દવા વગર જીદ્દી દાગ અને ખરજવાથી મળી જશે છૂટકારો, બસ ખાલી કરો આ…

આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ કે કેવી રીતે જુનામા જુની ધાધર ને પણ મટાડી શકાય છે ઋતુ બદલાતા આપણા શરીરમાં ઘણા પ્રકારના ચર્મરોગો થવાની સમસ્યા રહેતી હોય છે. જેમ કે દાગ, ધાધર, ખરજવું કે ખંજવાળ જેવી સમસ્યાઓ થતી હોય છે. તેનાથી છૂટકારો મેળવવા માટે આપણે અનેક પ્રકારની દવાઓમાંખર્ચો કરીએ છીએ.
તેમજ અનેક પ્રકારની મોંઘી ટ્યુબ અને મલમનો ઉપયોગ કરીએ છીએ. એટલો ખર્ચો કરવા છતાં પણ સમસ્યા જડમૂળમાંથી જતી નથી ચર્મરોગો એવા છે કે જેને દુર કરવા ખુબ જ મુશ્કેલ હોય છે. પરંતુ આજે અમે તમને તેનો એક એવો ઘરેલું ઉપચાર જણાવશું જે એક પણ રૂપિયાની દવાકે ટ્યુબ વગર 100% તમારા જીદ્દી અને જૂનામાં જુના ચર્મરોગને જડમૂળમાંથી ખતમ કરી દેશે. અને તમારી ચામડીને પહેલા જેવી બનાવી દેશે.
મિત્રો તમને જણાવી દઇએ કે આજે અમે ડાઘ ખરજવું ખંજવાળ કે ધાધર વગેરે જેવી સમસ્યાનો એવો ઈલાજ લાવ્યા છીએ જેમાં તમારે માત્ર બે ટીપા જ આ ઉપચારના કાફી રહેશે તેને દૂર કરવા માટે અને આ ઉપચાર અપનાવ્યા બાદ કોઈ પણ ડાઘ નહિ રહે રોગ જડમૂળમાંથી દૂર થશે અને તમારી સ્કીન હતી તેવી જ થઇ જશે.
મિત્રો પહેલાના જમાનામાં કોઈ દવાઓ ન હતી ત્યારે તે લોકો કોઈ પણ સમસ્યા માટે આયુર્વેદિક ઉપચાર જ અપનાવતા હતા. પરંતુ આજના લોકો આ વસ્તુ ભૂલતા ગયા છે તો મિત્રો આજે અમે તમને તેમાંથી જ એક આયુર્વેદિક ઉપચાર જણાવશું કે જે અત્યારે મળતી દવાઓ કરતા વધારે અસરકારક છે અને તે દરેક પ્રકારના ડાઘ, ખંજવાળ અને ખરજવાને દૂર કરશે.
ધાધર એ એક ફૂગના કારણે થતો ચેપી રોગ છે ગરમી, પરસેવો, ભેજવાળુ વાતાવરણ, ચામડીનો ઘસારો વગેરે પરિબળો ધાધરના રોગ માટે મુખ્ય જવાબદાર છે. શ‚આત ધાધર થવાનું પ્રમાણ ઓછુ હતુ પરંતુ હવે નાના બાળકોથી માંડી યુવાનો, વડીલો બધાને આ રોગ થવા લાગ્યો છે. ધાધર થયા બાદ તેને મટાડવા પહેલા અટકાવવાના પ્રયત્નો ચાલુ કરી દેવા જોઈએ.
આજકાલ લોકો ધાધર થતા મેડીકલમાંથી દવા, ક્રિમ લઈને મટાડવાની કોશીષ કરે છે. પરંતુ આ ગેરસમજ છે. નાનકડી એવી ધાધર થાય તો પણ તુરત ડોકટર પાસે જઈ સલાહ અને સારવાર કરાવવી અત્યંત જ‚રી છે. કેમકે ધાધર એ એકવાર મટી ગયા બાદ ફરી ન થાય તેવું બિલકુલ હોતુ નથી આજે ધાધરના રોગથી પીડાતા લોકોને માહિતી અને માર્ગદર્શન આપવા ચામડીના નિષ્ણાંતો એ યોગ્ય સલાહ આપી છે.
લીંબુનો રસ અને કેળાનો પલ્પ મિક્સ કરીને ધાધર વાળી જગ્યા પર લગાવવાથી આરામ મળે છે. સિંધાલૂણમાં ગાજરને પીસીને પેસ્ટ બનાવી, તેને નવશેકુ ગરમ કરીને ખરજવા પર લગાવવાથી રાહત મળે છે. કાચા બટેટાના રસને ધાધર, ખરજવું કે ખંજવાળ આવતી હોય તે જગ્યા પર લગાવવાથી પણ આ સમસ્યાથી છૂટકારો મળે છે. ગાજરને વાટી તેમાં થોડું મીઠું નાખી ગરમ કરી ખરજવા ઉપર બાંધવાથી ખરજવું મટે છે.તુલસીના પાન અને સીસમના પાનને સારી રીતે વાટીને રોજ રાત્રે ખરજવા પર લગાવવાથી તે ઝડપથી મટવા લાગે છે.
