કેનેડાના ટોરોન્ટોમાં સર્જાયો કાળમુખો અકસ્માત, એકસાથે પાંચ ભારતીય વિદ્યાર્થીઓને મળ્યું દર્દનાક મોત…

કેનેડાના ટોરોન્ટોમાં સર્જાયો કાળમુખો અકસ્માત, એકસાથે પાંચ ભારતીય વિદ્યાર્થીઓને મળ્યું દર્દનાક મોત…

શનિવારે કેનેડાના ટોરોન્ટો શહેર પાસે એક ઓટો અકસ્માતમાં 5 ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા હતા. આ અકસ્માતમાં અન્ય બે ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ટોરોન્ટોમાં કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયાની ટીમ પીડિતોના મિત્રો સાથે મદદ માટે સંપર્કમાં છે. કેનેડામાં ભારતના હાઈ કમિશનર અજય બિસારિયાએ આ માહિતી આપી છે.

કેનેડામાં એક માર્ગ અકસ્માતમાં 5 ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા છે. આ અકસ્માત શનિવારે ઓન્ટારિયો હાઇવે પર શનિવારે થયો હતો. પાંચેય વિદ્યાર્થીઓ કારમાં જઈ રહ્યા હતા, રસ્તામાં કાર એક ટ્રેક્ટર ટ્રેલર સાથે અથડાઈ, ત્યારબાદ ત્રણેયના મોત થયા. કેનેડામાં ભારતીય હાઈ કમિશનર અજય બિસારિયાએ સોમવારે આ ઘટનાની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે આ દુઃખદ અકસ્માત શનિવારે થયો હતો.

ભારતીય દૂતાવાસે વ્યક્ત કર્યો શોક:
ભારતીય હાઈ કમિશનરે ટ્વીટર પર અકસ્માતમાં માર્યા ગયેલા વિદ્યાર્થીઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને કહ્યું કે ટોરોન્ટોમાં ભારતીય દૂતાવાસ પીડિતોના મિત્રોને શક્ય તમામ મદદ પૂરી પાડી રહી છે.

ક્વિન્ટે વેસ્ટ ઓન્ટારિયો પ્રાંતીય પોલીસ (OPP) અનુસાર, અકસ્માતમાં માર્યા ગયેલા વિદ્યાર્થીઓની ઓળખ હરપ્રીત સિંહ, જસપિન્દર સિંહ, કરણપાલ સિંહ, મોહિત ચૌહાણ અને પવન કુમાર તરીકે કરવામાં આવી છે. તેમની ઉંમર 21 થી 24 વર્ષની વચ્ચે હતી. હાલ પાંચેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. ત્યાંથી રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસનું કહેવું છે કે, આ તમામ ગ્રેટર ટોરોન્ટો અને મોન્ટ્રીયલ વિસ્તારના વિદ્યાર્થીઓ હતા. તેઓ હાઈવે પર પેસેન્જર વાનમાં પશ્ચિમ તરફ જઈ રહ્યા હતા. શનિવારે સવારે લગભગ 3.45 વાગ્યે ટ્રેક્ટર-ટ્રેલર એકબીજા સાથે અથડાયા હતા. પોલીસનું કહેવું છે કે અકસ્માત બાદ અન્ય બે ગંભીર રીતે ઘાયલ મુસાફરોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમની સ્થિતિ અંગે કોઈ અપડેટ આપી ન હતી. અકસ્માતની તપાસ ચાલુ છે. આ કેસમાં હજુ સુધી કોઈ આરોપો દાખલ કરવામાં આવ્યા નથી.

આ દુર્ઘટના પછી કેનેડામાં ભારતીય હાઈકમિશનરે ટ્વીટ કર્યું કે, “કેનેડામાં હૃદયદ્રાવક દુર્ઘટના: ટોરોન્ટો નજીક શનિવારે કાર અકસ્માતમાં 5 ભારતીય વિદ્યાર્થીઓના મોત નીપજ્યાં. અન્ય બે લોકો હોસ્પિટલમાં ઘાયલ છે. પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના.. તેમના પરિવારો પણ જાણ કરવામાં આવી છે. ટીમ પીડિતોના મિત્રો સાથે મદદ માટે સંપર્કમાં છે.”

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.