જાણો કેવી રીતે પાસ્યું મેલડી માઁનું નામ મેલડી, મેલડી માઁનો અનેરો ઇતિહાસ જાણો…

જાણો કેવી રીતે પાસ્યું મેલડી માઁનું નામ મેલડી, મેલડી માઁનો અનેરો ઇતિહાસ જાણો…

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ પંચમહેલમા આવેલા મેલડીના ધામ પરોલીધામ વિશે જેનો ઇતિહાસ જાણીને તમે દંગ રહી જશો તો આવો જાણીએ મા મેલડી ના ધામ વિશે.

મિત્રો મેલડી માતાએ મહિષાસુરને બહાર કાઢવા માટે મેલામાં પ્રવેશ કર્યો એટલે તેમનું નામ ‘મેલડી’ પડ્યું. મેલડી માતાનો રંગ તાવડી જેવો કાળો, હોઠ પ્રમાણમાં જાડા, કસાયેલું શરીર, જીભ વેન્તલા મુખની, બહાર દાંતપંક્તિ પણ લોહીથી રંગાયેલ,જીભ પરથી લોહીના પડતા ટીપાં એક હાથમાં ખડક અને બીજા હાથમાં ખપ્પર, માના શરીર પર માનવચર્મનું આચ્છાદન છે.દેહ અર્ધ ઢંકાયેલ છે.

મિત્રો સૂર્યના તેજ જેવી કાળી કાંતિ ચારે તરફ ફેલાયેલ છે.માનું રૂપ ભયાનક બિહામણું છે.તેમનું વાહન કાળો બોકડો હોઈ બોકડા પર માતાજી આરૂઢ થયેલાં છે.અષ્ટ હાથવાળા મેલડી માના હાથમાં ગાળા, ચક્ર, તલવાર, ધનુષ્ય-બાણ ખપ્પર ગરવો અને ત્રિશૂલ શોભે છે. એક હાથ આશિષ આપતો ખાલી છે. માનું રૂપ નજરમાં તરત જ વસી જાય તેવું છે. મેલડી માતાજી મેલાં ગણાયેલ દેવી છે.આથી મેલી વિદ્યાનાં સાધકો મસાણી મેલડીને ભજી સિદ્ધિઓ મેળવે છે. તેઓ અનેક નામે ઓળખાય છે.

મિત્રો તમને જણાવી દઇએ કે પંચમહાલના પરોલીધામમા રાજ રાજેશ્વરી મા મેલડીનુ મંદિર માઈ ભક્તો માટે આસ્થા નુ કેન્દ્ર બન્યુ છે અહી હજારો ની સંખ્યામા માતાજીના ભક્તો માઁ ના દર્શન ને આવતા હોય છે એક માન્યતા પ્રમાણે ભકતો પોતાના દુખ લઈને માતાના દર્શન કરવા આવે છે અને હસ્તા મોઢે પાછા ફરે છે જેથી આ ધામમાં મોટી સંખ્યામાં માઈભક્તો નિત્ય દર્શન કરવા આવે છે.

આ મંદિરના ઈતિહાસની જો વાત કરીએ તો અનેક વર્ષોથી પંચમહાલના ઘોઘંબા તાલુરાના પરોલી ધામમાં રાજ રાજેશ્વરી મા મેલડીની સૂંદર મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે..માતાજીની આ પ્રતિમાની આ વિશેષતા એ છે કે માત્ર તેમના મસ્તકના જ કલ્યાણકારી દર્શન થાય છે અને માતાજીનો સુંદર શણગાર ભકતોના મનને મોહી લે છે..જેથી જ ભક્તો શ્રદ્ધાથી અહીં દર્શન કરવા આવે છે.

