સલામ છે આ દાદીને! ભાઈઓ માટે ત્યાગી દીધું જીવન, આજે વૃદ્ધાશ્રમના રોટલા તોડવા થયા મજબૂર…

નાનપણમાં માતા પિતા ગુજરી ગયા. નાના ભાઈઓને મોટા કરવામાં એક બહેનની આખી જિંદગી ઘસાઈ ગઈ. પણ એજ ભાઈઓએ બહેન ને તરછોડી અને વૃદ્ધાશ્રમની વાટ પકડવી પડી. પરંતુ અહીં પણ આ મહિલાનો દુઃખ એ પીછો ન મુક્યો. અને પગમાં ગ્રેગ્રીન થતા રિબાવાની નોબત આવી. જો કે જેનું કોઈ ન હોય તેનો ભગવાન હોય. તેમ એક સેવાભાવી મહિલા આ વૃધ્ધા માટે દેવદૂત બનીને આવ્યા. આજે આ સેવાભાવી મહિલા દીકરી બનીને આ વૃધ્ધા ની સેવા કરી રહ્યા છે. જો કે હવે આ વૃધ્ધા ને પૈસા વગર રાખવા ક્યાં?તે એક સવાલ છે.
ભારતીય સંસ્કૃતિમાં ભાઈ બહેન નો સંબધનું અનેરું મહત્વ છે.મોટી બહેન પોતાના ભાઈઓ માટે પોતાની જિંદગી દાવ ઉપર મુકતા પણ નથી અચકાતી. પણ જિંદગી દાવ ઉપર લગાવ્યા પછી મોટી બહેનને બદલામાં દર દર ની ઠોકર મળે તો. આવું જ કંઈક થયું છે. સુરેન્દ્રનગરના તરુલતા બેન ગણાત્રા સાથે. તરુલતાબેન ગણાત્રા એ પોતાના ભાઈઓને પગભર કરવા પોતાની આખી જિંદગી અને પોતાની ખુશીઓ દાવ ઉપર લગાવી દીધી. માતા પિતા નાનપણમાં ગુજરી જતા પોતાના ભાઈઓ રઝળી ન પડે તે માટે તરુલતાબેન એ આજીવન લગ્ન ન કર્યા. અને મહેનત મજૂરી કરી પોતાના બે ભાઈઓને પગભર કર્યા. પણ પગભેર બનેલા ભાઈઓએ જ્યારે ઋણ ચૂકવવાનો સમય આવ્યો ત્યારે બહેન ને તરછોડી દીધી. અને ન છૂટકે જીવનના છેલ્લા પડાવમાં તરુલતા બેન ને વૃદ્ધાશ્રમમાં આશરો લેવો પડ્યો. પણ કરમની કઠણાઈ તો જુઓ. તરુલતા બેન ને વૃદ્ધાશ્રમમાં પણ રાહત ન મળી..પગે કોઈ જંતુ કરડી જતા ગ્રેગ્રીન થવાની શરૂ થયું. અને યોગ્ય સારવાર કે સર સંભાળ નહિ મળવાને કારણે પગ કપાવવો પડે તેવી નોબત આવી ગઈ. જો કે આ વૃધ્ધા માં જીવનમાં ગાયત્રી રાવલ નામના એક મહિલા દેવ દૂત બનીને આવ્યા અને આ વૃધ્ધા ને સારવાર માટે વિસનગર ખાતે લઈ આવ્યા જ્યાં 10 દિવસ ની સારવાર બાદ વૃધ્ધા રાહત નો શ્વાસ લઈ શક્યા છે.
ગાયત્રી રાવલ આ વૃદ્ધાને સારવાર માટે વિસનગર તો લઈ આવ્યા.અને તબીબ પણ સેવાભાવી હોવાને કારણે વિના મૂલ્યે વૃધ્ધા ની સારવાર કરવાની તૈયારી બતાવી. જો કે વૃધ્ધા ની સારવાર નો પ્રશ્ન ઉકેલાઈ ગયો. પણ હવે આ વૃધ્ધા ને ક્યાં લઈ જવા તે એક મોટો સવાલ છે.આ વૃધ્ધા પાસે હાલમાં એક રૂપિયાનું બેલેન્સ નથી. અને પૈસા વગર હવે તેમને વૃદ્ધાશ્રમમાં પણ કોઈ રાખવા તૈયાર નથી. ત્યારે હવે ગાયત્રીબેન સામે તરુલતા બેન ને ક્યાં લઈ જવા તે એક સવાલ છે.તો બીજી તરફ આ વૃધ્ધા ને આટલી તકલીફ હોવા છતાં પરિવાર નો એક પણ વ્યક્તિ તેમની દરકાર લેવા તૈયાર નથી
જીવનના છેલ્લા પડાવમાં આજે એક વૃધ્ધા ને પરિવાર ની બેરુખી ને કારણે દર દર નો ઠોકર ખાવાની નોબત આવી છે.એક બહેન એ પોતાના ભાઈઓ માટે પોતાની ખુશીઓ ત્યજી દીધી પણ એજ ભાઈઓ આજે બહેન સામે જોવા તૈયાર નથી.ત્યારે જો આવું જ રહેશે તો લોકોનો સંબધ ઉપર થી જ ભરોસો ઉઠી જશે