ગોવિંદભાઈ ધોળકીયાએ વતન દુધાળા ગામે યોજ્યો ઋણ સ્વીકાર મહોત્સવ, જુની યાદો તાજી કરવા ગામની ગલીઓમાં સાયકલ લઈને નીકળ્યા…

ગોવિંદભાઈ ધોળકીયાએ વતન દુધાળા ગામે યોજ્યો ઋણ સ્વીકાર મહોત્સવ, જુની યાદો તાજી કરવા ગામની ગલીઓમાં સાયકલ લઈને નીકળ્યા…

દુધાળામાં આયોજીત ભવ્ય લોકડાયરામાં ગોવિંદભાઈ ધોળકીયાએ દુધાળા ગામને સંપૂર્ણ સોલાર ગામ તરીકે અંદાજે 4 કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવવાની જાહેરાત કરી હતી.આ રીતે આગામી સમયમાં દુધાળા ગામ ભારતનું પ્રથમ સોલાર ગામ બનશે.

હીરાની અગ્રણી કંપની શ્રી રામક્રિષ્ણા એક્સપોર્ટના માલિક અને સુરતના દિગ્ગજ ડાયમંડ ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકીયાએ લીવર ટ્રાન્સપ્લાન્ટ બાદ મળેલ નવજીવનથી તેમના વતન દૂધાળા ગામે ઋણ સ્વીકાર મહોત્સવનું આયોજન કર્યુ હતુ. આ પ્રસંગે અનેક રાજકીય મહાનુભાવો,સામાજિક અગ્રણીઓ, ઉદ્યોગ જગતના મહારથીઓએ ઉપસ્થિત રહી ગોવિંદભાઈ ધોળકીયાને સ્વસ્થ અને દિર્ધાયુ જીવનની શુભકામનાઓ પાઠવી હતી.

ગોવિંદભાઈ ધોળકિયા પાછલા 3 વર્ષથી લીવરની બીમારીથી પીડાતા હતા.હર્નિયાના ઓપરેશન વખતે તેમનું લીવર ખરાબ હોવાનું નિદાન થયુ હતુ.ત્યારબાદ તેમને કમળો થતા લીવર વધારે બગડયુ હતુ.જેથી તેમના શરીરને અનુકુળ થાય તે પ્રકારના ગ્રુપ ધરાવતા લીવરની ઘણા સમયથી તપાસ શરૂજ હતી.

દરમિયાન વલસાડના યોગ શિક્ષિકા રંજનબેન ચાવડાને તારીખ 30 સપ્ટેમ્બરના રોજ અકસ્માત થતા તેમને બ્રેઈનડેડ જાહેર કરાયા હતા. તેમના પરિવારે આંખ લીવર અને કિડનીનું દાન આપવાનું નક્કી કર્યુ હતુ.ગોવિંદભાઈ માટે આ લીવર અનુકુળ હોવાથી તેમને આ લીવરનું દાન આપવામાં આવ્યુ હતુ.

સુરતની કીરણ હોસ્પીટલના કુશળ અને અનુભવી ડોકટર્સની ટીમે સફળ રીતે લીવર ટ્રાન્સપ્લાન્ટ કર્યુ હતુ.આ ઓપરેશન જોખમી હોવા છતા પણ તેને હેમખેમ રીતે પાર પાડનાર ડોકટર્સની ટીમની કામગીરીથી ખુશ થઈને ગોવિંદભાઈએ હોસ્પિટલના સ્ટાફને 1 કરોડ અને 30 લાખ રૂપિયાની રોકડ ભેટમાં આપી હતી.

આ રીતે કુદરતે આપેલા નવજીવનને ગોવિંદભાઈ ધોળકિયા મનભરીને માણી રહ્યાં છે. ઇશ્વરની અસીમ કૃપા અને સગા, સબંધીઓ-સ્નેહીઓની શુભેચ્છાઓ બદલ ગોવિંદભાઈ ધોળકીયાએ વતન દુધાળા ગામે ઋણ સ્વીકાર મહોત્સવ યોજ્યો છે.જેમા તેઓએ સાયકલ પર ગામની ગલીઓમાં ફરીને જુની યાદો તાજી કરી હતી.

ગોવિંદભાઈ ધોળકિયા સુરતની અગ્રણી કંપની શ્રીરામકૃષ્ણ એક્સપોર્ટના માલિક છે.તેમનો વેપાર દેશ-વિદેશ માં ફેલાયેલ છે.વળી તેઓ તેમના ઉદાર અને સરળ સ્વભાવને લઇને ખુબ જાણીતા છે.તેઓ રામમંદિર નિર્માણ માટેની ગુજરાત નીધીના અધ્યક્ષ પણ છે. તેમણે રામ મંદિરના નિર્માણ માટે પણ 11 કરોડ રૂપિયાનું દાન આપ્યુ છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.