ફેનીલે ફરી એકવાર ગુનો કબૂલ ન કર્યો, બંનેએ એકબીજા સાથે પડાવેલા ફોટોગ્રાફ કોર્ટમાં રજુ કર્યા, છેલ્લે એક જ જવાબ આપ્યો કે…

થોડા સમય પહેલા બનેલા ગ્રીષ્મા કેસને લઈને નવા ખુલાસાઓ સામે આવ્યા છે. એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ પ્રેમિકાની જાહેરમાં જ દીકરીનો જીવ લઇ લીધો હતો.દીકરી ગ્રીષ્માને જાહેરમાં જીવ લેનાર આરોપી ફેનિલ ગોયાણી વિરુદ્ધ કેસ ચાલી રહ્યો છે ત્યારે જલ્દી થી જલ્દી ફેનિલને કડક સજા મળે એવી લોકમાંગ ઉઠી છે.
દીકરી ગ્રીષ્માને ન્યાય મળે તે માટે ઘણા લોકો અવાજ ઉઠાવી રહ્યા છે ત્યારે ગ્રીષ્મા ના પિતાનું પણ નિવેદન સામે આવ્યું છે. ગ્રીષ્માના પિતાએ જણાવ્યું છે કે, “મારી દીકરીને તાત્કાલિક ધોરણે ન્યાય મળે અને આરોપી ફેનિલ વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવે…”ત્યારે વકીલ ના કહેવા અનુસાર આ કેસ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યો છે અને
આ કેસમાં દીકરી ગ્રીષ્મા ના પરિવારજનોને ઓછામાં ઓછા એક મહિનાની અંદર ન્યાય મળી શકે છે તેવું જાણવા મળી રહ્યું છે.બીજી તરફ ગ્રીષ્માનો નાનો ભાઈ જયારે કોર્ટની સામે જુબાની આપી રહ્યો હતો ત્યારે સમગ્ર ઘટનાની જાણ કરાવતા તે પણ ભાવુક થયો હતો અને બહેનને યાદ કરતા રડી પડ્યો હતો. પોલીસે આ કેસને લઈને ચક્રો ગતિમાન કર્યા છે અને કડક તપાસ હાથ ધરી છે.
ગ્રીષ્મા કેસ મામલે અત્યાર સુધી કુલ 105 થી પણ વધારે સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા છે. જાહેરમાં જ જીવ લીધો હોવાથી ત્યાંના રહીશોના પણ નિવેદન લેવામાં આવ્યા છે. આ ઉપરાંત ગ્રીષ્માના મામા, તેની બહેનપણીઓ, અન્ય મિત્રો અને આરોપી જે સોસાયટીમાં રહેતો હતો તે સોસાયટીના પ્રમુખનું પણ નિવેદન લેવામાં આવ્યું છે.
ફેનીલ ના માસીના છોકરાની પણ કોટની અંદર જુબાની લેવામાં આવી હતી. ત્યારે તેને પોતાની જુબાનીમાં જણાવ્યું કે ફેનીલ ને મોબાઈલ ની ઉપર ગંદી વેબસાઈટ જોવાની ખૂબ જ ગંદી આદત છે. ખાસ વાત તો એ છે કે એના માસીના છોકરા એ ઘણા બધા ખુલાસા કર્યા હતા. તેને દીકરીના જીવ લીધા બાદ માસીના છોકરા ને ફોન કરીને જણાવ્યું હતું કે તેને ગ્રીષ્મા નો જીવ લઈ લીધો છે.
સરકાર પક્ષને બચાવપક્ષની દલીલો સામે તેના સમર્થન ની અંદર ઉચ્ચતમ અદાલતના પ્રસ્થાપિત ચુકાદાના તારણો પણ જો કરવામાં આવશે અને ઘટના બની ત્યારે ગુજરાતી મોબાઈલ કેમેરા ની અંદર આખી ઘટના રેકોર્ડ થઈ ગઈ હતી અને ત્યારબાદ તેની દ્વારા તેના મિત્રને કહેવામાં આવ્યું હતું કે ઓલી ને મારી નાખી તું જલ્દી આવ. હવે ટૂંક જ સમયમાં ચુકાદો આવે તેવી પણ સંભાવના છે.
જજની નાદુરસ્ત તબિયત હોવા છતાં આ કેસની સ્પિડી ટ્રાયલને આગળ ધપાવી હતી. આ દરમિયાન બચાવપક્ષ દ્વારા પેન ડ્રાઇવ રજૂ કરવામાં આવી હતી. જેમાં ફેનીલ અને દીકરી એકબીજા સાથે પડાયેલા ફોટા હતા. આરોપી ફેનીલ નું ફર્ધર સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું હતું અને ચાર કલાક ચાલેલી પ્રોસેસમાં ફેનીલ ને 908 જેટલા સવાલો કરાયા હતા. જોકે હજુ સુધી તેના દ્વારા ગુનો કબુલ કરવામાં આવ્યો નથી અને એક જવાબ આપ્યો છે કે અંતિમ દલીલમાં હું કહીશ.