ફોઇનું હૈયાફાટ રૂદન, પાટણમાં પુત્ર સાથે માતાની મોતની છલાંગ, પુત્રનું મોત તો માતા બેભાન…

ફોઇનું હૈયાફાટ રૂદન, પાટણમાં પુત્ર સાથે માતાની મોતની છલાંગ, પુત્રનું મોત તો માતા બેભાન…

પાટણના ખાન સરોવર ખાતે આજે મંગળવારે સવારે 09:45 વાગ્યે એક મહિલાએ અગમ્ય કારણોસર પોતાના અઢી વર્ષીય પુત્ર સાથે છલાંગ લગાવી આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. જો કે તાત્કાલિક 108 સેવાને જાણ કરાતાં મહિલાને એમ્બ્યુલન્સની મદદથી ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પરંતુ માસૂમ બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોતાના વ્હાલસોયા ભત્રીજાના મોતને પગલે ફોઈના હૈયાફાટ રૂદનથી જોનારાં લોકોનાં કાળજાં કંપી ઉઠ્યા હતાં.

પાટણ શહેરની યસ ટાઉનશીપમાં રહેતા ચેતનાબેન નાઈએ કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. જેમાં તેમણે પોતાના પુત્ર શિવ સાથે પાટણના ખાન સરોવરમાં છલાંગ લગાવતાં તેમના પુત્રનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તેમજ મહિલાને 108 એમ્બ્યુલન્સની મદદથી ધારપુર ખાતે ખસેડવામાં આવી હતી. ઘટનાને પગલે પરિવારના લોકો પાટણ સિવિલમાં દોડી ગયાં હતાં. સાથે સાથે સ્થાનિક પોલીસ પણ સિવિલમાં પહોંચી હતી.

ફોઈના આક્રંદે કાળજાં કંપાવ્યાં: પોતાના વ્હાલસોયા ભત્રીજાના મોતને પગલે તેના ફોઈ હૈયાફાટ આક્રંદ કરતાં જોવા મળ્યાં હતાં. “મારો પતિ પણ મરી ગયો અને મારો દીકરો-મારો ભાણીયો મરી ગયો, હવે હું શું કરીશ” એમ કહી બાળકના ફોઈને આક્રંદ કરતાં જોઈ ત્યાં હાજર લોકોની આંખોમાં આંસુ આવી ગયાં હતાં

આ અંગે 108 એમ્બ્યુલન્સના EMT જીતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આજે સવારે અમને એક કોલ મળ્યો હતો કે ખાન સરોવરની અંદક કોઈ બેન પડી ગયા છે. અમે ખાન સરોવર જઈને બેનને ધારપુર સિવિલ લઈ ગયા હતો. ત્યાં મા-દીકરાને બચાવવા વાળા લોકો બાળકને અમારા પહોંચ્યા પહેલા પ્રાઈવેટ એમ્બ્યુલન્સમાં સિવિલમાં લઈ ગયા હતા.

બાળકના ફોઈના હૈયાફાટ આક્રંદે લોકોના કાળજાં કંપાવ્યાં

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.