મહેસાણાના પાલોદર ગામે ચોસઠ જોગણી માતાજીના પ્રાગટ્યોત્સવની ભવ્ય ઉજવણી…

મહેસાણાના પાલોદર ગામે ચોસઠ જોગણી માતાજીના પ્રાગટ્યોત્સવની ભવ્ય ઉજવણી…

મહેસાણા જિલ્લાના યાત્રાધામ પાલોદર ગામે બુધવારે પાચમના દિવસે ચોસઠ જોગણી માતાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પૂજારી પશાભાઈ નાયક, મુકેશભાઈ નાયકના ઘરેથી પંચધાતુના રથમાં સવાર થઈ માતાજી મંદિરે પહોંચ્યા હતા. માતાજીને આગી ચડાવવામા આવી હતી.

રથયાત્રામાં મોટી સંખ્યામાં માઈભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. માતાજીની બપોરે વિશેષ આરતી કરવામાં આવી હતી. જુગ પહેલાની મા જોગણી માતાજીના પરચા અપરંપાર છે, જેને લઇને પ્રાગટ્ય દિવસે દર્શનનું વિશેષ મહત્વ હોવાથી સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં માઈભક્તો વહેલી સવારથી જ યાત્રાધામમાં પહોંચ્યા હતા.

આગામી 29 માર્ચથી બે દિવસ માતાજીની લોકમેળો (જાતર) યોજાશે. 29 માર્ચ ફાગણ વદ અગિયારસના દિવસે ખેડૂત જીવનને સ્પર્શતા સુકન (વર્ષ ફળ નો વરતારો) યજુર્વેદમાં જણાવ્યા પ્રમાણે જોવાશે. જ્યારે 30મી માર્ચ બુધવારે કાળકા માતાની સળગતી સગડીયો નીકળશે. જેના દર્શનનુ અનેરું મહત્વ હોવાથી માઈભક્તો પાલોદર પહોંચે છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.