સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતે રશિયા વિરુદ્ધ કેમ મત ના આપ્યો, જાણો ખાસ કારણ…

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતે રશિયા વિરુદ્ધ લાવવામાં આવેલા ઠરાવથી પોતાને દૂર રાખ્યું છે. આ ઠરાવમાં યુક્રેન સામેના રશિયન આક્રમણની નિંદા કરવામાં આવી હતી અને યુક્રેનમાંથી રશિયન દળોને “તાત્કાલિક, સંપૂર્ણ અને બિનશરતી” પાછા ખેંચવાની હાકલ કરવામાં આવી હતી. પરંતુ રશિયાએ આ પ્રસ્તાવ સામે વીટો કર્યો અને આ પ્રસ્તાવ પડી ગયો છે.
સાર્વભૌમત્વ અને અખંડિતતાનો આદર કરો: 15 સભ્યોની સુરક્ષા પરિષદના આ પ્રસ્તાવની તરફેણમાં 11 વોટ મળ્યા હતા. જ્યારે ભારત, ચીન અને UAEએ તેનો વિરોધ કર્યો હતો. તમને જણાવી દઈએ કે ભારતે ઠરાવ પર વોટિંગ કરવાથી બચતા સ્પષ્ટતા જારી કરી હતી. તેથી ભારતે મુત્સદ્દીગીરી અપનાવવાનો આગ્રહ રાખ્યો હતો. સાથે જ ભારતે કહ્યું કે આપણે સૌની સંપ્રભુતા અને અખંડિતતાનું સન્માન કરવું જોઈએ.
દુશ્મનાવટ તાત્કાલિક સમાપ્ત થવી જોઈએ: હુમલાની નિંદા કરતા ભારતે ઠરાવ પર મત આપ્યો ન હતો અને રશિયા અને યુક્રેન વચ્ચેની હિંસા અને દુશ્મનાવટને તાત્કાલિક સમાપ્ત કરવાની હાકલ કરી હતી. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન પણ પીએમ મોદીએ પુતિન સાથે હિંસા ખતમ કરવા અને દરેક મુદ્દાને વાતચીત દ્વારા ઉકેલવા પર આગ્રહ કર્યો હતો.
સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના સિદ્ધાંતોનું સન્માન કરો: ભારતે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના તમામ સભ્ય દેશોએ આંતરરાષ્ટ્રીય કાયદાના સિદ્ધાંતો અને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરનું સન્માન કરવું જોઈએ. કારણ કે તેનાથી જ સાચો માર્ગ મળી શકે છે. ઉપરાંત મતભેદો અને વિવાદો માત્ર વાતચીત દ્વારા જ ઉકેલી શકાય છે.
ભારત સમતુલાની સ્થિતિ દર્શાવે છે: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતે કહ્યું કે યુક્રેનમાં તાજેતરની ઘટનાઓ ચિંતાજનક છે. માનવ જીવનની કિંમત પર ક્યારેય કોઈ ઉકેલ શોધી શકાતો નથી. તમને જણાવી દઈએ કે આ દરમિયાન ભારતે યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓનો મામલો પણ મુખ્ય રીતે રાખ્યો હતો. એટલું જ નહીં ભારતે આ બાબતે સ્પષ્ટપણે પોતાની મક્કમ અને સંતુલિત સ્થિતિ વ્યક્ત કરી હતી. વાટાઘાટોના ટેબલ પર પાછા ફરવાનું કહ્યું હતું. આ સાથે તમામ ઉકેલો શક્ય છે.
આ દેશોએ રશિયા વિરુદ્ધ મતદાન કર્યું: રશિયા વિરુદ્ધ પ્રસ્તાવના સમર્થનમાં મતદાન કરનારા દેશોમાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, અલ્બેનિયા, બ્રાઝિલ, ગેબન, ઘાના, આયર્લેન્ડ, કેન્યા, મેક્સિકો અને નોર્વે છે.