પ્રચંડ ગરમીનો સામનો કરવા થઈ જાઓ તૈયાર, શુક્રવારથી પડશે કાળઝાળ ગરમી, ચાર દિવસ હીટવેવની આગાહી…

પ્રચંડ ગરમીનો સામનો કરવા થઈ જાઓ તૈયાર, શુક્રવારથી પડશે કાળઝાળ ગરમી, ચાર દિવસ હીટવેવની આગાહી…

દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમના સૂકા ગરમ પવનને લીધે બુધવારે અમદાવાદ સહિત ચાર શહેરમાં ગરમીનો પારો 41 ડીગ્રીને વટાવી ગયો હતો. જોકે શુક્રવારથી 4 દિવસ અમદાવાદ સહિત રાજ્યમાં હીટવેવની આગાહી છે. આ સમય દરમિયાન ગરમી 43 ડીગ્રીને વટાવી જવાની શક્યતા છે. હીટવેવની સૌથી વધુ અસર અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા તેમજ રાજકોટ, ગીર સોમનાથ, બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી અને કચ્છ જિલ્લામાં વર્તાય એવી શક્યતા છે. દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમના સૂકા ગરમ પવનને લીધે બુધવારે અમદાવાદ સહિત રાજ્યનાં ચાર શહેરમાં ગરમીનો પારો 41 ડીગ્રીને વટાવી ગયો હતો.

2 એપ્રિલથી ચાર એપ્રિલ અમદાવાદમાં હીટવેવ રહેશે
શુક્રવારથી ચાર દિવસ અમદાવાદ સહિત રાજ્યમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. આ ચાર દિવસમાં ગરમીનો પારો 43 ડીગ્રીને વટાવી જવાની શક્યતા છે. હીટવેવની સૌથી વધુ અસર અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, ગીર સોમનાથ, બોટાદ, સુરેંદ્રનગર, અમરેલી અને કચ્છ જિલ્લામાં વર્તાય એવી શક્યતા છે. અમદાવાદમાં પણ સતત વધી રહેલી ગરમીને લીધે મહાનગરપાલિકાએ આગામી પાંચ દિવસ યેલો એલર્ટ જાહેર કર્યું છે. 2 એપ્રિલથી ચાર એપ્રિલ અમદાવાદમાં હીટવેવ જાહેર કરવામાં આવ્યું છે.

એક એપ્રિલે પોરબંદર અને કચ્છમાં યલો એલર્ટ
એક એપ્રિલે પોરબંદર અને કચ્છમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી એપ્રિલે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને કચ્છમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. તો ત્રીજી એપ્રિલે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, અમરેલી,કચ્છમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે અને આવતીકાલે ગરમીનો પારો 41થી 42 ડીગ્રી રહેવાની આગાહી કરવામાં આવી છે, જેથી બપોરના સમયે નાગરિકોને ઘરની બહાર ન નીકળવાની અમદાવાદ મહાનગરપાલિકાએ અપીલ કરી છે.

બુધવારે રાજ્યનાં અલગ અલગ શહેરોમાં નોંધાયેલું તાપમાન
બુધવારે રાજ્યનાં અલગ અલગ શહેરોમાં નોંધાયેલી ગરમીના આંકડાની વાત કરીએ તો ભુજમાં સૌથી વધુ 41.8 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. તો અમરેલીમાં ગરમીનો પારો 41.5 ડીગ્રી પર પહોંચ્યો હતો. રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 41.3 ડીગ્રી પર પહોંચ્યો હતો. તો અમદાવાદમાં ગરમીનો પારો 41 ડીગ્રી સુધી પહોંચી ગયો હતો. પાટનગર ગાંધીનગર અને વડોદરામાં ગરમીનો પારો 40.6 ડીગ્રી પર પહોંચ્યો હતો. તો ડીસા અને વલ્લભવિદ્યાનગરમાં ગરમીનો પારો 39 ડીગ્રી પર પહોંચ્યો હતો. કેશોદમાં ગરમીનો પારો 38.4 ડીગ્રી અને કંડલા એરપોર્ટ પર ગરમીનો પારો 38 ડીગ્રી પર પહોંચ્યો હતો.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275