દેવી લક્ષ્મી કેમ દબાવે છે ભગવાન વિષ્ણુના પગ 100 માંથી 99 લોકો આ વાત નહીં જાણતા હોય…

દેવી લક્ષ્મી કેમ દબાવે છે ભગવાન વિષ્ણુના પગ 100 માંથી 99 લોકો આ વાત નહીં જાણતા હોય…

આજે અમે તમને જણાવી રહ્યાં છે કે માતા લક્ષ્મી અને જગતના પાલનહાર ભગવાન વિષ્ણુ વિશે કેટલાક એવા તથ્યો જે કદાચ તમે નહીં જાણતા હોય. હંમેશા તમે ચિત્રો જોયા હશે કે માતા લક્ષ્મીને હંમેશા ભગવાન નારાયણના પગ દબાવતા નજર આવે છે. પરંતુ કદાચ તમે તેમના મુખ્ય કારણ વિશે વિચાર્યું પણ નહીં હોય, કારણ કે તમને એ લાગતુ હશે કે નારાયણ અને લક્ષ્મી મનુષ્યોને એ દેખાડવા ઈચ્છે કે નારીની જગ્યાએ પતિઓના પગમાં જ હોય છે પછી તે સ્વંય લક્ષ્મી જ કેમ ન હોય.

પરંતુ વાસ્તવમાં એવું નથી કે માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુજીના પગ દબાવે છે કારણ કે શાસ્ત્રો અનુસાર, સ્ત્રીઓના હાથમાં દેવગુરૂ બૃહસ્પતિ વાસ કરે છે અને પુરૂષોના પગમાં દૈત્યગુરૂ શુક્રચાર્યનો વાસ હોય છે. એટલા માટે જ્યારે કોઈપણ મહિલા પોતાના પતિના પગ દબાવે છે તો દેવ અને દાનવોના મળવાથી ધનલાભ થાય છે.

પૌરાણિક કથા અનુસાર
અલક્ષ્મી પોતાની બહેન લક્ષ્મીથી અત્યંત ઈર્ષ્યા રાખે છે. તે જરા પણ આકર્ષક નથી, તેમની આંખો ભડકેલી, વાળ ફેલાયેલા અને મોટા મોટા દાંત છે. ત્યાં સુધી કે જ્યારે પણ દેવી લક્ષ્મી પોતાના પતિ સાથે હોય છે, અલક્ષ્મી ત્યાં પણ તે બંને સાથે પહોચી જતી હતીં.

પોતાની બહેનનું વર્તન દેવી લક્ષ્મીને બિલકુલ પસંદ ન આવ્યું અને તેમણે અલક્ષ્મીથી કહ્યું કે તમે મને અને મારા પતિને એકલા કેમ નથી છોડી દેતાં. આમના પર અલક્ષ્મીએ કહ્યું કે કોઈ મારી આરાધના નથી કરતું. મારે પતિ પણ નથી, એટલા માટે તમેં જ્યાં જાવ છો, હું તમારી સાથે રહીશ.

તેમના પર માતા લક્ષ્મી ક્રોધિત થઈ ગયાં અને આવેગમાં તેમણે અલક્ષ્મી શ્રાપ આપ્યો કે મૃત્યુના દેવતા તારો પતિ છે અને જ્યાં પણ ગંદગી, ઈર્ષ્યા, લાલચ, આળસ, રોષ હશે, તુ ત્યાં જ રહીશ. આ પ્રકાર ભગવાન વિષ્ણુ અને પોતાના પતિના ચરણોમાં બેસીને માતા લક્ષ્મી તેમના ચરણોની ગંદગીને દૂર કરે છે, જેથી અલક્ષ્મી તેમના નજીક ન આવી શકે. આ રીતે તે પતિને પરાય સ્ત્રીથી દૂર રાખવાની દરેક સંભવ પ્રયાસ કરી રહ્યાં છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *