હતા. જેથી કેસ પાછા ખેંચવામાં આવ્યા હતા. રાજસ્થાનમાં પણ અમારી સરકાર હતી. એ સમયે ગુર્જર પર થયેલા કેસ પાછા ખેંચ્યા છે. જે સમાજના યુવાનોએ ઘરબાર મૂકીને લોકો માટે આંદોલન કર્યું એમના કેસ પાછા ખેંચો.
ચૂંટણી નજીક આવતા ભાજપ સમાજના માણસને મુખ્યમંત્રી બનાવે છે. બાબુ જમનાને પણ ચિંતા હોય તો સમાજ માટે તે રજૂઆત કરે. ના સાંભળે તો તેઓ રાજીનામું આપી દે. OBC, SC, ST સમાજના યુવાનોને લાભ મળ્યો છે. હાર્દિક પટેલે કહ્યું કે, અમારી લડાઈ સત્યના માર્ગે હતી. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પાટીદાર પોલિટિક્સ કરવા માગે છે. જે લોકો પર કેસ થયા છે એ કોઈ વિદેશ જઈ શકતા નથી. એમને કોઈ સરકારી નોકરી મળતી નથી.
હું કોઈ ઈલેક્શન નહીં લડી શકું. ચૂંટણી આવે એટલા આ ચર્ચા નથી કરવી. તા.23 માર્ચ સુધીમાં સરકાર કોઈ નિર્ણય કરે અન્યથા સરકાર આંદોલન માટે તૈયાર રહે. આ સરકારે ડરાવવા અને ધમકાવવા માટે કેસ કર્યા છે. જો પોલીસ સારી હોય તો રાજકોટના કેસની તપાસ કરો. કોંગ્રેસ પક્ષના કાર્યકારી પ્રમુખ પદેથી રાજીનામું આપીને આ આંદોલન કરી શકું. હું કોઈ સરકારથી ડરતો નથી.
સમાજના કોઈ પ્રમુખ ચર્ચા કરે છે ત્યારે સરકાર સાંભળતી નથી. એટલે સમાજના પ્રમુખ કંઈ કરી શકતા નથી. કેટલાક લોકો ફાઈલ કે જમીન પાસ કરાવી આવે છે. સમાજના બે ભાગલા પડી ગયા છે. મારે જો રાજનીતિ કરવી હોય તો કોંગ્રેસ ભવન પર પત્રકાર પરિષદ કરી શકતો. પણ મેં ખાનગી જગ્યા પર આ પરિષદ યોજી. તા1 માર્ચથી પાટીદાર યુવાનો જુદા જુદા ભાજપના ધારાસભ્યો સાથે મુલાકાત કરશે. એમને ગુલાબ આપીને સમર્થન માંગીશું. એમના ઘરની બહાર ધરણા કરીશું. કિશન ભરવાડના મામલે ઘણી સંસ્થાઓ બોલતી હતી. પણ પાટીદાર હિન્દુ છે. એ મામલે કોઈ બોલતું નથી.
પાર્ટીમાંથી નાનામાં નાનો કાર્યકર્તા કે નેતા જાય તો એ ચિંતાજનક છે. ભાજપની વિરોધમાં જયરાજસિંહ ઘણું બોલ્યા છે. જયરાજસિંહને કહીશ કે હવે સરકારને રોજગારી, શિક્ષણની સ્થિતિ વિશે જાણકારી આપે. જયરાજસિંહને એવું હતું કે 55 વર્ષની ઉંમર થઈ ગઈ છે. કોંગ્રેસ એમને શું આપશે. સત્તાના ખોળામાં બેસી જવું જોઈએ. કારણ કે, તેનાથી તમે તાનાશાહી તથા ગુનેગારોને મજબુત બનાવો છો.