સુરતમાં જાહેરમાં ગળુ કાપનારા વિશે ગોપાલ ઈટાલીયાએ કહ્યુ- રોબોટ મુખ્યમંત્રી ભાજપના પ્રદેશ પ્રમુખના આદેશ પ્રમાણે હાજી…હાજી…કરવામાં વ્યસ્ત છે…

સુરતમાં જાહેરમાં ગળુ કાપનારા વિશે ગોપાલ ઈટાલીયાએ કહ્યુ- રોબોટ મુખ્યમંત્રી ભાજપના પ્રદેશ પ્રમુખના આદેશ પ્રમાણે હાજી…હાજી…કરવામાં વ્યસ્ત છે…

રાજ્યમાં મહિલા કે પછી યુવતીઓ હુમલા, છેડતી કે પછી બળાત્કાર થવાના કિસ્સાઓમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે સુરત જિલ્લાના કામરેજમાં આવેલા પાસોદરા ગામમાં એક યુવતીની હત્યાની એક તરફી પ્રેમમાં પાગલ દ્વારા પ્રેમી દ્વારા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના બાદ યુવકે પણ ઝેરી દવા પી લીધી હતી અને પોતાના હાથની નશ પણ કાપી નાંખી હતી. આ સમગ્ર ઘટનાને લઇને કામરેજ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

આ ઘટના બાદ વિપક્ષે પણ ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ ફેસબૂક પર એક પોસ્ટ શેર કરીને ગુજરાત સરકાર વિશે કહ્યું હતું કે, ગુજરાતમાં ભાજપના રાજમાં હત્યારાઓ, ગુંડાઓ અને બુટલેગરો બેફામ બન્યા છે. સીધા-સાદા માણસો સિવાય કોઈને પણ પોલીસ, કાયદો કે અદાલતની બીક રહી નથી. નવીનવાઈના ગૃહમંત્રી બનેલા હ(ર્ષ)ત્યારા સંઘવી હિરોગીરી કરવામાંથી નવરા નથી પડતા..

ઈટાલિયાએ લખ્યું કે, હ(ર્ષ)ત્યારા સંઘવી હિરોગીરી કરવામાં વ્યસ્ત, ગુંડાઓ ગુંડાગીરીમાં અલમસ્ત. રોજ હત્યા, બળાત્કાર, લુંટ, અપહરણ, ચોરી, વ્યાજખોરી વગેરે વગેરે સમાચારોથી લથબથ થયેલું લાલચોળ છાપું આવે છે કારણ કે. જનતા બિચારી આ મોંઘવારીમાં પોતાનું અને પરીવારનું ભરભોષણ કરવામાં, ઘરના ચાર છેડા ભેગા કરવામાં વ્યસ્ત છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પેજ પ્રમુખનું મજબુત સંગઠન બનાવી 182 સીટનો ટાર્ગેટ સિદ્ધ કરવામાં વ્યસ્ત છે.

ઈટાલિયાએ લખ્યું કે, કહેવાતા રોબોટ મુખ્યમંત્રી ભાજપના પ્રદેશ પ્રમુખના આદેશ પ્રમાણે હાજી…હાજી…કરવામાં વ્યસ્ત છે. નવીનવાઈના ગૃહમંત્રી હ(ર્ષ)ત્યાર સંઘવી પોલીસનો દુરઉપયોગ કરીને વિરોધ પક્ષના નેતાઓ અને હોદ્દેદારોને ધમકાવામાં, ખોટા કેસો કરાવામાં, વિરોધ પક્ષના લોકોને યેનકેન પ્રકારે દબાણ ઉભું કરવામાં અને તેને ભાજપમાં જોડવામાં તેમજ મિડિયામાં હિરોગીરી કરવામાં વ્યસ્ત છે.

ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું કે, નવી વહુ જેવા મંત્રીઓ આવતી ટર્મમાં કદાચ મંત્રી ન બને એટલે હવે એક જ વર્ષ બાકી રહ્યુ છે તો થાય એટલું ધરભેગુ કરી લઈએ એવું માનીને ધરભેગુ કરવામાં વ્યસ્ત છે. ભાજપના ધારાસભ્યો ‘નો રિપીટ થિયરી’થી ટીકીટ કપાઈ જશે એવા ડરે પ્રદેશ પ્રમુખને વહાલા બની જવા પોતાના વિસ્તારમાંથી ફડં ભેગુ કરી પ્રદેશ પ્રમુખના ચરણોમાં ધરવામાં વ્યસ્ત છે.

