ખેડૂતો માટે ખુશખબર, ઘેર બેઠા ખેડૂતોને વાહન પર મળે છે રૂ.75000 સબસિડી, આજે જ આ રીતે કરો અરજી…

ખેડૂતો માટે ખુશખબર, ઘેર બેઠા ખેડૂતોને વાહન પર મળે છે રૂ.75000 સબસિડી, આજે જ આ રીતે કરો અરજી…

ખેડૂતોને માલવાહક વાહન માટે સરકાર તરફથી સહાય આપવા માટે યોજના બનાવવામાં આવી છે જેમાં 50થી 75 હજાર રૂપિયા સુધીની સબસિડી મળી શકે છે.

ઘેર બેઠા ખેડૂતો માટે વાહન પર મળે છે સબસિડી
કિસાન પરિવહન યોજનામાં ઉઠાવો લાભ
75 હજાર સુધીની મળે છે સહાય

ગુજરાતનાં ખેડૂતો માટે અનેક પ્રકારની યોજનાઑ સરકાર દ્વારા ચલાવવામાં આવે છે જેમાં ખેતીના સાધનોની ખરીદીથી લઈને વાહનો માટે પણ સબસિડી આપવામાં આવી રહી છે. ત્યારે Kisan Parivahan Yojana શું છે અને તેમાં કઈ રીતે તમે પણ લાભ લઈ શકો છો તે જાણવા માટે વાંચો અહેવાલ.

સરકાર દ્વારા ખેડૂતોને યોજનાઓની માહિતી પહોંચાડવા અને ઓનલાઈન જાતે જ અરજી કરી શકે તે માટે iKhedut Portal બનાવવામાં આવ્યું છે જેની મદદથી તમે પણ જાતે જ ઓનલાઈન તમામ યોજનાઓની જાણકારી મેળવીને અરજી પણ કરી શકો છો.

ખેડૂતો પાક ઉગાડે પછી તેને માર્કેટયાર્ડ સુધી લઈ જવા માટે પરિવહન માટે ટ્રેક્ટર જેવા સાધનોની જરૂર પડે છે. જોકે ઘણા ખેડૂતો માલવાહક વ્હીકલ પણ વાપરતા થયા છે ત્યારે સરકાર દ્વારા કિસાન પરિવહન યોજના 2022 બહાર પાડવામાં આવી છે. આવા વાહન ખરીદવા માટે સરકાર તરફથી સબસિડી આપવામાં આવે છે જેની અરજી ઓનલાઈન જ કરી શકાય છે.

કોણ લઈ શકે છે લાભ?
ગુજરાત રાજ્યના તમામ ખેડૂતો આ યોજનામાં લાભ લઈ શકે છે

કેટલી મળશે સબ્સિડી?

નાના, સીમાંત, મહિલા, SC/ST ખેડૂતોને કુલ ખર્ચના 35 %અથવા 75,000/- બે માંથી જે ઓછું હોય તે
સામાન્ય અને અન્ય ખેડૂતોને કુલ ખર્ચના 25% અથવા 50,000/- બે માંથી જે ઓછું હોય તે

કોને મળી શકે છે આ સબ્સિડી?
આ યોજનાનો લાભ ગુજરાતનાં ખેડૂતોને મળી શકે છે
ખેડૂત પોતાની જમીન ધરાવતો હોવો જોઈએ તથા પોતાની જમીનનું રેકોર્ડ અથવા 7/12 ના ઉતારાની નકલ હોવી જોઈએ
ખેડૂત વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતા હોય તો પણ આ યોજનાનો લાભ મેળવી શકે છે
જૉ એક વાર લાભ મળ્યો હોય તો ઓછામાં ઓછા પાંચ વર્ષ બાદ બીજી વાર લાભ મેળવી શકે છે

સબ્સિડી ત્યારે જ મળશે જ્યારે આ શરતો પૂરી કરશો

આ યોજના માટે પેનલમાં સમાવેશ થયેલ ઉત્પાદકના માન્ય વેપારી(વિક્રેતા) પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહેશે.
ખેડૂત આ સહાય મેળવવા માટે પાકું લાઈસન્‍સ ધરાવતો હોવો જોઈએ.

કયા દસ્તાવેજની પડશે જરૂર?

1. તમારી જમીનની 7-12ની કૉપી
2. રેશનકાર્ડની કૉપી
3. આધારકાર્ડની કૉપી
4. SC અથવા ST કેટેગરીના ખેડૂત હોવ તો તેનું સર્ટિફિકેટ
5. લાઈસન્‍સ
6. બેંક ખાતાની પાસબુક
7. મોબાઈલ નંબર
8. ટ્રાઈબલ વિસ્તારના લાભાર્થીઓ માટે વન અધિકાર પત્રની નકલ (હોય તો)
9. આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો

ઓનલાઈન અરજી કરવા માટેનું આધિકારીક પોર્ટલ:
https://ikhedut.gujarat.gov.in/

કઈ રીતે કરશો ઓનલાઈન અરજી?
આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો ઘેર બેઠા જાતે જ ઓનલાઈન અરજી કરી શકે છે

STEP-1
ગૂગલ સર્ચ કરીને ikhedutl Portal 2022 ની વેબસાઇટ ખોલવી અને તેમાં ‘યોજના’ પર ક્લિક કરવું

STEP-2
યોજના પર ક્લિક કર્યા બાદ ‘ખેતીવાડી યોજનાઓ’ પર ક્લિક કરવું જે બાદ અનેક યોજનાઓ ખુલશે, તેમ કિસાન પરિવહન યોજના પર ક્લિક કરવું.

STEP-3
યોજનાની માહિતી વાંચ્યા બાદ અરજી કરો પર ક્લિક કરવાનું રહેશે. જે બાદ જો પહેલાથી જ આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ હશે તો હા અને ન કર્યું હોય તો પહેલા રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને તે બાદ આગળની પ્રક્રિયા કરી શકાશે.

STEP-4
પહેલેથી જ રજીસ્ટ્રેશન કરેલ હશે તો જે તે ડોક્યુમેન્ટ સબમિટ કરાવીને એપ્લિકેશન સેવ કરવાનું રહેશે.

STEP-5
ફરીથી આખી અરજી વાંચીને એપ્લિકેશન કન્ફર્મ કરવાનું રહેશે, જેની પ્રિન્ટ પણ મેળવી શકાય છે.

STEP-6
જૉ તમે ikhedut portal પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.