પુરુષના દિમાગમાં દિવસમાં કેટલી વાર આવે છે સેક્સના વિચાર, જાણો….

પુરુષના દિમાગમાં દિવસમાં કેટલી વાર આવે છે સેક્સના વિચાર, જાણો….

સામાન્ય રીતે એવી માન્યતા છે કે પુરુષોના દિમાગમાં તો દિવસભર સંભોગના વિચારો જ ચાલતા હોય છે, પણ શું આ વાત સાચી છે કે ગપગોળા? તેના પર એક જોરદાર રિસર્ચ કરવામાં આવી છે, જાણો વિગતો. પુરુષોને સંભોગનો વિચાર જ આવતો હોય છે એ વાત સાચી છે? દિવસમાં કેટલી વાર વિચાર આવે છે? સ્ટડીમાં થયો ચોંકાવનારો ખુલાસો, પુરુષો દિવસમાં કેટલી વાર સેકસ વિષે વિચારે છે? આ સવાલ ઘણા લોકોને થાય છે. ઘણા સંશોધનો પણ તેના પર થઇ ચૂક્યા છે.

દર સાત સકેન્ડે એ જ વિચાર?: કેટલાંક સંશોધન પ્રમાણે કહેવાય છે કે પુરુષો દર સાત સેકંડે સેક્સ અંગે વિચારતા હોય છે. આપણામાંથી મોટા ભાગના આ સંશોધન માટે લાંબો સમય શંકાશીલ રહ્યા હોઈએ કારણ કે તે સાચું છે કે નહીં એ સાબિત કરવું અઘરું છે.

કલાકમાં 514 વખત અને રોજના 7200 વખત: જો રિસર્ચના આંકડામાં વિશ્વાસ કરીએ તો દર સાત સેંકડે સેક્સ વિશે વિચારવું એનો મતલબ એ થયો કે એક કલાકમાં 514 વખત વિચારવું અથવા આશરે દરરોજ 7200 વખત એ જ વિચાર પુરુષો કરે છે. પણ શું તમને આ વધારે પડતું નથી?

શું એક દિવસમાં આવતા વિચારની સંખ્યા ગણવી શક્ય છે?: મનોવૈજ્ઞાનિકો વિચારોના માપનના વૈજ્ઞાનિક પ્રયાસને ‘અનુભવના નમૂના’ લેવા એમ કહેવાય છે. તેમાં લોકોને તેમની રોજિંદી દિનચર્યામાં અટકાવી જે-તે ક્ષણે તેઓના વિચારોને નોંધવાનું કહેવાય છે.

‘ઓહાયો સ્ટેટ યુનિવર્સિટી’ ખાતે ટૅરી ફિશર અને તેમની ટીમે ‘ક્લિકર્સ’ના ઉપયોગથી આમ કર્યું. તેમણે 283 કૉલેજ વિદ્યાર્થીઓને તે કામ કરવા માટે આપ્યું, તેમને ત્રણ ગ્રુપમાં વિભાજીત કર્યા અને જ્યારે પણ તેઓ સેક્સ અથવા ખાવા કે સૂવા વિશે વિચારે ત્યારે દરેક વખતે એક ક્લિકરને દબાવી નોંધવા માટે કહ્યું.

સ્ત્રીઓને દિવસમાં આવા કેટલા વિચાર આવ્યા?: આ પદ્ધતિના ઉપયોગથી તેમણે જાણ્યું કે અભ્યાસ દરમિયાન પુરુષો દિવસમાં સરેરાશ સેક્સના 19 વાર વિચાર આવ્યા. આ સંખ્યા મહિલાઓને અભ્યાસ દરમિયાન આવતા સેક્સના વિચારોની સંખ્યા કરતાં વધુ હતી. મહિલાઓને દિવસમાં 10 વાર સેક્સના વિચાર આવ્યા.

એક માણસને તો દર બીજી મિનિટે સેક્સનો વિચાર આવ્યો: જો કે એક વાત એ પણ સાચી છે કે જ્યારે તમે કંઇક વિચારવાની શરૂઆત કરો અને તેને પડતો મૂકવાની પ્રક્રિયા કરો એટલે મગજ એ જ અંગે જ વારંવાર વિચારે છે.અભ્યાસની રસપ્રદ વાત એ હતી કે વિચારોની સંખ્યામાં મોટું અંતર હતું. કેટલાક લોકોએ કહ્યું કે તેઓએ દિવસમાં એક જ વાર સેક્સ વિશે વિચાર્યું જ્યારે સૌથી વધુ વાર વિચાર કરનારની સંખ્યા 388 હતી, જેનો મતલબ એ કે તેને તો દર બે મિનિટે સેક્સ વિશેનો વિચાર આવ્યો હતો.

પુરુષોના આવેગો વધારે હોય છે?: જોકે પુરુષોએ ખાવાં અને સૂવાં અંગે પણ વધુ વિચાર આવ્યા જે એમ બતાવે છે કે પુરુષોની સામાન્ય રીતે આવેગ સાથે વહી જવાની શક્યતા વધુ રહેલી છે. અથવા તેઓ કોઈ પણ અસ્પષ્ટ લાગણીને વિચાર તરીકે ગણી લેવાનો નિર્ણય કરે તેવી શક્યતા વધુ છે અથવા બંનેનો સરવાળો.

બીજી કઈ બાબતોના વિચારો વધારે આવે છે?: સેકસ સિવાય માણસને સમગ્ર દિવસ દરમિયાન ટીવી જોવું, ઈમેલ ચૅક કરવા અથવા સોશ્યલ મીડીયાના અન્ય વિવિધ માધ્યમનો ઉપયોગ જેવી ક્રિયાઓ પણ સેક્સ કરતાં વિચારમાં આગળ રહી.

કયા સમયે સૌથી વધારે આવે છે વિચાર?: જો કે દેખીતી રીતે સાંજના સમયે સૌથી વધારે આવતા વિચારમાં તેનો સમાવેશ થાય છે. રાત્રે સુવા જવાનો વિચાર લોકોના દિમાગ પર સવાર રહેતો હોય છે અને ત્યાર બાદ બીજાક્રમે સૌથી વધુ બધાના દિમાગમાં આ જ વિચાર આવતો હતો.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *