ગુજરાતના મંત્રીમંડળમાં આ 4 મંત્રીઓ સિવાય સીટ બાકીના 18 મંત્રીઓને કરવી પડશે સીટો ખાલી…

ગુજરાતના મંત્રીમંડળમાં આ 4 મંત્રીઓ સિવાય સીટ બાકીના 18 મંત્રીઓને કરવી પડશે સીટો ખાલી…

માત્ર 4 મંત્રીઓને જ નવા મંત્રીમંડળમાં જગ્યા મળશે
ગુજરાતના 17મા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે ચાર્જ સંભાળ્યો છે. ત્યારે તમામ લોકોના મગજમાં માત્ર એક જ સવાલ છે કે, નવા મંત્રીમંડળમાં કોને સ્થાન મળશે તો કોનું પત્તું કાપશે.ત્યારે સૂત્રોના હવાલેથી મંત્રી મંડળની મોટી ખબર સામે આવી છે કે, માત્ર 4 મંત્રીને જ નવા મંત્રીમંડળમાં જગ્યા મળશે. જ્યારે નવા મંત્રી મંડળમાં 18 મંત્રી બદલવામાં આવશે

પટેલ, ક્ષત્રિય, કોળી અને ઠાકોર સમાજમાંથી 1-1 મંત્રી રહેશે
ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં 4 જ્ઞાતિના મંત્રીઓને સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં પટેલ, ક્ષત્રિય, કોળી અને ઠાકોર સમાજમાંથી 1-1 મંત્રીઓ રહેશે.4 જ્ઞાતિના મંત્રી ઉપરાંતના તમામ મંત્રીઓને બદલાશે.

પ્રજામાં ખોટો મેસેજ ન જાય તે માટે મવડી મંડળનો નિર્ણય
નવા મંત્રીમંડળ અંગે પ્રજામાં ખોટા મેસેજ ન જાય તચે માટે મવડી મંડળનો નિર્ણય લેવામાં આવ્યો છે કે, સૌરાષ્ટ્રમાંથી બે થી ત્રણ મંત્રીઓ યથાવત રહી શકે છે. તેમજ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ એક એક મંત્રી યથાવત રહી શકે છે.

અગાઊ મંત્રી બન્યા ન હોય તેવા ચહેરાઓને સ્થાન નહીં મળે
રાજ્યમાં નવા પ્રધાનમંડળની રચના માટેની ગતિવિધિઓ તેજ થઇ ગઈ છે. નવા મંત્રીમંડળને લઈને વધુ એક મહત્વના સમાચાર જેમાં અગાઉ મંત્રી બન્યા હોય તેવા ચહેરાને નહીં મળે તેમજ તમામ પૂર્વ મંત્રીઓની બાદબાકી થઈ શકે છે. નવા મંત્રીમંડળમાં તમામ નવા ચહેરાઓને મળી શકે છે સ્થાન.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *