બીજા એક યુવકથી છુટકારો મેળવવા ગ્રીષ્માએ ફેનિલની લીધી હતી મદદ, અને પડી ગઈ ભારે…

બીજા એક યુવકથી છુટકારો મેળવવા ગ્રીષ્માએ ફેનિલની લીધી હતી મદદ, અને પડી ગઈ ભારે…

ગ્રીષ્મા અને ફેનિલનો સંપર્ક દોઢ વર્ષ પહેલા થયો તે અંગેની કેટલીક ચર્ચાઓ હાલમાં ચર્ચાઇ રહી છે. તેમાં અમરોલી કોલેજમાં ગ્રીષ્માની કોઇ યુવાન છેડતી કરતો હતો. તેનાથી તે ત્રાસી ગઇ હતી. દરમિયાન તેણે ફેનિલની મદદ લીધી હતી. બાદમાં ફેનિલે તે યુવાનને ધાક ધમકી આપીને ગ્રીષ્માની મદદ કરી હતી. એવું પણ કહેવાય છે કે ગ્રીષ્મા આ મદદ પછી ફેનિલ જ્યારે સામે મળતો હતો ત્યારે તે સ્વાભાવિક આવકાર આપતી હતી. ત્યારબાદ ફેનિલે ગ્રીષ્માને હેરાન કરવાનુ શરૂ કર્યુ હોવાની વિગત જાણવા મળી છે. દરમિયાન ગ્રીષ્માને આ મદદ લેવાનું ભારે પડી ગયું હતું, આખરે ફેનિલે ગ્રીષ્માનો જીવ લીધો હતો.

અગાઉ છેડતી કરતાં યુવકથી છુટકારો મેળવવા ગ્રીષ્માએ ફેનિલની લીધી હતી
ફેનિલ જ્યારે સામે મળતો હતો ત્યારે તે સ્વાભાવિક આવકાર આપતી હતી
પોલીસ અત્યારે એવું જ માની રહી છે કે, ગ્રીષ્મા અને ફેનીલના પ્રેમસંબંધની વાતો ઉપજાવી કાઢેલી છે
ગ્રીષ્મા-ફેનિલના પ્રેમસંબંધની વાત ખોટી, ફોટો અને ઓડિયો ક્લીપ ફેક છે: પોલીસ
ફેનીલ અને તેના મિત્રની વાતચીતની ઓડિયો ક્લીપ વાયરલ થયા બાદ એવી ચર્ચા ચાલી છે કે પ્રેમમાં દગો મળતાં ફેનીલે હત્યા કરી છે, પરંતુ પોલીસનું કહેવું છે કે, ફેનીલ અને તેના મિત્ર વચ્ચેની વાતચીતની ઓડિયો ક્લીપ ફેક છે. બંનેનો ફોટો પણ મોર્ફ કરાયો છે. પોલીસ અત્યારે એવું જ માની રહી છે કે, ગ્રીષ્મા અને ફેનીલના પ્રેમસંબંધની વાતો ઉપજાવી કાઢેલી છે. પોલીસને અન્ય ઓડિયો ક્લીપ મળ્યા છે. બંનેના ફોન પણ તપાસ માટે મોકલ્યા છે. જેમાં વધુ વિગતો બહાર આવશે.

જોકે, એ વાત ચોક્કસ છે કે ફેનીલ રીઢા ગુનેગાર કરતાં પણ વધુ ખતરનાક છે. તે સાયકો નથી કે નશેડી પણ નથી. તેને માત્ર માવાનું વ્યસન છે. તે અવારનવાર પોલીસને ખોટાં સ્ટેટમેન્ટ આપી ગેરમાર્ગે દોરવા પ્રયાસ કરે છે. ચપ્પુ ક્યાંથી લીધું તેના પણ ફેનીલે ખોટા જવાબ આપ્યા હતા. જો કે, ફેનીલ હોસ્પિટલમાંથી લોકઅપ સુધી આવે એ પહેલાં જ પોલીસે 95 ટકા તપાસ પૂરી કરી લઈ પુરાવા અને સાક્ષીઓની જુબાની લઈ લીધી હોય તેની ચાલ નિષ્ફળ ગઈ હતી.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.