રશિયા સામે લડવા યૂક્રેને યુદ્ધમાં ઉતર્યા ખૂંખાર કેદીઓ, ગુનેગારોને મુક્ત કર્યા..

રશિયા સામે લડવા યૂક્રેને યુદ્ધમાં ઉતર્યા ખૂંખાર કેદીઓ, ગુનેગારોને મુક્ત કર્યા..

યૂક્રેન સતત રશિયન હુમલાનો જડબાતોડ જવાબ આપવા માટે કોઈ કસર છોડી રહ્યું નથી. હવે તે યુદ્ધમાં જોડાવા માટે લશ્કરી પૃષ્ઠભૂમિ ધરાવતા ખૂંખાર કેદીઓ અને આરોપીઓને મુક્ત કરવા જઈ રહ્યું છે. નેશનલ પ્રોસિક્યુટર જનરલના કાર્યાલયે રવિવારે આ વાતની પુષ્ટિ કરી હતી.

મુક્તિ માટે યુદ્ધનો અનુભવ જરૂરી: પ્રોસીક્યુટર જનરલ ઓફિસના અધિકારી એન્ડ્રે સિનુકે મીડિયાને જણાવ્યું કે, દોષિતના સર્વિસ રેકોર્ડ, યુદ્ધના અનુભવ અને જેલમાં તેના વર્તનને ધ્યાનમાં લીધા પછી જ તે નક્કી કરવામાં આવશે કે તેને યુદ્ધમાં સામેલ થવાની મંજૂરી આપવી કે નહીં.

એસિડ ફેંકીને, ચાકુ મારીને કરી હતી હત્યા: આન્દ્રે સિનુકે કહ્યું કે સેરગેઈ ટોર્બિન મુક્ત થયેલા એક પૂર્વ લડાયક અનુભવી કેદીઓમાંના એક છે. ટોર્બીન અગાઉ ડોનેત્સ્ક અને લુહાન્સ્ક પીપલ્સ રિપબ્લિક સાથે યુદ્ધમાં લડી ચુક્યા છે. 2018 માં તેને નાગરિક અધિકાર કાર્યકર્તા અને ભ્રષ્ટાચાર વિરોધી પ્રચારક કેટેરીના હેન્ડઝુક પર એસિડ ફેંક્યા પછી મૃત્યુદંડ માટે છ વર્ષ અને છ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી. સિનુકે જણાવ્યું હતું કે ટોર્બીને તેની મુક્તિ પછી તેની ટુકડી માટે પૂર્વ કેદીઓને પસંદ કર્યા છે.

અધિકારીએ જણાવ્યું હતું કે અન્ય પૂર્વ સૈનિક, દિમિત્રી બાલાબુખાએ 2018 માં બસ સ્ટોપ પર એક વ્યક્તિની ચાકુ મારીને હત્યા કરી હતી જે કેસમાં તેમને નવ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી, તેને પણ મુક્ત કરવામાં આવ્યો છે.

સામાન્ય લોકો પણ આપી રહ્યા છે રશિયન સેનાને ટક્કર: કિવમાં રશિયન દળોના પ્રવેશને રોકવા માટે યૂક્રેનની સરકાર નાગરિકોને સતત હથિયારો આપી રહી છે. તે જ સમયે, યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકીએ આદેશ જારી કર્યો છે કે દેશના કોઈપણ નાગરિક જે સેનામાં જોડાવા માટે પાત્ર છે, તેઓ દેશ છોડી શકશે નહીં. જો કે, યૂક્રેનમાં ઘણા લોકો કિવ અને અન્ય શહેરોને બચાવવા માટે મદદ કરવા જાત આગળ આવ્યા છે.

પાડોશી દેશને બચાવવા હુમલો કર્યો: રશિયા: મોસ્કોએ ફરીથી કહ્યું કે તેણે તેના પડોશી દેશો ડોનેત્સ્ક અને લુહાન્સ્ક પીપલ્સ રિપબ્લિકના બચાવ માટે યૂક્રેન પર હુમલો કર્યો. કિવમાં 2014ના તખ્તાપલટ બાદ બંને દેશો પૂર્વી યૂક્રેનમાંથી થોડા સમય પહેલા જ અલગ થઈ ગયા હતા.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.