આજે જાણો કેમ ઠંડુ અને ગરમ એકસાથે ના ખવાય,જાણો આવું કરવાથી….

આજે જાણો કેમ ઠંડુ અને ગરમ એકસાથે ના ખવાય,જાણો આવું કરવાથી….

જમતી વખતે આપણી રોજબરોજની ઘણી એવી આદતો હોય છે, જે જાણ્યે-અજાણ્યે આપણા સ્વાસ્થ્યને અનેક રીતે નુકસાન પહોંચાડે છે. તેમાંથી એક છે ગરમ અને ઠંડી વસ્તુઓ એકસાથે ખાવાની આદત. તમે ઘણા લોકોને જોયા હશે કે તેઓ ગરમ ખોરાક સાથે બરફનું ઠંડું ઠંડુ પાણી પીવે છે. તો કોઈ ગરમ ગરમ કેપુચીનો કોફી પીધા પછી ઠંડા-ઠંડા આઈસ્ક્રીમ ખાય છે. જો તમે પણ આવી ભૂલ કરો છો તો આજે જ તમારી આદત બદલી નાખો કારણ કે આમ કરવાથી તમારા સ્વાસ્થ્યને ઘણી રીતે નુકસાન થાય છે.

ઘણા લોકોને સારું- સારું ખાવા પીવાનો શોખ હોય છે તે લોકો એક સાથે ખાવાની બધી વસ્તુને ભેગું કરીને ખાય છે. જયારે અમુક લોકો એવા હોય છે જે સ્વાસ્થ્ય માટે કઈ પણ કોમ્પ્રોમાઈસ નથી ચલાવતા અને ખાવા-પીવા માં ધ્યાન આપે છે.જો તમે યોગ્ય રીતે ભોજન સારા કોમ્બીનેશન સાથે ખાશો તો તમારા સ્વાસ્થ્ય પર હકારાત્મક અસર પડશે.

આયુર્વેદ અનુસાર સારું ભોજન એ છે જે, પેટમાં જતા જ આસાનીથી પચી જાય, શરીરમાં પોષણ પણ પહોચાડે અને પેટ પણ સાફ રાખે. પરંતુ એકસાથે ઠંડુ-ગરમ ભોજન અને ગળ્યું – ક્ષારયુક્ત ખોરાક ક્યારેય ન ખાઓ.જયારે પણ ખાઓ, હમેશા સંતુલિત ખાઓ નહિ તો પોષણ પર તેની અસર થાય છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ખોરાક જયારે પેટમાં જાય છે ત્યારે કાર્બોહાઇડ્રેટ, ચરબી અને શુગર માં રૂપાંતરિત થઈ જાય છે.

ખુબ વધારે ઠંડુ અને ગરમ ભોજન કરવાથી બચવું જોઈએ કારણકે આપણું લોહી ગરમ હોય છે. એટલા માટે તાપમાન જાળવી રાખવા માટે આપણા શરીરને બમણી મહેનત કરવી પડે છે નહિ તો એ સારી રીતે કામ નહિ કરી શકે.આપણા શરીરનું સામાન્ય તાપમાન 37 ° સે હોય છે. એટલા માટે જો તમે એક સાથે આઈસ્ક્રીમ અને ગરમ કોફી પીશો તો પેટને તેને પચાવવામાં વધારે મહેનત કરવી પડશે.જો તમે ફૂડ કોમ્બિનેશન નહિ જાળવી રાખો તો તમારી ત્વચા સૂકી રહેશે, હંમેશા કફ, પેટમાં ગેસ, અપચો રહેશે અને ફેફસામાં કફ જામી જશે.

GujaratPress

Leave a Reply

Your email address will not be published.