કળીચૂનો અને પાપડખાર મેળવી પાણીમાં ભીંજવી ખરજવા ઉપર લગાડવાથી ખરજવામાં રાહત થાય છે તાંદળજાની ભાજીના રસમાં સાકર મેળવીને પીવાથી પણ ખરજવાની ખંજવાળ માં રાહત થાય છે. કાંદાનો રસ ખરજવા ઉપર લગાડવાથી ખરજવું મટે છે. બટાટા બાફી તેના કટકા કરી સહન થાય તેવા ગરમાગરમ ખરજવા ઉપર બાંધવાથી ધીમે ધીમે રાહત થાય છે. તુલસીના પાનનો રસ ખંજવાળ આવતી હોય તે ભાગ પર લગાવવાથી ખંજવાળ મટે છે. આખા શરીરે ખંજવાળ આવતી હોય તો સરસિયાના તેલથી માલિશ કરવાથી તેમાં રાહત થાય છે.
ધાધરના રોગમાંથી છુટકારો મેળવવા માટે તમે લીમડાના પાન અને દહીંનો ઉપયોગ કરી શકો છો. તે ખંજવાળથી પણ રાહત આપે છે. આ માટે લીમડાના પાનને પલાળીને દહીં વડે પીસી લો. આ પેસ્ટને અસરગ્રસ્ત વિસ્તારમાં થોડા દિવસો માટે લગાવવાથી તમે હળવાશ અનુભવો છો.
મોગરાના ફૂલમાં એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટી વાયરલ ગુણ હોય છે. મોગરાના પાંદડાને પાણીમાં ઉકાળો અને પેસ્ટ બનાવો. આ પેસ્ટને અસરગ્રસ્ત વિસ્તારમાં દિવસમાં 2-3 વખત લગાવો. તમે થોડા દિવસોમાં એક તફાવત જોશો. જો તમે એક મહિના માટે સતત લગાવશો તો તમને મૂળમાંથી ધાધર દુર થઈ જશે.હળદરની પેસ્ટને ધાધર પર લગાવવાથી પણ છૂટકારો મળે છે. આ ઉપાય દિવસમાં એકવાર અને રાત્રે સૂતા પહેલા કરો. ગરમ પાણીમાં અજમા નાંખીને પછીથી તમે તેને સાફ કરી શકો છો.
ધાધર ઉપર ગાયના છાણનો પાટો બાંધવાથી તેનાથી કાયમ માટે છુટકારો મળે છે. આ પ્રયોગ ઓછા માં ઓછો 10 દિવસ ધાધર મટ્યા પછી પણ ચાલુ રાખવો જેથી ફરી થવાનો ભય રહેતો નથી. કોપરેલ અને લીંબુનો રસ મેળવી શરીર ઉપર માલિશ કરવાથી ખૂજલી, ધાધર મટે છે. ખરજવા ઉપર લીમડાના બાફેલા પાન બાંધવાથી, લીમડાનો અર્ધો કપ રસ સવાર-સાંજ પીવાથી પણ ખરજવું મટે છે. રાયને દહીંમાં વાટીને ચોપડવાથી ખરજવું મટવા લાગે છે.
ઓછામાં ઓછો સાબુ, શેમ્પુ અને ડિટર્જન્ટનો ઉપયોગ કરવો. વધારે કેમિકલ યુક્ત વસ્તુનો ઉપયોગ બંધ કરી સ્નાન કર્યા પછી આખા શરીરમ પર નારિયેળ તેલ લગાવવું જેનાથી ચામડી સૂકી થાય નહીં. દરિયાના પાણીથી સ્નાન કરવાથી ખરજવાના દર્દી માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ખરજવાથી બચવા માટે લીમડાના થોડાક પાન ઉકાળીને તે પાણીથી સ્નાન કરવું. દાડમના પાનની પેસ્ટ લગાવીને પણ દાદર કે ખરજવા પર લગાવવાથી રાહત મળે છે. ખારેક અથવા ખજૂરના ઠળિયાને બાળી તેની રાખ કપૂર અને હિંગ સાથે મેળવી ખરજવા પર લગાડવાથી ખરજવું મટે છે.
મિત્રો ધાધર પર દાડમના પાનને પીસીને લગાવવાથી ખૂબ લાભ થાય છે. આ ઉપાય કરવાથી દરાજ પર ખંજવાળ પણ આવતી નથીદરાજ પર ખંજવાળીને દિવસમાં ચાર વખત તેની પર લીંબુનો રસ લગાવવાથી દાદરની સમસ્યાથી થોડાક દિવસમાં રાહત મળે છે કેળાના પલ્પમાં લીંબુનો રસ ઉમેરીને દાદરના રોગને દૂર કરી શકાય છેકાચા બટેટાનો રસ પીવાથી પણ દરાજની બીમારીથી રાહત મળી શકે છે.લીંબુના રસમાં સિંઘોડાને ઘસીને લગાવો. તે લગાવ્યા બાદ થોડીક જ્વલન થશે અને પછી ઠંડક મળશે. થોડાક દિવસ આ ઉપાય કરવાથી દરાજની સમસ્યાથી છૂટકારો મળે છે.
મિત્રો આ ઉપાય માટે સૌપ્રથમ એક ફ્રેશએલોવેરા લેવું કારણ કે એલોવેરામાં ખંજવાળ શાંત કરવાનો ગુણ હોય છે તેમજ એલોવેરાની ઉપરની પરત કાઢી તેનું જેલ એક પાત્રમાં કાઢી લેવું. બે થી ત્રણ ચમચી એલોવેરા જેલ હોવું જોઈએ. અહીં એક ખાસ વાત ધ્યાનમાં રાખવી એલોવેરાનો ઉપયોગ કરતા પહેલા એલોવેરને બરાબર ધોઈ લેવું. ત્યાર બાદ તેને પાંચ મિનીટ સુધી સૂકવવા દેવું ત્યાર બાદ ફરીથી ધોવું અને પછી તેને જેલ બનાવવા માટે ઉપયોગમાં લેવું.