હનુમાન દાદાનું પવિત્ર મંદિર કે જ્યાં ભક્તના મનની દરેક મનોકામના થાય છે પૂર્ણ, જરૂર એકવાર દર્શન માટે જજો…

બધા લોકો જાણે છે કે હનુમાન દાદાની મહિમા શું હોય છે, હનુમાન દાદાની મહિમાનું વર્ણન કરવું પણ ખુબજ મુશ્કિલ છે, દાદાના આખા દેશ ભરમાં ખુબજ પ્રાચીન મંદિર આવેલા છે. આજે અમે તમને એક એવા જ હનુમાન દાદા મંદિરના મંદિર વિષે જણાવીશું આ મંદિરને મનોકામના સિદ્ધ હનુમાન દાદા કહેવામાં આવે છે.
મનોકામના સિદ્ધ હનુમાન દાદાનું મંદિર ગાજિયાબાદના કૌશામ્બીમાં છે.ગાજિયાબાદમાં આવેલું આ હનુમાન મંદિર ભકતોની મનોકામના પૂર્ણ કરવા માટે ખુબજ જાણીતું છે. આજથી ૪૦ વર્ષ પહેલા આ મંદિરની સ્થાપના એક પુજારીના કહેવાથી કરવામાં આવી હતી.
કારણ કે તેમને એક અંદેશો થયો હતો કે આ જગ્યાએ હનુમાન દાદાનું વાસ છે. એના પછી લોકોના સાથ સહકારથી હનુમાન દાદાનું મંદિર અહીં બનાવવામાં આવ્યું હતું.અહીં ભક્તો દર્શન કરવા માટે આવતા અને દર્શન કરીને મનોકામના માંગતા મનોકામના પૂર્ણ થતા આ મંદિરનું નામ મનોકામના સિદ્ધ હનુમાન રાખવામાં આવ્યું.
ગાજિયાબાદની સાથે સાથે આ મંદિર આ દેશમાં તેના પરચા અને ચમત્કાર માટે જાણીતું છે. ૪૦ વર્ષોમાં અહીં હજારો ભક્તોને હનુમાન દાદા પરચા થયા છે.મનોકામના સિદ્ધ હનુમાન દાદાની કૃપાથી ગણા લોકોના ઘરે પારણાં બંધાયા છે.
મનગમતી નોકરી મળી છે તો ઘણા લોકોના લગ્ન તેમના આશીર્વાદથી થયા છે. આજે હજારો લોકો આ મંદિરના સાક્ષાત પરચાની સાક્ષી પુરે છે. આજે પણ મનોકામના સિદ્ધ હનુમાન દાદા તેમના દરવાજે આવતા દરેક ભક્તની મનોકામના પૂર્ણ થાય છે.