ગ્રીષ્માના નાના ભાઈએ કહ્યું- હત્યારા સાથે પહેલા સમાધાન કર્યું હતું છતાં પણ તેણે…

ગ્રીષ્માના નાના ભાઈએ કહ્યું- હત્યારા સાથે પહેલા સમાધાન કર્યું હતું છતાં પણ તેણે…

પાસોદરામાં ફેનિલ પંકજ ગોયાણી નામક યુવકે ગ્રીષ્મા નંદલાલાભાઈ વેકરિયા નામક યુવતીને તેની માતા અને ભાઈની નજર સામે જાહેરમાં રહેંસી નાખી હતી. એક વર્ષથી ગ્રીષ્માને હેરાન કરતા ફેનિલને પરિવારે સમજાવ્યો હોવા છતાં તે શનિવારે ઘરે આવી ગયો હતો. જો કે, તેને ફરી સમજાવવા જતાં ગ્રીષ્માના મોટા પપ્પા-ભાઈને તેણે ચપ્પુના ઘા માર્યા હતા અને હાથમાં જકડી લીધેલી ગ્રીષ્માનું ગળું કાપી નાખ્યું હતું.

ગ્રીષ્માના પિતા નંદલાલભાઈ અને માતા વિલાસબેન હજુ સુધી ગ્રીષ્માના મૃત્યુ અંગે અજાણ છે. નંદલાલભાઈ આફ્રિકાથી મંગળવારે આવ્યા બાદ ગ્રીષ્માની અંતિમ વિધિ કરાશે.

મારું નામ ધ્રુવ નંદલાલ વેકરિયા છે. આજ રોજ મારી બહેન ગ્રીષ્મા મારી મમ્મીને વાત કરતી હતી કે, ‘ફેનિલ 1 વર્ષથી મને હેરાન કરે છે. તેને મામાએ અને પપ્પાના મિત્ર હરેશ કિકાણીએ પણ અગાઉ સમજાવેલ હતો છતાં હેરાન કરે છે. આજે પણ તે ગેટ પાસે આવીને ઊભો છે.’ આ વાત મેં મારા મોટા પપ્પા સુભાષભાઈને કરી હતી. સાંજે 6.00 વાગે હું અને મોટા પપ્પા સમજાવવા માટે ગયેલા અને ફેનિલને કહેલ કે, ‘તું શા માટે ગ્રીષ્માને હેરાન કરે છે?’ તેમ કહેતાં ફેનિલ ઉશ્કેરાઈ તકરાર કરવા લાગ્યો હતો.

તેણે મોટા પપ્પાને પેટના ભાગે ચપ્પુ મારી દીધેલ જેથી હું છોડાવવા જતાં મેં ચપ્પુ પકડી લીધેલ જેથી મને જમણા હાથે ચપ્પુ વાગ્યું હતું. તે પછી તેણે મારા માથાના ભાગે ચપ્પુ માર્યું હતું. એટલામાં ગ્રીષ્મા અને મમ્મી દોડી આવતાં ફેનિલે મારી બહેનને ગળામાંથી પકડી લઈને ગળા પર ચપ્પુ મુકી દીધું હતું,

જેથી મારી બહેન અને અમોએ ઘણી બૂમો પાડી હતી, પણ તેણે મારી બહેનને છોડેલ નહીં તેમજ બધા ગભરાઈ ગયેલ હોવાથી કોઈ વચ્ચે પડેલ નહીં. તેણે મારી બહેનનું ચપ્પુ વડે ગળું કાપી નાખેલ અને પોતાના ખિસ્સામાંથી કોઈ ઝેરી પ્રવાહી બહાર કાઢી પી ગયેલ. બાદમાં પોલીસ આવતાં ફેનિલ પોતાના હાથે ચપ્પુ મારવા લાગ્યો હતો.

7-7 વાર યુવતી ના પરિવાર સાથે હત્યારા યુવકનું સેટલમેન્ટ થયું હતું પરંતુ બદનામી ના ડર થી પરિવારે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.આરોપી ના પિતા એ કહ્યું કે તે અમારા કહ્યા માં નથી અમે તેને ઠપકો આપ્યો હતો કે દીકરી ને હેરાન ના કરે ત્યારે તેણે હા હવે નહીં કરું કહ્યું હતું તેમ છતાં તે સુધર્યો નહિ અને એવું ક્રૂર કાર્ય કર્યું છે જો કાયદો મારા છોકરા ને ફાંસી ની સજા આપશે તો અમને મંજુર છે

યુવતીને ઝડપથી ન્યાય મળે તેના માટે પોલીસને કામે લગાડવામાં આવી છે. સ્પેશિયલ પ્રોસિક્યૂટર પણ આપવામાં આવશે. પરિવારજન જે પણ વકીલને સાથે રાખવા માંગતા હોય તેને તેઓ રાખી શકશે તેનો તમામ ખર્ચ પણ રાજ્ય સરકાર ચૂકવશે. ઐતિહાસિક સમયની અંદર આ ચાર્જશીટ ફાઇલ કરીને આરોપીને દાખલારૂપ સજા બેસે તે પ્રકારની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.