અલ્પા પટેલ, કિંજલ દવે બાદ હવે ગીતાબેન રબારી વિદેશ પ્રવાસે નીકળ્યા -તસ્વીરો

અલ્પા પટેલ, કિંજલ દવે બાદ હવે ગીતાબેન રબારી વિદેશ પ્રવાસે નીકળ્યા -તસ્વીરો

અત્યારે ગુજરાતી કલાકારો ઉનાળાની રજામાં ફરવા ની મોજ માણી રહ્યા છે. હમણાં જ કિંજલ દવે પોતાના ભાઈ અને જેની સાથે તેમના લગ્ન થવાના છે તેની સાથે દુબઈમાં પ્રવાસે નીકળી છે. તેમની સાથે લોકપ્રિય ગાયિકા ઉર્વશી રાદડિયા પણ સાથે જોવા મળી હતી. આ સિવાય હાલમાં જ પ્રભુતામાં પગલાં માળનાર અલ્પાબેન પટેલ એ પણ લગ્ન જીવનની શરૂઆત કર્યા પછી હનીમુન માટે અદમાન નિકોબાર આઇલેન્ડ પર જોવા મળ્યા હતા. ત્યારે અત્યારે ફરી એકવાર લોકપ્રિય ગાયિકા ગીતા બેન રબારી પણ હવે વિદેશ પ્રવેશ જવા માટે નીકળી ગયા છે.

તમને જણાવી દઈએ કે પ્રોગામ માટે અને ફરવા માટે ગીતા રબારી અવારનવાર દેશ વિદેશમાં જરી રહેતી હોય છે. ત્યારે હમણા જ તેમને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને પોતાની યુએસ જવાની માહિતી પોતાના ચાહકો ને શેર કરી ને બતાવી છે. ઇન્સ્ટાગામમાં તેમને દિલ્હી એરપોર્ટ ની તસ્વીર પોસ્ટ કરી છે. અને ત્યારબાદ યુએસએ પોહચતાં જ તેમને બીજી એક પણ તસ્વીર પણ પોસ્ટ કરી છે. ખરેખર ગીતા બેન રબારી પોતાના જીવનમાં ખૂબ જ આગળ વધી રહી છે. પોતાની આગવી શૈલી દ્વારા આજે સંગીતની દુનિયામાં નામના મેળવીને પતે ખુબ જ પ્રખ્યાત અને આગળ વધી રહ્યા છે.

એક નાના એવા ગામ માંથી આવેલી ગીતા રબારીએ પોતાના સુરીલા કંઠે ગીતો ગાઈને આજે ખાલી ગુજરાતીઓ માટે જ નહીં પણ દેશ વિદેશોમાં પોતાની નામની અલગ જ ઓળખ બનાવી લીધી છે. અત્યારે તો ગીતાબેન રબારી અમદબાવાદમાં યોજાયેલ શ્રી સ્વામિનારાયણ મંદિર કાલપુરનાં 200 વર્ષ પૂર્ણ થતાં પર્વ મોહત્સવ માં તે જોવા મળ્યા હતા. ત્યારે તેમની ભજન્ન અને ભક્તિની તો જોવા જેવી હતી. આ કાર્યક્રમ પૂરો કરીને તે તરત જ હવે યુએસએ જવા માટે નીકળ્યા છે.

અત્યાર સુધી મોટેભાગે તેઓ જાહેર કાર્યક્રમમાં પોતાનો પારંપરિક વેશ માં જ જોવા મળતા હતા. તે મોટેભાગે તે પોતાના અંગત જીવનમાં મોર્ડન કપડાઓ પણ પહેરતા હોય છે. અને ઘરમાં તો તેઓ એકદમ સરળ અને સાદગી પૂર્ણ જીવન જીવે છે. અત્યારે તો તેમની આ સફરમાં તેઓ પેન્ટટોપમાં ખુબ જ સુદંર લાગી રહ્યા છે. ખરેખર આ ગીતા બેનની આ સુંદરતા જોઈને બધા લોકો તેમના ચાહક બની જતા હોય છે.હજુ તો તેમની ટ્રીપ નો અગાસ જ કર્યો છે. ત્યારે તેમના અનેક ફોટા આઓ વાયરલ પણ થવા લાગ્યા છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275