હવે તો સુધરી જાઓ પુતિન, યુદ્ધના લીધે પુતિનની દીકરીનું ઘર ભાંગ્યુ, બિઝનેસમેન પતિએ તલાક આપી દીધા…

હવે તો સુધરી જાઓ પુતિન, યુદ્ધના લીધે પુતિનની દીકરીનું ઘર ભાંગ્યુ, બિઝનેસમેન પતિએ તલાક આપી દીધા…

રશિયા અને યુક્રેનની વચ્ચે ચાલી રહેલ યુદ્ધ વચ્ચે એક મહત્વના સમાચાર બહાર આવ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની એક મોટી દીકરી ડૉ. મારિયા વોરન્તસોવા(૩૬)ના લગ્ન હાલમાં તૂટી ગયા છે. આ સમાચાર ત્યારે સામે આવ્યા જ્યારે પુતિન યુક્રેનથી યુદ્ધને લઈને ખૂબ ચર્ચામા છે. જાણકારી અનુસાર મારિયાના છૂટાછેડા થઈ ગયા અને હવે તે બંને અલગ થઇ રહ્યા છે. મારિયાના લગ્ન એક ડચ બિઝનેસમેન સાથે થયા હતા. આ બંનેના ૨ બાળકો છે.

જો કે હાલમાં આ લગ્ન કયા કારણથી તૂટી ગયા તે વિગત હજુ સામે આવી નથી. પરંતુ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા આ યુદ્ધને લીધે આ લગ્નજીવનમા ભંગાણ પડ્યું હોવાનુ કારણ સામે આવ્યું છે. યુદ્ધની સીધી અસર પુતિનના પરિવાર પર પણ જોવા મળી છે. આ ખુલાસો રશિયાના ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ સર્ગેઈ કાનેવે કર્યો છે.

પુતિનની દીકરી મારિયા વોરોત્સોવા ડોક્ટર છે :
રિપોર્ટ્સ અનુસાર પુતિનની મોટી દીકરી મારિયા બાળકોમા થતી ખૂબ જ દુર્લભ આનુવંશિક બીમારીઓની ડોકટર છે. સાથે જ તે રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયમા નેશનલ મેડિકલ રિસર્ચ સેન્ટર ફોર એન્ડોક્રાઈનોલોજીમા પ્રમુખ રિસર્ચર તરીકે કામ પણ કરે છે. મારિયા પૈસાદાર વિદેશીઓ માટે રશિયાના સેન્ટ પીટર્સબર્ગમા એક એલીટ મેડિકલ સેન્ટર ખોલવા માંગે છે.

પરિવારને મોકલી દેવામાં આવ્યો છે આ સીક્રેટ મહેલમાં :
યુદ્ધ વચ્ચે એવા પણ સમાચાર આવ્યા હતા કે રશિયાના રાષ્ટ્રપતિએ પોતાના પરિવારને એક AC અંડરગ્રાઉન્ડ જગ્યાએ મોકલી દીધા છે ત્યાં પરમાણુ હથિયાર પણ તેમનુ કંઈ પણ ન બગાડી શકે. રશિયાના એક પ્રોફેસરે આ દાવો કરતા કહ્યુ કે પુતિને પોતાના પરિવારને સાઈબેરિયાની એક સીક્રેટ જગ્યાએ મોકલી દેવામાં આવ્યો છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.