ગ્રીષ્માના પિતાએ કરી વેદના વ્યક્ત, જાણો સરકાર પાસે શું માગણી કરી?

ગ્રીષ્માના પિતાએ કરી વેદના વ્યક્ત, જાણો સરકાર પાસે શું માગણી કરી?

સુરતના પાસોદરા વિસ્તારમાં ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીની હત્યા ફેનીલ ગોયાણી નામના એક યુવક દ્વારા કરવામાં આવી હતી. આ ફેનીલ ગ્રીષ્માની સોસાયટીમાં પહોંચી ગયો હતો અને ત્યારબાદ તેને યુવતીના પરિવારના સભ્યો પર હુમલો કર્યો. ત્યારબાદ ગ્રીષ્માના ગળા પર ચપ્પુ ના ઘા ઝીંકીને તેની હત્યા કરી નાખી હતી. આ ઘટનાને લઇને લોકોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ લોકો આરોપીને ફાંસીની સજા આપવામાં આવે તેવી માગણી કરી રહ્યા છે. આ ઘટનામાં પરિવારના સભ્યો પણ માગણી કરે છે કે, દીકરીને જલદીમાં જલદી ન્યાય આપવામાં આવે. યુવતીના પિતાનું કહેવું છે કે, સરકાર આરોપીને ગમે તેવી સજા કરે પરંતુ આ બાબતે જલ્દી ન્યાય તેમના પરિવારને મળે.

સામાજિક અગ્રણીઓ દ્વારા પણ ગ્રીષ્માના પરિવારના સભ્યોની મુલાકાત કરવામાં આવી હતી. તો બીજી તરફ આ ઘટના બાદ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ પીડિત પરિવારની મુલાકાત લઇ પોલીસ દ્વારા આ મામલે ખૂબ જ ઝડપથી કામગીરી કરવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવી હતી.

ગ્રીષ્મના પિતા નંદલાલભાઈએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, મને સરકાર તરફથી સંપૂર્ણ સહકાર આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત પોલીસ કમિશનર તરફથી પણ મને સહકાર આપવામાં આવી રહ્યો છે. આખા ગુજરાત અને આખા દેશની પબ્લિક મારી સાથે છે. મારી માગણી એટલી છે કે, મારી દીકરીને તાત્કાલિક નહીં મળે. નાની-નાની સમસ્યાઓના કારણે મારી દીકરીના માથે આજે આવું થયું છે. આજે એક દીકરી સમાજના કારણે તેના પિતાને કઈ કહી શકતી પરંતુ આ માટે એક એવો નવો કાયદો બનાવવામાં આવે તો તેનાથી દીકરી પોતાની વાત તેના પિતાને કહી શકે. દીકરી નાની એવી વાત તેના પિતાને એટલા માટે નથી કહી શકતી કે, કાલે સંબંધ કરવામાં મારા પિતાને તકલીફ પડશે તેવું દીકરી વિચારે છે.

તેમને એવું પણ જણાવ્યું હતું કે, હું દીકરીઓને એવો મેસેજ આપુ છું કે તમે આ વસ્તુથી ગભરાશો નહીં અને તમે આવી ઘટનાને લઈને તરત જ તમારા પપ્પાને જાણ કરો. એટલે એવો એક કાયદો બનાવવો કે જવાબદાર વ્યક્તિ 4- 6 મહિનાની અંદર ન છૂટે અને દીકરીઓને મુશ્કેલી ન પડે. મારી દીકરી સાથે જે ઘટના બની છે તેમાં સરકાર આરોપીને જે પણ સજા આપશે તે અમને મંજૂર છે. અમારી માંગણી એટલી જ છે કે, આ ઘટનામાં મારી દીકરીને તાત્કાલિક ન્યાય મળવો જોઈએ.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.