આ જગ્યા પરથી પાણીની નીચેથી મળી આવ્યું માઁ ખોડલનું સોનાનું મંદિર, સાક્ષાત ખોડલ માઁએ આપ્યો પરચો…

મિત્રો સૌરાષ્ટ્રમાં આવેલું ખોડિયાર માતાજીનું માટેલિયા ધરાનું મંદિર કે જ્યાં લગભગ બધા ભક્તો દર્શન કરવા માટે ગયા હશે અહીં ખોડલ આપે છે સાક્ષાત્ દર્શન. મિત્રો આ પવિત્ર ધામની વાત કરીએ તો અહીંયા સાક્ષાત માતાજી હોવાની ભક્તોને પ્રતીતિ થાય છે. આ એવું ગામ છે જ્યાં ભક્તો પોતાની માનતા પૂરી કરવા માટે દૂરદૂરથી પગપાળા આવે છે.
રાજકોટના વાંકાનેર તાલુકાના માટેલમાં આવેલું ખોડિયાર માતાજીનું મંદિર કે જે આ ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવે છે. ગુજરાતમાં ખોડીયાર માતાજીના ત્રણ મુખ્ય મંદિરો છે જેમાં ધારી પાસે ગળધરા, ભાવનગર પાસે રાજપરા અને વાંકાનેર પાસે આવેલું માટેલ.
માટેલ ગામમાં પ્રવેશ કરો છો ત્યારે સૌ પહેલા માટેલ ધરો આવે જેને માટેલીયો ધરો પણ કહેવાય છે. આ જગ્યાએ ભર ઉનાળામાં પણ પાણી સુકાતું નથી અને પાણી પણ એટલું શુદ્ધ હોય છે કે લોકો ગાળ્યા વગર જ પાણી પીતા હોય છે.
ધમધમતો તાપ હોય કે દુકાળની પરિસ્થિતિ હોય આ ધરામાં ક્યારેય પાણી ખૂટતું જ નથી અને પાણી પણ ખુબ જ મીઠું હોય છે. મંદિરે દર્શન કરીને આવ્યા બાદ ભક્તો આ પાણીને પોતાના માથે ચડાવવાનું ભૂલતા નથી. માટેલિયા ધરાની બાજુમાં એક બીજો ધરો આવેલો છે જે ભાણેજીયા ધરા તરીકે ઓળખાય છે.
એક દંતકથા અનુસાર એવું કહેવામાં આવે છે કે આ ધરાને નીચે માતાજીનું સોનાનું મંદિર આવેલું છે. એકવાર બાદશાહે સોનાનું મંદિર જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી તેણે ધરામાં રહેલુ પાણી ખેંચી ખેંચીને માતાજીનું મંદિર શોધી નાખ્યું.
મંદિરની ઉપર સોનાનું ઈંડું જોવા મળ્યું હતું. આ વાતથી ખોડીયાર માતા કોપાયમાન થઈ ગયા હતા અને ભાણેજીયા ધરામાં જેટલું પાણી હતું એટલું જ પાણી ભરી દીધુ અને માતાજીના આ સતનો પરચો ગળધરેથી માજી નીસરીયા ગરબામાં જોવા મળે છે.
માટેલમાં આવેલા આ મંદિરમાં કુલ ચાર ઊંચી ભેખડ પર વરખડીના ઝાડ નીચે એક મંદિર આવેલું છે જે માતાજીનું જુનું સ્થાનક ગણાય છે. અહીં એક આવડ, ખોડીયાર, હોલબાઈ અને બીજબાઈ એમ ચાર દેવીઓનો વાસ છે. આ ચાર મૂર્તિઓમાં ખોડીયાર માતાજીની મૂર્તિ ઉપર સોના-ચાંદીનું છત્ર અને ઓઢણી ઓઢાડેલી હોય છે.