હનુમાનજી દાદાનો ચમત્કાર, 90 વર્ષ જુના વડમાં હનુમાનજી દાદાનો એવો ચમત્કાર થયો કે જોવા માટે ભક્તોની ભીડ જામી…

એવું કહેવાય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં હનુમાન ભક્ત અને હનુમાનજીના મંદિર સૌથી વધુ છે. સુરેન્દ્રનગરના વઢવાણમાં હનુમાન મંદિર છે તેમાં અતિપ્રાચીન હનુમાન ડેરી ખાંડીપુલ વિસ્તારમાં 100 વર્ષ જૂની છે. મંદિર અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. અહીં આશરે નેવું વર્ષથી વડનું ઝાડ ડેરીની પાછળ ઉભૂ છે.
હનુમાનજીના મંદિરે વડના ઝાડમાં એક બાળકે હનુમાનજીની ઉપસેલી મૂર્તિ જોઈ ત્યારબાદ આ બાળકે બધા લોકોને કહ્યું જેથી સ્થાનિક લોકો દાદાનો ચમત્કાર થયો હોવાનું જણાવીને દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. આ વડના ઝાડના થડમાં હનુમાનજીની આબેહૂબ આકૃતિ દેખાઈ હતી જેથી દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડ્યા હતા.
આ વડના થડમાં હનુમાનજીની મૂર્તિ છે. કુદરતી રીતે ઝાડનો આકાર એ રીતનો ઉપસેલો છે કે જાણે હનુમાનજી મહારાજ ઉભા હોય. આ વડના ઝાડમાં હનુમાનની મૂર્તિ તરફ એક બાળકનું ધ્યાન ગયું અને તેણે બધા ભક્તોને જણાવ્યું. આ ઝાડમાં હનુમાનનો કુદરતી આકાર, ગદા, મુગટ, ચહેરો, જાણે હનુમાનની રીતસર મૂર્તિ પ્રગટ થઈ હોય તેમ લોકો દર્શન કરવા ઉમટી પડ્યા હતા.
ત્યાંના સ્થાનિક લોકો હનુમાન દાદાનો ચમત્કાર થયો હોવાનું માની રહ્યા છે. જુના વડના ઝાડમાં કુદરતી ઊભરી આવેલી હનુમાનજીની મૂર્તિના દર્શન કરવા માટે ભક્તોની ભીડ જામી છે. મંદિરની સામે રહેતા જીતુભાઈ પરમારે જણાવ્યું કે હું રોજ દીવા કરવા મંદિરે જવું છું. મારી સાથે મારો નાનો પૌત્ર પણ આવે છે તેણે આ આકાર જોયો અને હનુમાનની મૂર્તિ સ્પષ્ટ દેખાય. આ સાથે જ ત્યાંના લોકોની અપારશક્તિ અને ખુબ શ્રદ્ધાથી તેને માને છે અને રોજ પૂજે પણ છે.