“કાળજા કેરો કટકો મારો હાથથી છૂટી ગયો” ગ્રીષ્માની અંતિમયાત્રામાં ઘરથી સ્મશાન સુધી હજારો લોકો જોડાયા

“કાળજા કેરો કટકો મારો હાથથી છૂટી ગયો” ગ્રીષ્માની અંતિમયાત્રામાં ઘરથી સ્મશાન સુધી હજારો લોકો જોડાયા

સુરતમાં ગ્રીષ્મા વેકરિયા હત્યાના કેસમાં આજે ગ્રીષ્માની અંતિમ વિધિ કરાશે. જેમાં 200 પોલીસકર્મી બંદોબસ્તમાં મુકાયા છે. તથા હત્યા કેસમાં પોલીસે CCTV જપ્ત કર્યા છે. તેમાં હત્યારા ફેનિલે 6 જાન્યુઆરીએ સરથાણાથી ચપ્પુ ખરીદ્યું હોવાના CCTV ફૂટેજ પોલીસે કબજે કર્યા છે. તેમજ સવારે 9:30 કલાકે ગ્રીષ્માની સ્મશાનયાત્રા નીકળશે.

આરોપી ફેનિલનો ગુનાહિત ઈતિહાસ સામે આવ્યો

ઉલ્લેખનિય છે કે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પાસોદરા ગામમાં એક તરફી પ્રેમમાં પાગલ એક 20 વર્ષના યુવકે જાહેરમાં યુવતીનું ગળું કાપીને હત્યા કરી નાંખવાના બનાવથી સમગ્ર રાજ્યમાં સનસનાટી મચી જવા પામી છે. આ ગુનાના આરોપી ફેનિલનો ગુનાહિત ઈતિહાસ સામે આવ્યો છે. બીજી તરફ આ બનાવના પગલે સુરતના પ્રબુદ્ધ નાગરિકો પોલીસ કમિશનરને મળ્યા હતા અને પોતાની રજૂઆત કરી હતી.

ફેનિલની ચોરીના ગુનામાં થઈ ચૂકી છે ધરપકડ

કામરેજની યુવતીની ઠંડા કલેજે હત્યા કરનાર ફેનિલ ગોયાણી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. ગત વર્ષે જ ફેનિલે કતારગામ વિસ્તારમાં ઈનોવા કારની ચોરી કહી હતી. જે બાદ કતારગામ પોલીસે ફેનિલની ચોરીના ગુનામાં ધરપકડ પણ કરી હતી. આ સિવાય ફેનિલ કપલ બોક્સ ચલાવતો હોવાનું પણ સામે આવ્યું છે.

હર્ષ સંઘવીએ પરિવારને ન્યાયની ખાતરી આપી

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી રવિવારે સાંજે પીડિત યુવતીના પરિવારને મળવા તેના ઘરે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ પીડિતાના પરિવારજનોને સાંત્વના આપી હતી અને ઝડપથી ન્યાય અપાવવાની ખાતરી આપી છે.

સુરતમાં કપલ બોક્સનું દૂષણ

અગાઉ સુરતની 16 વર્ષની સગીરા સાથે ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવ્યા બાદ તેની સાથે કપલ બોક્સમાં દુષ્કર્મની ઘટના સામે આવી હતી. જે બાદ પોલીસે હાર્ટ ટૂ હાર્ટ કાફેના માલિક વિરુદ્ધ ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી. કપલ બોક્સ એટલે કપલની પ્રાઈવસી જળવાય તે માટેનું એક પ્રકારનું બોક્સ. જેમાં સૂઈ શકાય તે માટે બેડની પણ સુવિધા હોય છે. આવા કપલ બોક્સમાં આછો પ્રકાશ અને એસીની ઠંડક હોય છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.