જર્મનીએ કોરોનાથી થયેલ નુકશાનનું બિલ ચીનને મોકલ્યું, રકમ જાણીને આંખો પહોળી થઈ જશે…

જર્મનીએ કોરોનાથી થયેલ નુકશાનનું બિલ ચીનને મોકલ્યું, રકમ જાણીને આંખો પહોળી થઈ જશે…

હમણાં જ જર્મનીએ ચીનને 130 અરબ યુરોનું બિલ મોકલ્યું છે અને ચીનને આ પૈસા ભરવા માટે કહ્યું છે. વાત એમ છે કે જર્મનીએ ચીન પર વૈશ્વવિક મહામારી ફેલાવવાનો આરોપ લગાવ્યો છે અને કોરોના માટે ચીનને જવાબદાર માન્યું છે. જર્મનીના એક ન્યૂઝપેપરમાં છપાયેલ સમાચાર અનુસાર જર્મનીએ કોર્ન મહામારીને લઈને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને 130 અરબ યુરોનું બિલ મોકલ્યું છે. જર્મની તરફથી જે બિલ મોકલવામાં આવ્યું છે તેમ કોરોનાને લીધે જર્મનીને થયેલ નુકશાન જણાવેલ છે.

જર્મની અનુસાર કોરોના વાઇરસથી તેમને 130 અરબ યુરોનું નુકશાન થયું છે. કોરોનાને કરણએ જર્મનીની જીડીપીમાં ગાબડું પડ્યું હતું અને પ્રતિ વ્યક્તિ 1784 યુરોનું નુકશાન થયું છે. તમને જણાવી દઈએ કે કોરોનાને કરણએ જર્મનીમાં પણ લોકડાઉન લગાવવામાં આવ્યું હતું અને દેશમાં એક લાખથી વધુ લોકો ક્રૉન સંક્રમિત છે. જ્યારે આ દેશમાં 4 હજારથી વધારે લોકોનું મૃત્યુ કોરોનાને લીધે થઈ હતી.

જર્મની દ્વારા લેવામાં આવેલા આ પગલાને ચીને રાષ્ટ્રવાદને પ્રોત્સાહન આપવા અને વિદેશીઓ પ્રત્યે નફરત દર્શાવતું ગણાવ્યું છે. બીજી તરફ અમેરિકા પણ ચીન પર સતત આરોપો લગાવી રહ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે ચીનને ધમકી આપતાં કહ્યું હતું કે જો ચીને આ બધું જાણી જોઈને કર્યું છે તો તેને તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. ટ્રમ્પે કહ્યું, જ્યારે આ ચેપ શરૂ થયો. પછી તેને ચીનમાં રોકી શકાયું હોત. પરંતુ એવું ન થયું અને હવે આખી દુનિયા તેની પકડમાં છે.

ડોનાલ્ડ ટ્રમ્પે આરોપ લગાવ્યો છે કે ચીને તેના દેશમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા અને આ ચેપથી માર્યા ગયેલા લોકોની સંખ્યા છુપાવી છે અને દેશ સમક્ષ ખોટા આંકડા રજૂ કર્યા છે. અમેરિકાએ ચીનને સાચા આંકડા વિશ્વની સામે મૂકવા કહ્યું છે. આ સાથે અમેરિકાએ કોરોના વાયરસની તપાસ માટે એક ટીમ ચીન મોકલવાની પણ વાત કરી છે. હકીકતમાં, યુકે અને યુએસના ગુપ્તચર અધિકારીઓએ દાવો કર્યો છે કે વાયરસ વુહાન લેબમાં ઉદ્દભવ્યો છે અને વુહાનના બજારમાંથી નથી. ચીન સ્પષ્ટપણે આ વાતને દુનિયાથી છુપાવવા માંગે છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275