ગ્રીષ્મા હ’ત્યા કેસ:- આરોપી ફેનિલે જેલમાંથી કોલ કરીને સાક્ષી યુવતીને કહ્યું, ‘મારી ફેવરમાં જુબાની આપજે’…

ગ્રીષ્મા હ’ત્યા કેસ:- આરોપી ફેનિલે જેલમાંથી કોલ કરીને સાક્ષી યુવતીને કહ્યું, ‘મારી ફેવરમાં જુબાની આપજે’…

પાસોદરા વિસ્તારમાં રહેતી ગ્રીષ્મા વેકરિયાની ફેનિલ ગોયાણીએ કરપીણ હત્યા કરી હતી. આ કેસમાં બુધવારે જિલ્લા સેવા સત્તામંડળ દ્વારા ગ્રીષ્માના પરિજનોને 5 લાખનું વળતર આપવાની જાહેરાત કરી હતી. આ અંગે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ કહ્યું હતું કે, આ કેસમાં ટ્રાયલ ચાલુ થાય એ અગાઉ ગુજરાત પીડિત વળતર યોજના હેઠળ અરજી કરવામાં આવી હતી.

હત્યાના કેસમાં ટ્રાયલ દરમિયાન જ રૂપિયા પાંચ લાખનું વળતર મળ્યું હોવાનો આ પહેલો કિસ્સો છે. વળતરની રકમમાંથી દોઢ લાખ માતાને, દોઢ લાખ પિતાને, એક લાખ ઇજા પામનારા ભાઇને અને રૂપિયા એક લાખનું વળતર ઇજા પામનાર કાકાને અપાયું હતું.

આરોપી ફેનિલે જેલમાંથી કોલ કરીને સાક્ષી યુવતીને કહ્યું, ‘મારી ફેવરમાં જુબાની આપજે’: આ કેસની ટ્રાયલમાં બુધવારે આરોપી ફેનિલ ગોયાણીની કોલેજ કાળની માનેલી બહેનને ફોન કરવાની હરકત સામે આવી હતી. ફેનલે સાક્ષી યુવતીને કોલ કરીને કહ્યું હતું કે, ‘તું મારી ફેવરમાં જુબાની આપજે.’ જેલમાંથી કરાયેલા આ કોલની વિગતો પોલીસ અને સરકારી વકીલ સુધી પહોંચતાં કોર્ટમાં એક અરજી પણ થઈ હતી જેમાં આરોપી સામે પગલાં લેવા જણાવાયું હતું.

સાક્ષીએ કોર્ટમાં જણાવ્યુ હતું કે, ફેનિલ તેને મારી નાંખવાની વાત કરતો હતો. પરંતુ અમને લાગતું હતું કે તે મજાક કરે છે. હું તેને કહેતી કે તારી તરફ એ ધ્યાન નથી આપતી તો જવા દે. શા માટે પાછળ પડ્યો છે.

જેલરને કહ્યું ‘બેનને કોલ કરવો છે’: સવારે ફેનલે જેલમાં 5 રૂપિયા ભરીને બહેનને કોલ કર્યો હતો. તેણે જેલરને કહ્યું કે ‘મારે મારી બહેનને કોલ કરવો છે. સાક્ષી યુવતીએ જુબાની આપી હતી કે ફેનિલ તેને મારી નાંખવાની વાત કરતો હતો. બનાવના દિવસે પણ કહ્યું હતું કે મારી નાખીશ. ટીવી પર જોયુ ત્યારે મને હત્યાની ખબર પડી.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275