ગિરનારની ગોદમાં અનેક વર્ષોથી બિરાજમાન કાશ્મીરી બાપુ! જેમનું આયુષ્ય કેટલું છે,એ આજ સુધી કોઈને ખબર નથી.

ગિરનારની ગોદમાં અનેક વર્ષોથી બિરાજમાન કાશ્મીરી બાપુ! જેમનું આયુષ્ય કેટલું છે,એ આજ સુધી કોઈને ખબર નથી.

જ્યારે તમે ગિરનાર આવો ત્યારે ગિરનારની પર્વતમાળાની પાછળ આવેલ અતિ રમણીય સ્થાનો આવેલા છે, જેની તમે અચૂક મુલાકાત લેવી જોઈએ. આ સ્થળે તમે ચાલીને જ જઇ શકશો તેમજ ખરેખર તમને પ્રકૃતિનો અનેરો આનંદ મળશે.જો તમે નેચર લવર્સ કે પછી એડવેન્ચર લવર્સ હોય તો આ સ્થળની અવશ્ય મુલાકાત લેજો. કારણ કે જંગલોની વચ્ચે તમેં ટ્રેકિંગ કરી શકશો આવો લ્હાવો ભાગ્યે જ મળે છે.

કાશ્મીરી બાપુના આશ્રમ જતી વખતે તમે સરખડિયા હનુમાનજીનાં દર્શન નો લાભ મળશે અને સાચું કહું તો આ સ્થાન પિકનીલ પોઈન્ટ પણ છે જ્યાં લોકો વન ભોજન માટે અચુક આવે છે. જંગલો ની વચ્ચે કુદરતી સૌંદર્યને માણતા તને બાપુમાં આશ્રમે પહોંચશો. અહીંયા બિરાજમાન બાપુ કેટલા વર્ષનું આયુ ધરાવે છે, એ આજ સુધી કોઈ નક્કી નથી કરી શક્યું, અહીંયા એક દેવી પણ છે. આશ્રમ સદાવ્રત ચાલે છે, કોઈપણ યાત્રાળુઓને પ્રસાદ લીધા વિના પાછા નથી જવા દેવામાં આવતા. જ્યારે પણ જૂનાગઢ આવો ત્યારે અહીંયા અચૂક આવજો.

કાશ્મીરીબાપુનું ખૂબ જ અનેરું મહત્વ છે, અને આજ સુધી કોઈ નથી જાણી શક્યું કે, કાશ્મીરીબાપુનું આયુષ્ય કેટલું છે! એવું કહેવાય છે કે, જ્યારે જીણા બાબા હતા ત્યારે પણ તેઓ તેમની સાથે જ હતા, બાપુનું તેજ એવું છે કે, તેમને જોતા કોઈપણ તેમની આયુને આંકી ન શકે. ખબર નહીં અનેક વર્ષોથી તેઓ અહીંયા ગિરનારની ગોદમાં બિરાજમાન છે. ખાસ કરીને તેઓ આશ્રમની કુટીરમાં રહે છે અને લોકો તેમના દૂરથી જ દર્શન કરી શકે છે. બાપુ ક્યારેય હવે જાહેરમાં આવતા નથી તેમજ વાતો પણ નથી કરતા.

જયારે તમે કાશ્મીરી બાપુના આશ્રમ જાઓ ત્યારે તમને બાપુ ક્યારેય પણ પ્રસાદ લિધા વગર પાછા ન આવા દે. બાપુના દર્શન કરવા જાઓ ત્યાં જ બાજુમાં પ્રસાદ રાખેલ હોય છે અને બાપુ તમને આર્શીવાદ આપશે. ગિરનારની ગોદમાં અનેક વર્ષો થી તેઓ અહીંયા છે, તેમની શિવ ભક્તિની શક્તિ છે કે આજે પણ તેમના ચહેરાનું નૂર એવુંને એવું જ છે. આ આશ્રમ બસ શિવ ભરોસે ચાલે છે અહીંયા કોઈ દાનનો સ્વીકાર કરવામાં આવતો નથી તેમજ અહીંયા સદાય અવિરતપણે કોઠાર રૂમ ભર્યો રહે છે! એકવાર કાશ્મીરિબાપુનાં દર્શન કરીને ધન્યતા અનુભવો.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275