કેટલાક ભ્રષ્ટ ઉચ્ચ પોલીસ અધિકારી પોતાના વિસ્તારમાં આવતી અરજીઓમાં તોડબાજી કરવામાં અને ટકાવારી માંગવામાં વ્યસ્ત છે. સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ પોતાના વિસ્તારમાં ચાલતા બે નંબરોના કામોમાં હપ્તા ઉઘરાવવામાં, ભાજપના કોઈ નેતા, ધારાસભ્ય કે કોર્પોરેટરનો શું આદેશ છે તે માનવામા અને સોશીયલ મિડીયામાં ભાજપના નેતાઓ વિરુદ્ધ કોણ શું લખે છે કે શું બોલે છે એવા ધણા બધા ફાલતુ કામોમાં વ્યસ્ત છે.

ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું કે, ભાજપના પ્રવક્તાઓ ટીવી ડિબેટમાં રાડારાડી અને માથાકૂટ કરવામાં વ્યસ્ત છે. ટૂંકમાં બધા પોત-પોતાની રીતે વ્યસ્ત છે એટલે જ ભાજપના રાજમાં ગુંડાઓ, મવાલીઓ, લુખ્ખાઓ, ટપોરીઓ, બે-નંબરીયાઓ, તોડબાજો, વ્યાજખોરો, ભ્રષ્ટાચારીઓ, ભેળસેળીયાઓ, ખંડણીખોરો, પેપરફોડુંઓ, બળાત્કારીઓ અને માફીયાઓ ભાજપના ભષ્ટ્ર નેતાઓની મદદથી ગુનાખોરી આચરવામાં મસ્ત છે. હિરોગીરી કરનાર ગૃહમંત્રી હ(ર્ષ)ત્યારા સંઘવી રાજીનામું આપે..

સુરતના કામરેજમાં પ્રેમમાં પાગલ યુવકે યુવતીનું જાહેરમાં ગળુ કાપીને હત્યા કરી

રિપોર્ટ અનુસાર સુરત જિલ્લાના કામરેજમાં આવતા પાસોદરા ગામ નજીક એક સોસય્તાતીમાં રહેતી 21 વર્ષની યુવતી ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીનો પીછો ફેનિલ નામનો એક યુવક કરતો હતો. ફેનિલ સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવતી રચના સોસાયટીમાં રહેતો હતો. ફેનિલ ગ્રીષ્માના પ્રેમમાં પાગલ હતો. ફેનિલ ગ્રીષ્માનો અવાર નવાર પીછો કરતો હોવાના કારણે યુવતીએ સમગ્ર ઘટનાની જાણ તેના પરિવારના સભ્યોને કરી હતી. તેથી ગ્રીષ્માના પરિવારના સભ્યોએ સમગ્ર મામલે ફેનિલને ઠપકો આપ્યો હતો.

આ ઠપકાનું ફેનિલને લાગી આવ્યું હતું. તેથી શનિવારે સાંજના સમયે ફેનિલ એક ચપ્પુ લઇને ગ્રીષ્માના ઘર નજીક પહોંચ્યો હતો. ત્યારબાદ તેને ગ્રીષ્માની સોસાયટીમાં જઈને ગ્રીષ્માને બંધક બનાવી લીધી હતી અને ત્યારબાદ ગ્રીષ્માના ગળા પર ચપ્પુ મૂકી દીધું હતું. ત્યારબાદ તેને રોષે ભરાઈને ગ્રીષ્માનું ગળું કાપી નાંખ્યું હતું. આ ઘટનામાં ગ્રીષ્માને ગળાના ભાગે ગંભીર ઈજાઓ થઇ હોવાનું કારણે તેનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું.

ગ્રીષ્માની હત્યા કર્યા બાદ ફેનીલે પણ પોતાના હાથની નશ કાપી નાંખી હતી અને ઝેરી દવા પીધી હતી. આ ઘટનાની જાણ સ્થાનિક લોકોએ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે ગ્રીષ્માના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ તપાસ શરૂ કરી હતી. હત્યારા ફેનિલે પણ પોતાના હાથની નશ કાપી લીધી હોવાના કારણે તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર હત્યારા ફેનિલની તબિયત ગંભીર છે અને તેની સારવાર લઇ રહી છે. તો બીજી તરફ આ ઘટનાની જાણ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને થતા તેમને ગ્રીષ્માના પરિવારના સભ્યોની સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી અને આ મામલે યોગ્ય તપાસની બાંહેધરી પણ આપી હતી. તો બીજી તરફ આ ઘટના બાદ પૂર્વ ધારાસભ્ય પ્રફૂલ પાનસેરીયા મૃતક યુવતીના પરિવારના સભ્યોને સાંત્વના પાઠવવા માટે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. આ ઘટનામાં ગ્રીષ્માના પરિવારના સભ્યોએ પણ હત્યારા સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરી છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.