સાથે ભલે આ ધામનું નામ રાજ રાજેશ્વરી મા મેલડી હોય પરંતુ પૂજન તો જગતજનની મા જગદંબાની જ થાય છે આ ધામમાં પરોઢીયે માતાજીના યંત્રની પૂજા થાય છે અને ત્યારબાદ બે ટાઈમ આરતી કરવામાં આવે છે અને આરતીનો લંહાવો લેવા શ્રદ્ધાળુઓ અચુક હાજર રહે છે.ભકતો આ ધામ પર એટલી આસ્થા રાખે છે કે જો કોઈ ગંભીર બિમારી પણ થઈ હોય તો પણ માતાજીના આશીર્વાદથી ભક્તો રોગમુક્ત થાય છે.

રાજરાજેશ્વરી શ્રી મેલડી માતાજીનો મહિમા અનેરો છે.

અમરૈયા નામના અસુરે બ્રમાંડમાં હાહાકાર મચાવી દીધો હતો. બધા દેવો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. દેવોની વાત સાંભળી મા દૂર્ગા અમરૈયાનો વધ કરવા માટે તૈયાર થયા.બન્ને વચ્ચે દ્વંદયુદ્ધ થયું. વર્ષો સુધી યુદ્ધ ચાલ્યું. આખતે અમરૈયા થાકી ગયો અને સાયલા ગામે આવી એક સરોવરમાં છૂપાય ગયો. મા દૂર્ગાએ નવદૂર્ગાનું રૂપ લઈ સરોવરનું બધુ પાણી પી ગયો ગયા.આથી અમરૈયા એક મરી ગયેલી ગાયના પેટમાં છૂપાય ગયો.

આખરે નવદૂર્ગાએ મળી એક શક્તિ ઉત્પન કરવાનો નિર્ણય કર્યો અને દંતકથા મુજબ નવદૂર્ગાએ પોતાના શરીર પરથી મેલ ઉતારી તેમાથી એક પુતળીની રચના કરી તેમાં પ્રાણ પૂર્યા. આ શક્તિ એટલે મા મેલડી. મા મેલડીએ પછી અમરૈયાનો વધ કર્યો અને બધા દેવોએ રાહતનો શ્વાસ લીધો પંચમહાલજીલ્લાના ઘોઘંમ્બા તાલુકામાં ઘોઘંમ્બા ગામની નજીકમાં પરોલી ગામે શ્રી રાજરાજેશ્વરી મેલડી માતાજીનું તીર્થધામ આવેલું છે. જે ત્રિમૂર્તિ મંદિરથી પણ ઓળખાય છે.

અહીં માતાજીના ત્રિમૂર્તિ મંદિરનું નિર્માણ કરાવામાં આવેલું છે મંદિરના પ્રથમ માળે મહાકાળી, સરસ્વતી અને માં મેલડીની આસરપહાણની મૂર્તિઓમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલી છે. નીચેના મંદિરમાં માતાજીની દિવ્યચેતના સ્વરૂપ મૂર્તિ તથા એક બાજુ સરસ્વતી અને બીજી બાજુ મહાલક્ષ્મીજીની સ્થાપના કરવામાં આવેલી છે. શ્રધ્ધાળુઓ અહીં ભકિતભાવથી માતાજીની પૂજા અર્ચના કરે છે. માતાજી ભકતોની મનોકામના અવશ્ય પૂર્ણ કરે છે.

માતાજીના નૈવધમાં રાજગરાના લોટની પુરી ધરવામાં આવે છે.જે પુરીને ઉકળતા તેલમાંથી હાથેથી તળવામાં આવે છે. અને આ ચમત્કાર જોઈ શ્રધ્ધાળુ ભકતો ધન્યતા અનુભવે છે.તમામ પ્રકારના વ્યસનો પ્રત્યે માતાજીને અણગમો છે આસો અને ચૈત્રી નવરાત્રીમાં અહીં ભકતોની ભારે ભીડ જોવા મળે છે.આ ઉપરાંત મંદિરમાં સામાજીક પ્રવૃતિઓ પણ થાય છે. અહીં રહેવા માટે ધર્મશાળાની વ્યવસ્થા છે.હાલોલથી આ મંદિર લગભગ ર૦ કી.મી. અને વડોદરાથી લગભગ પ૬ કી.મી.ના અંતરે આવેલું છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275