ગૌતમ અદાણીનાં પત્ની પ્રીતિ અદાણી આંધ્રપ્રદેશથી રાજ્યસભાનાં સાંસદ બની શકે છે, YSR કોંગ્રેસ નામ નોમિનેટ કરે એવી શક્યતા…

ગૌતમ અદાણીનાં પત્ની પ્રીતિ અદાણી આંધ્રપ્રદેશથી રાજ્યસભાનાં સાંસદ બની શકે છે, YSR કોંગ્રેસ નામ નોમિનેટ કરે એવી શક્યતા…

રાજકીય અને બિઝનેસની ગલીઓમાં એક ચર્ચા જોર પકડી રહી છે કે આંધ્રપ્રદેશની YSR કોંગ્રેસ પાર્ટી અદાણી ગ્રુપના ગૌતમ અદાણીનાં પત્ની પ્રીતિબેન અદાણીને રાજ્યસભાના સાંસદ બનાવવા માટે નોમિનેટ કરવા અંગે ગંભીરતાથી વિચારી રહી છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને પાર્ટીના વડા જગન મોહન રેડ્ડીએ પ્રીતિબેનનું નામ સૂચવ્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે. પાર્ટીના વર્તમાન રાજ્યસભા સાંસદ વી. વિજયસાઈ રેડ્ડીની ટર્મ જૂન 2022માં પૂરી થઈ રહી છે અને તેમના સ્થાને પ્રીતિબેન અદાણીનું નામ ચર્ચાઇ રહ્યું છે.

પ્રીતિબેન અદાણી ગ્રુપની સામાજિક પ્રવૃત્તિઓનો ચહેરો છે: અદાણી ગ્રુપની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR)ની કમાન પ્રીતિ અદાણી સાંભળી રહ્યાં છે. તેઓ અત્યારે અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન છે અને ફાઉન્ડેશન હેઠળ ચાલતી શૈક્ષણિક, હેલ્થ, સ્વચ્છતા, રોજગાર લક્ષી પ્રવૃત્તિઓ સહિતની કામગીરી સાંભળી રહ્યા છે. અદાણી ફાઉન્ડેશન હેઠળ અદાણી ગ્રુપ ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં સામાજિક પ્રવૃત્તિઓ કરે છે.

પ્રીતિબેન માનશે કે કેમ એ એક સવાલ છે?: આ અંગે દિવ્ય ભાસ્કરે રાજકારણ સાથે સંકળાયેલા જાણકારો સાથે વાત કરતાં જાણવા મળ્યું કે બિઝનેસ પરિવારોની મહિલાઓ સામાજિક પ્રવૃત્તિઓ સાથે તો સંકળાયેલી હોય છે પરંતુ બહુ ઓછા લોકો રાજકારણમાં આવે છે. દિવ્ય ભાસ્કરે આ ચર્ચા અંગે અદાણી ગ્રુપને પણ એક ઇ-મેલ કર્યો હતો. જોકે, હજુ સુધી કંપની તરફથી કોઈ જવાબ મળ્યો નથી.

રિલાયન્સના પરિમલ નથવાણી આંધ્રપ્રદેશથી MP છે: રિલાયન્સ ગ્રુપના પરિમલ નથવાણી જૂન 2020થી YSR કોંગ્રેસ પાર્ટી તરફથી આંધ્રપ્રદેશના રાજ્યસભાના સાંસદ છે. તેઓ અગાઉ બે વખત ઝારખંડથી સાંસદ રહી ચૂક્યા છે. જો પ્રીતિબેન અદાણી જગન મોહન રેડ્ડીની વાત સ્વીકારે છે તો YSR કોંગ્રેસના તેઓ બીજા ગુજરાતી સાંસદ બનશે.

અદાણી ગ્રુપનું આંધ્રપ્રદેશમાં મોટું રોકાણ: રિન્યુએબલ એનર્જીથી સંચાલિત 5 ગીગાવૉટની ક્ષમતાનું ડેટા સેંટર બનાવવા અદાણી ગ્રુપે આંધ્ર પ્રદેશ સરકાર સાથે કરાર કર્યા છે. ગત વર્ષે ઓક્ટોબરમાં જગન મોહન રેડ્ડીની સરકારે ડેટા સેન્ટર માટે અદાણી ગ્રૂપને 130 એકર જમીનની ફાળવણી પણ કરી હતી. આ પ્રોજેક્ટ માટે અદાણી રૂ. 15,000 કરોડનું રોકાણ કરશે. ગ્રુપે 2019માં આંધ્ર પ્રદેશ 20 વર્ષના સમયમાં રૂ. 70,000 કરોડ રોકાણ કરવાની જાહેરાત કરી હતી.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.