અચ્છે દિન યથાવત, સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ખુબ મોટો વધારો…

અચ્છે દિન યથાવત, સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ખુબ મોટો વધારો…

ભાવ વધારે લોકોનું જીવન જીવવું મુશ્કેલ કરી દીધું છે. રોજ તો ભાવ વધારો સામાન્ય માણસ માટે ખૂબ જ મુશ્કેલી જનક સાબિત થાય છે. કારણકે રોજ ભાવ વધવાથી સામાન્ય માણસોને ઘર ચલાવવા જેટલા રૂપિયા જોઈએ તેના કરતાં હવે વધારે રૂપિયાની જરૂર પડે છે. એક બાજુ કોરોના આવ્યા પછી રોજગારી તેમજ વેપાર-ધંધા ધીમા પડતા જાય છે…

તો બીજી બાજુ આ ભાવ વધારો દિવસેને દિવસે ખૂબ જ વધવા લાગ્યો છે. હાલ કપાસિયા તેલ અને સીંગતેલમાં ભાવો એટલા બધા વધી ગયા છે કે, મધ્યમ વર્ગીય લોકો માટે ખરીદવા મુશ્કેલ બની ગયું છે. કારણ કે સીંગતેલમાં 30 રૂપિયા નો જ્યારે કપાસિયા તેલમાં ૪૦ રૂપિયા નો એક સામટો વધારો જીકી નાખવામાં આવ્યો છે.

હાલ સીંગ તેલના ડબ્બાનો ભાવ 2400 રૂપિયાને આંબી ગયો છે. સરકાર આ ભાવને અંકુશ રાખવામાં નિષ્ફળ નીવડી છે. કારણકે મોટા મોટા વ્યાપારી લોકો તેનો સંગ્રહ કરી રહ્યા છે. જેને કારણે ખાદ્યતેલના ભાવમાં એક સામટું વધારો નોંધાય છે. લોકોની માંગ ખુબ જ છે જ્યારે ઉત્પાદન ઓછું છે..

તેમાં પણ સંગ્રહખોરી લોકો સીંગતેલ કપાસિયા તેલ નો સંગ્રહ કરી રાખે છે. જેને કારણે માર્કેટમાં તેલની અછત ઉભી થવાથી ભાવ દિન-પ્રતિદિન વધવા લાગ્યા છે. ગઈકાલે સિંગતેલના ડબ્બામાં 30 રૂપિયા જ્યારે કપાસિયા તેલના ડબ્બામાં 40 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો…

સીંગ તેલના ડબ્બાનો ભાવ 2400 રૂપિયા થઈ ગયો છે. જ્યારે કપાસિયા તેલના ડબ્બા નો ભાવ 2380 રૂપિયા થઈ ગયો છે. હજુ આમને આમ વધારો થોડા દિવસ સુધી કરવામાં આવશે તો સીંગતેલ નો ભાવ 2500 થી 3000 રૂપિયા થઈ જતા વાર નહી લાગે. તેમજ આ ખાદ્ય તેલોની સાથે-સાથે મકાઈ તેમજ પામોલીન તેલ પણમાં પણ વધારો થઇ રહ્યો છે.

સીંગતેલ અને કપાસિયા તેલના ભાવ વધતા લોકો મકાઈ તેમજ પામોલીન તેલ ખાવા માટે મજબુર બન્યા છે. રોજ રોજ ભાવ વધારો સહન ન કરી શકતા લોકો માટે એક સમયે આ તેલ ખાવું મુશ્કેલ જ નહી પરતું ના મુમકીન બની શકે છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275