હિમાચલ જવાની ક્યા જરૂર છે, ગુજરાત પાસે છે હિલ સ્ટેશનનો ખજાનો

હિમાચલ જવાની ક્યા જરૂર છે, ગુજરાત પાસે છે હિલ સ્ટેશનનો ખજાનો

ફરવાની શોખીન ગુજરાતીઓ માટે આબુ હિલ સ્ટેશન હવે સામાન્ય બની ગયુ છે. ત્યા પ્રવાસીઓની ભીડ પણ ઘણી હોય છે. પણ હિલ સ્ટેશનનો નજારો માણવા ગુજરાતીઓ ઉત્તરાખંડ, હિમાચલ, સિક્કીમ, દક્ષિણ ગુજરાત જતા હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે, ગુજરાતની પાસે પણ સુંદર હિલ સ્ટેશન છે. ગરમી અને ખાસ કરીને ચોમાસામાં આ હિલ સ્ટેશનની સુંદરતા સોળે કલાએ ખીલી ઉઠે છે. વિકેન્ડ પર જવા માટે તેનાથી બેસ્ટ પ્લેસ કોઈ નથી. આજે ગુજરાત (gujarat tourism) ના આવા જ ખાસ હિલ સ્ટેશન (hill station) વિશે જાણીએ..

વિલ્સન પહાડી – Wilson Hills વિલ્સન હિલ્સ ગુજરાતના વલસાડ જિલ્લામાં આવેલું છે. તે ચારેતરફ જંગલથી ઘેરાયેલુ હિલ સ્ટેશન છે. જે ગુજરાતના સૌથી સુંદર હિલ સ્ટેશનમાંનુ એક છે. સુરતથી માત્ર 125 કિલોમીટર દૂર આવેલુ આ હિલ સ્ટેશન પ્રેમીઓ માટે સ્વર્ગ જેવુ વાતાવરણ ઉભુ કરે છે. જ્યા વાદળોથી ઘેરાયેલ પહાડ, લીલોતરીથી ભરેલા વૃક્ષો, ઠંડી હવા, સુખદ હવા અને પહાડીની ચોટી પરથી સમુદ્રનું અદભૂત દ્રશ્ય જોઈ શકાય છે. જો તમને ફોટોગ્રાફીનો શોખ છે, તો અહી આવીને પ્રાચીન ઘાટી, સરોવર અને સૂર્યાસ્તનો નજારો માણી શકો છો. બિરુમલ શિવમંદિર, વિલ્સન હિલ્સ મ્યૂઝિયમ, બિલપુડી ટ્વિન સરોવર અને જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર અહીંના મુખ્ય આકર્ષણ છે.

સાપુતારા – Saputara સાપુતારા ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલું એક પર્યટન સ્થળ છે. જે મુંબઈથી 200 કિમી દૂર અને મુંબઈની બોર્ડરથી માત્ર 4 કિલોમીટર દૂર આવેલુ પશ્ચિમી ઘાટનું સુંદર હિલ સ્ટેશન છે. તે ગુજરાતનું એવુ હિલ સ્ટેશન છે, જે 1000 મીટરની ઊંચાઈ પર આવેલુ છે. ગરમીની મોસમમાં તે પ્રવાસીઓને વધુ આકર્ષિત કરે છે. તો ચોમાસામા તો તેનો નજારો આહલાદક બની જાય છે. સાપુતારામાં આસપાસ અનેક કલાત્મક નજારો પણ માણવા મળે છે. હટગઢ કિલ્લો શિવાજી દ્વારા તેમના શાસનકાળમાં બનાવવામાં આવ્યો હતો. જ્યાં ભગવાન શિવની મૂર્તિઓ જોવા મળે છે.

ડોન હિલ સ્ટેશન Don Hill Station ડોન હિલ સ્ટેશન ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલુ છે. જે માત્ર 1200 લોકોની વસ્તી ધરાવતુ એક ગામ છે. 1000 મીટરની ઊંચાઈ પર આવેુ આ હિલ સ્ટેસન સુરત નજીક આવેલુ પ્રાચીન હિલ સ્ટેશનમાંનુ એક છે. તેનો નજારો મંત્રમુગ્ધ કરી દે તેવો છે. અહી તમે ટ્રેકિંગ, પેરાગ્લાઈડિંગ, કેમ્પિંગ, ડોન મહોત્સવની મજા માણી શકો છો.

પાવાગઢ – Pavagadh પાવાગઢ વડોદરા પાસે આવેલુ છે. તેની પહાડીઓ પરથી ચોમાસામાં વહેતા ઝરણાનું મનોરમ દ્રશ્ય કોઈ સ્વર્ગ જેવી અનુભૂતિ કરાવે છે. સાથે જ તે ટ્રેકિંગ માટે પણ ફેમસ છે. અહી પગલે પગલે પ્રાકૃતિક સૌંદર્ય પથરાયેલુ છે. તેની ઉપર કાલકા માતાનુ મંદિર, ચાંપાનેર કિલ્લો અને જામા મસ્જિદ આવેલી છે.

ગિરનાર – Girnar ગિરનારની પહાડીઓ આખા ગુજરાતમાં ફેમસ છે. અહી જૈન મંદિરોની હારમાળા આવેલી છે. જેથી તે એક ધાર્મિક સ્થળ પણ કહેવાય છે. ગિરનાર ગુજરાતનું સૌથી ઉંચુ હિલ સ્ટેશન છે. જેની 5 પહાડીઓ પર અનેક પ્રાચીન મંદિરો આવેલા છે.

ravi vaghani

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *